Trending News
સ્થાનિક સમાચાર

ભુજના મીરજાપર રોડના દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઈ

16 April


મામલતદાર, નગરપાલિકા, પોલીસ વિભાગની સંયુકત ટીમો દ્વારા કામગીરી હાથ ધરાઈ


ભુજ : શહેરમાં મુખ્ય જાહેર માર્ગો પર દબાણનું પ્રમાણ ખુબ વધી ગયું છે ત્યારે લોકોને ફુટપાથ ઉપર ચાલવામાં ખુબ તકલીફ પડતી હતી. આ અંગેની ફરિયાદ શહેરીજનોએ કરતા ભુજ મામલતદાર, નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા શહેરના પ્રિન્સ રેસીડેન્સી હોટલ નજીકથી લઈ એન્જીનીયરીંગ કોલેજ સુધીમાં દબાણ હટાવવાની કામગીરી આજથી ચાલુ કરાઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ જયનગર પાસે આવેલી પ્રિન્સ રેસીડેન્સી હોટલની લાઈનથી એન્જીનીયરીગ કોલેજની ફુટપાથ પર મોટા પાયે દબાણ થયું હતું. તેમાં રેકડી, કેબીન, નર્સરી વાળા તથા અન્યોએ અગાઉ નોટીસો અપાઈ હતી, તે દબાણોનેે આજે દૂર કરાયા છે. આ અંગેની ફરિયાદ નાગરીકોએ તંત્રને કરતા તેને હટાવવાની કામગીરી આજથી ચાલુ કરવામાં આવી છે. અગાઉ દબાણ કર્તાઓને નોટીસો અપાઈ હતી, ત્યારે તેમનો સ્વેચ્છાએ તેને હટાવ્યું હતું. ત્યારે આજરોજ મામલતદારની સુચના અન્વયે નગરપાલિકા તથા પોલીસ વિભાગ સાથે રહીને દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આવતા દિવસોમાં આ કામગીરી ચાલુ રહેશે તેવી માહિતી આપી છે અને વચ્ચે આવતા દબાણકારોને નોટીસો પણ આપવામાં આવી છે.

Comments

COMMENT / REPLY FROM