Trending News
સ્થાનિક સમાચાર

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધીકારીશ્રી એન એ પટેલની ટીમને :૧પ દિ’માં ૧૦ કરોડનો દંડ

15 April



એપ્રીલના પ્રથમ પખવાડીયામાં જ શ્રી પટેલની ટીમ દ્વારા ખનીજચોરો પર અલગ અલગ રીતે તવાઈ-સરપ્રાઈઝ ચેકીંગ કરીને બોલાવી તવાઈ : ર૦ જેટલા ડમ્પરો, ર જેસીબી મશીન, ૧ એકસેવેટર મશીન કર્યુ જપ્ત



પૂર્વ-કચ્છ ખનીજ વિભાગની કડક કાર્યવાહીથી ખનીજચોરોમાં ફેલાયો છે ફફડાટ  : જપ્ત કરેલા વાહનો-સાધનો સરળતાથી ન છુટે તે જોવુ પણ બને છે જરૂરી



ગાંધીધામ : કચ્છના પેટાળમાં અનેકવિધ અલગ અલગ ખનીજ સંપદાઓ ધરબાયેલી છે. અહીથી સરકારને આવક જે પ્રમાણમાં થવી જોઈએ તેનાથી અનેકગણી તો રોયલ્ટી ચોરી ખનીજચોરો આચરતા રહેતા હતા. પરંતુ પૂર્વ કચ્છમાં જયારથી શ્રી એન એ પટેલ મુકાયા છે ત્યારથી તેઓએ સરકાર હિતમાં લાલઆંખ કરતી કડક કાર્યવાહી કરી હોવાથી ખનીજચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. દરમ્યાન જ એપ્રીલ માસના પંદર જ દીવસમાં ર૦થ વધુ ડમ્પરો ઝડપી લઈ અને ૧૦ કરોડથી વધુની રોયલ્ટી ચોરીનો પર્દાફાશ કરી દીધો છે. 
આ અંગે મળતી માહીતી મુજબ પૂર્વ-કચ્છ માં ખનીજ ના બિન-અધિકૃત ખનન, વહન, સંગ્રહ ની પૂવૃતિને અટકાવવા સતત ચેકિંગની કામગીરી કરવામાં આવે છે. એપ્રિલ માસ ના ૧૫ દિવસ માં જીલ્લા ના અલગ અલગ સ્થળે તપાસ કરી ૨૦ જેટલા ડમ્પરો, ૨ જેસીબી મશીન  અને ૧ એસકેવેટર મશીન જપ્ત કરવામાં આવેલ છે. 
આમ, કુલ ૧૦ કરોડ થી વધુની રકમ નો મુદ્દામાલ સીઝ કરવામાં આવેલ છે. આ તમામની વિરુદ્ધ ગુજરાત ખનિજ (ગેરકાયદેસર ખનન, વહન અને સંગ્રહ નિવારણ) નિયમો-૨૦૧૭ મુજબ નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

...........

Comments

COMMENT / REPLY FROM