Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ સહિત કચ્છમાં પાન પાર્લરો માં તો ઈ-સીગારેટનો વેપલો નથી થતો ને? જો જો એસએમસી ત્રાટકી ન જાય..!

16 April



પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગરમંથી અગાઉ પાનના ગલ્લામાંથી ઈ-સિગારેટના જથ્થાઓ ઝડપાઈ ચૂકયા છે, ભુજમાંથી ન્યુસ્ટેશન રોડ પરથી પણ પ્રતિબંધિત ઈ-સીગારેટનો મોટો જથ્થો પકડાઈ ચુકયો છે, હવે ફરીથી આ પ્રતિબંધીત સિગારેટના સોદાગરો સક્રીય થયા છે? 


સ્થાનિક પોલીસ, એલસીબી સતર્કતા વધારો તે જરૂરી : ખાદ્ય-ઔષધ નિયંત્રણ કચેરી સહિતનાઓની પણ તવાઈ જરૂરી




ગાંધીધમા : ગુજરાત સરકાર દ્વારા ગુનાહિત તત્વો પર રીતસરની ધોંષ બોલાવતી રાજયવ્યાપી કાર્યવાહી તાજેતરમાં જ કરવામા આવી છે જેમાં બુટલેગરો સહિતનાઓનો સમાવેશ થવા પામી ગયો છે. ત્યારે હવે નશાના વિકલ્પોની ડીમાન્ડ પણ ફરીથી વધવા પામી રહી હોય તેમ અમદાવાદથી લઈ અને કચ્છ સુધીમાં નશાની બાટલીઓ પકડાવાવ ઉપરાંતના કિસ્સાઓ સતત સામે આવવા પામી રહ્યા છે. હજુ તો અંજારમાંથી નશાની બાટલીઓ એટલે કે આર્યુવેદિક શિરપના નામે વેચાતી હોવાનુ પકડાયુ હોવાના અહેવાલો સમ્યા ન હતા કે અમદાવાદના એક પોઝ વિસ્તારમાથી ઈ-સિગારેટનો તગડો જથ્થો એક પાન પાર્લરમાથી પકડી પાડવામા આવ્યો છે. 
અહી જોવાની વાત એ છે કે, અમદાવાદમાં પાન પાર્લર પરથી કોઈ નાની સુની કિમંતનો નહી પણ ૪૦ લાખથી વધુનો ઈ-સિગારેટ કે જે પ્રતિબંધિત છે તેનો જથ્થો એસએમસી દ્વારા પકડી પાડવામા આવ્યો છે. સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી અને થયેલી આ કડક કાર્યવાહી અનેકવિધ રીતે સુચિત બનવા પામી રહી છે. દરમ્યાન જ જાણકારો કહી રહ્યા છે કે, અમદાવદામાં જયારે પ્રતિબંધિત ઈ-સીગારેટનો જથ્થો પકડી પાડવામા અવ્યો છે ત્યારે કચ્છમાં પણ પોલીસે આ બાબતે સક્રીયતા દાખવવી જોઈએ. કારણ કે, અહી યાદ અપાવી શકાય કે, ઈ-સીગારેટનો તગડો જથ્થો કચ્છમાથી મુંદરા સેઝમાથી પગ કરી અને ભારતભરના અલગ અલગ શહેરોમાં પહોચ્યો હોવાનો સત્તાવાર ખુલાસો થવા પામી ચૂકયો હતો. જેમાં મુંદરા, ગાંધીધામ, અમદાવાદ, સુરત, અને મુંબઈ સુધીની મોટી લીંક બહારઆવી હતી અને આ કેસમાં એજન્સી દ્વારા ૧પ૦ કરોડથી વધારેની પેનલ્ટીઓ પણ સબંધિત પેઢીઓને ફટકારવામા આવી હતી. ત્યારે કચ્છથી જ બહાર ગયેલી આ ઈ-સિગારેટ ખાસ કરીને મુંબઈમાં ચાઈનાના રમકડા દેખાડી અને મંગાવવામાં આવી હોવાનો પણ તે વખતે ખુલાસો થયો હતો. હાલમાં અમદાવાદમાથી જે ૪૦ લાખથી વધુની ઈ-સિગારેટનો જથ્થો એસએમસીએ દરોડો પાડીને પાન પાર્લરમાંથી ઝડપી પાડયો છે તેનો રેલો પણ મુંબઈ સુધી જ પહોચી રહ્યો છે. મુંબઈના બશીર નામના શખ્સે આ ઈ સિગારેટ સપ્લાય કરી હતી તેવુ ખુલ્યું છે. એટલે જાણકારો કહી રહ્યા છે કે, કચ્છમાં પણ ખાસ કરીને ગાંધીધમા-અંજાર-ભુજ જેવા મુખ્ય શહેરોમાં ફરીથી આવી ઈ-સિગારેટના વેપલાઓ મોટાપાયે ચાલુ તો નથી થઈ ગયા ને? અહી યાદ અપાવી શકાય કે, થોડા સમય પહેલા જ ગાંધીધામના એક પાન પાર્લરમાથી પણ ઈ-સિગારેટનો જથ્થો પકડાઈ ચૂકયો છે તો ભુજના સ્ટેશન રોડ પર પણ એક માંડવીના શખ્સ પાસેથી પોલીસે લાખોની ઈ-સીગારેટનો જથ્થો એકાદ-બે વર્ષ પહેલા પકડી પાડયો હતો. એટલે ઈ સિગારેટનું ચલણ કચ્છમાં પણ મોટુ છે તે વાત નકારી શકાય નહી. 
પોલીસ ખાસ કરીને એસઓજી અને એલસીબીની ટીમો આવા પ્રતિબંધીત નશાના સાધનોના વેપલા અટકાવવા સરપ્રાઇજ તવાઈ બોલાવે તે ઈચ્છનીય બની રહ્યુ છે નહી તો જે રીતે અમદાવાદના પોઝ વિસ્તારમાથી ૪૩૪ નંગ ઈ સિગારેટ, ચાર લાખ રોકડા અને ૪૦ લાખથી વધુના મુદામાલ સાથે બે શખ્સોને એસએમસીએ દરોડો પાડી દબોચી લઈ અને સ્થાનિક પોલીસનું નાક કાપી નાખ્યુ છે તેવી જ કોઈ સ્થિતી કચ્છમાં કે ગાંધીધામમાં થવા ન પામી જાય તે જોવું જોઈએ.

Comments

COMMENT / REPLY FROM