નખત્રાણા નમક પરિવહન ટ્રાન્સપોર્ટર એસોસિએશનના હોદ્દેદારો વરાયા
પ્રમુખપદે નરસીંહ વાઘેલા અને મહામંત્રી પદે વિજયભાઈ ગઢવીની વરણી : ટ્રાન્સપોર્ટના હિતને ધ્યાનમાં રાખવાનો અપાયો કોલ
નખત્રાણા : તાલુકા નમક પરિવહન કરતા ટ્રાન્સપોર્ટર દ્વારા એક બેઠક મળી હતી, જેમાં એસોસિએશનના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરાઈ હતી. ૧૭ જેટલા ટ્રાન્સપોર્ટરના માલિકોની ઉપસ્થિતિમાં મળેલ બેઠકમાં ખેંગારભાઈ રબારીએ પ્રમુખ પદ માટે નરસીંહભાઈ વાઘેલાના નામની દરખાસ્ત મૂકી હતી, જેને તમામ ઉપસ્થિતોએ સર્વાનુમતે ટેકો જાહેર કર્યો હતો. રઘુવીરસિંહ ચૂડાસમા તથા આર.જી. ચૂડાસમાએ ટેકો આપ્યો હતો. જ્યારે મુકેશભાઈ ગોસ્વામીએ મહામંત્રી પદે વિજયભાઈ કે. ગઢવીનું નામ મુક્યું હતું. જેને તમામ ઉપસ્થિતોએ સર્વાનુમતે ટેકો આપ્યો હતો. પ્રમુખ - મહામંત્રીની વરણી બાદ હોદ્દેદારોએ સંગઠન શક્તિ પર ભાર મુકી આગામી દિવસોમાં નમક પરિવહન કરતા ટ્રાન્સપોર્ટરના હિતને ધ્યાનમાં લઈ આ એસોસિએશનની રચના કરવામાં આવી છે તેવું જણાવ્યું હતું.
--------

Comments