ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક નિમિત્તે માધાપર જૈન સમાજ દ્વારા પ૧ ગાડી ઘાસ અર્પણ કરાયું
ભુજ : ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક નિમિત્તે જૈન સમાજ માધાપર દ્વારા ૫૧ ગાડી ઘાસ વિવિધ ગામોમાં ગાયોને નિરણ માટે અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે પરમ પૂજ્ય તીર્થભદ્ર મહારાજ સાહેબ તથા લીંબડી અજરામર સંપ્રદાયના પરમ પૂજ્ય અંજનાબાઈ સ્વામી મહાસતીજીના શુશિષ્યા પિયુષાબાઈ સ્વામી મહાસતીજી, પદ્મિની કુમારી મહાસતીજી, પ્રિયદર્શીની કુમારી મહાસતીજી, સોહીની કુમારી મહાસતીજી, કૃપાર્થીની કુમારી મહાસતીજીએ ઉપસ્થિત રહી નવકાર મહામંત્રનું મંગલાચરણ કરવામાં આવ્યું હતું. આ ૫૧ ગાડીના મુખ્ય દાતા અનશન વ્રતધારી સમાજ રત્ન તારાચંદભાઈ છેડા પરિવાર રહ્યો હતો જેના જીગરભાઈ છેડા તથા પ્રીતિબેન જયેશભાઈ છેડા ઉપસ્થિત રહ્યા હતા. તેમને સમસ્ત જૈન સમાજના પદાધિકારીઓએ સન્માનિત કર્યા હતા
આ પ્રસંગે સમસ્ત જૈન સમાજના પ્રમુખ હિતેશભાઈ ખંડોરે ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે અહિંસાનો માર્ગ પ્રભુએ બતાવ્યો છે. બધા જ જીવો પ્રત્યે પ્રેમ અને કરુણા રાખી સમસ્ત વિશ્વનું કલ્યાણ થાય એવા શુભ ભાવો ભજવ્યા હતા તેમજ દાતા તારાચંદભાઈ છેડા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. કવિઓ મહાજનના પ્રમુખ જીગરભાઈ છેડાએ જૈન સમાજ માધાપરની કામગીરી મહાજન તરીકેની સેવા બિરદાવી હતી. સમસ્ત જૈન સમાજના મહામંત્રી સંજયભાઈ મહેતા, મૂર્તિપૂજક જૈન સંઘના પ્રમુખ વસંતભાઈ મહેતા, સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ વસંતભાઈ ભાભેરા, તેરાપંથ સંઘના પ્રમુખ સુરેશભાઈ મહેતા, જેજેસીના પ્રમુખ પ્રકાશભાઈ શાહ, જૈન સમાજના ઉપપ્રમુખ ભુપેન્દ્રભાઈ શાહ, મંત્રી જગશીભાઈ મહેતા, પૂર્વ ઉપસરપંચ કલુભા વાઘેલા, પૂર્વ ઉપસરપંચ વિજયભાઈ રાજપુત, લોહાણા મહાજનના પ્રમુખ મનોજભાઈ ઠક્કર, પૂર્વ પ્રમુખ દિલીપભાઈ ભીંડે, સોની સમાજના પૂર્વ પ્રમુખ વસંતભાઈ સોની, કુલદીપસિંહ ચૌહાણ, મયુરભાઈ જોશી, દિનેશભાઈ સોની, એપીએમસી ડાયરેક્ટર શંભુભાઈ જરૂ, સ્થાનકવાસી સંઘના મંત્રી નીતિનભાઈ મહેતા, મહેશભાઈ ખંડોલ, સ્થાનકવાસી સંઘના ઉપપ્રમુખ દીપેશભાઇ મહેતા, દિનેશભાઇ શાહ, શશિકાંતભાઈ શેઠ, હિંમતભાઇ ખંડોર, રાણાભાઇ ડાંગર, કેતનભાઇ શાહ, જીતુભાઈ મહેશ્વરી વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જૈન જાગૃતિ સેન્ટર માધાપર દ્વારા યક્ષ મંદિર ગ્રાઉન્ડમાં ગાયો માટે છાયડાની વ્યવસ્થા ૨૦૦૦ સ્ક્વેર ફૂટમાં મંડપ બાંધી અને કરવામાં આવેલ છે, જેને ખુુલ્લું મૂકવામાં આવેલ હતું. સમગ્ર માધાપરમાં ૫૦થી વધારે કમાનો લગાવી ભગવાનના જન્મોત્સવની શુભેચ્છાઓ પાઠવી હતી. ખીચડી ઘરમાં બાળકોને ભોજન, શ્વાન કેમ્પમાં ખીચડી - દહીં - ચોખા, અંધજન મંડળ અને વૃદ્ધાશ્રમમાં ભોજન, મીષ્ઠાન તેમજ પાણીના કુંડાઓનું વિતરણ, પધ્ધર ખાતેે તળાવમાં માછલીઓને લોટ વગેરે જીવદયા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. આ પ્રવૃત્તિઓમાં જૈન જાગૃતિ સેન્ટર માધાપર, તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ કચ્છ, ડો. બી.બી. મહેતા પરિવાર, ખંડોર હિંમતલાલ માવજી પરિવાર, માતૃશ્રી શાંતાબેન ભગવાનજી ખંડોર પરિવાર, માતૃશ્રી મંછાબેન સ્વરૂપચંદ પરિવાર, નેમચંદ પ્રાગજી મહેતા પરિવાર, રમણીકલાલ મણીલાલ સંઘવી પરિવાર, માતૃશ્રી પુષ્પાબેન વાડીલાલ શાહ પરિવારે સહયોગ આપ્યો હતો. સમગ્ર દિવસની સેવાકીય પ્રવૃત્તિઓની વ્યવસ્થા જૈન જાગૃતિ સેન્ટર માધાપર, અનુપમ કલા મંડળ - માધાપર, મૂર્તિપૂજક સંઘ સ્થાનકવાસી સંઘ તથા તેરા પંથ સંઘના ભાઈ-બહેનોએ સંભાળી હતી.
------

Comments