Trending News
સ્થાનિક સમાચાર

સામખીયાળીથી ગાંધીધામ-મુંદરાની અમુક ઢાબા સ્ટાઈલ  હાઈવે હોટલોમાં નશા-ડ્રગ્સની પોટલીઓનો ધૂમ વેપલો...?

15 April

પૂર્વ કચ્છ એસપીની નો ડ્રગ્સ ઈન ઈસ્ટ કચ્છ ઝુંબેશને વધુ એક સફળતા




શિકારપુર પાસે એક હોટેલમાથી છ લાખથી વધુનો હેરોઈનોન જથ્થો પૂર્વ કચ્છ એસઓજીની ટીમે ઝડપાયો છે, તે આવકારદાયક જ 
કહેવાય, પરંતુ આ જથ્થો અહી આવ્યો કયાંથી? ઝડપાયેલ શખ્સ કોની પાસેથી આટલો હેરોઈન લાવ્યો? કયા રૂટથી બલવિન્દર હેરોઈન લઈ આવ્યો? કયા વેચતો હતો? કેટલા સમયથી નશાનીપોટલીઓનો વેપલો કરતો હતો? હોટેલ સંચાલક હેરોઈનકાંડનો જવાબદાર છે કે તેની પાછળ અન્ય કોઈ છે? : સમયાંતરે હેરોઈન જેવા માદક પદાર્થનાજથ્થા પકડાયા છે, મુળીયા કોણ ઉલેચશે..?


ખાટલે મોટી ખોટ : અમુક હાઈવે સ્ટાઈલ ઢાબા તો ખાખીધારીઓના જ હોવાનુ ચર્ચાય છે, આવા અમુક ઢાબામા જે ચોરીનો માલ આવે છે તેમાં ખાખીધારીઓની સીધી કે પરેાક્ષ ભાગબટાઈ જ છે, ચોરાઉ લોખંડ, સિમેન્ટ અમુક ખાખીધારીઓએ તો પોતાના બાંધકામોમાં પણ આવા ઢાબા સ્ટાઈલ અમુક હોટલોમા જ ઠાલવીને લીધી છે ઉપયોગમાં..! : હવે આ ખાખીધારીઓ કયાં ચોરાઉ હેરફેરવાળી ઢાબા સ્ટાઈલ અમુક હોટલો પર સકંજો કસવાનુ વિચારશે પણ ખરા?



ગાંધીધામ : પૂર્વ કચ્છમાં પાછલા અમુક સમયથી એક પછી એક સતત અને સમયાંતરે કેટલીક ઢાબા સ્ટાઈલ હોટલો શંકાના દાયરામાં આવતી રહેતી હોય છે. બેનામી પ્રવૃતીઓને આવી અમુક હોટલોમાં સીધુ કે પરોક્ષ રીતે સમર્થન અપાતુ હોય તેવી રીતે અહી સમયાંતરે અમુક હાઈવે ઢાબા સ્ટાઈલ હોટલો પર પોલીસ દરોડો પાડી અને બેનામી-ગેરકાયદેસર હેરફેર થતી ચીજવસ્તુઓ ઝડપી રહી છે.  દરમ્યાન જ પૂર્વ્‌ કચ્છ એસઓજીની ટીમે શિકારપુર પાસે બાતમીના આધારે બાઝ નજર રાખી અને તવાઈ બોલાવતા અહીથી બલવિન્દર નામના શખ્સને છ લાખના હેરોઈનના જથ્થા સાથે સફળતાપૂર્વક પકડી પાડયો છે. પૂર્વ કચ્છ એસઓજી દ્વારા આ રીતે થયેલી કાર્યવાહી આવકારદાયક જ કહી શકાય તેમ છે પરંતુ તેની સાથોાસથ જ અહી અનેક સવાલો પણ સપાટી પર આવવા પામી રહ્યા છે. 
કચ્છમાં ઠેર-ઠેર આવી અમુક હાઈવે ઢાબા સ્ટાઈલ હોટલો ધમધમી ઉઠી છે અને તે પૈકીની કેટલીકમાં તો ગેરપ્રવૃતીઓ જ થવા પામતી હોય અથવા તો આવા અસામાજીક પ્રવૃતીઓના તે અમુક હોટલો જાણે કે અડ્ડા જ બની બેઠી હોય તેમ ગેરપ્રવૃતીઓના અહીથી પર્દાાફશ થવા પામી રહ્યા છે. હજુ તો થોડા સમય પહેલા જ જ ભચાઉ સમીપે હાઈવે હોટેલ પર આશીષ હોટેલના પાર્કીંગમાં તેના જ સંચાલન સંભાળનારા શખ્સની સંડોવણી વાળા ચોરાઉ આધાર પુરાવા વિનાના કેમીકલ-ફીનોલના જથ્થાને પોલીસતંત્ર દ્વારા પકડી પાડવામા અવ્યો છે. તે વખતે પણ સવાલો ઉઠયા હતા કે, કચ્છમાં આવી અમુક  હાઈવે હોટેલો ન માત્ર આવા ચોરાઉ તેલના જથ્થાઓની હેરફેર અથવા તો સગેવેગ કરવાની કે પછી ચોરીઓ કરવાનુ માધ્યમ બની રહી છે બલ્કે આ પહેલા પણ અનેકવિધ આવી અમુક હાઈવે ઢાબા સ્ટાઈલ હોટેલો બેનામી ધંધાઓના અડ્ડા સમાન જ બની રહી હેાય તેવા ઘટનાક્રમો સામે આવવા પામી રહ્યા છે. હજુ તો આશીષ હેાટેલના સંચાલકની જ સંડોવણી સાથે ચોરાઉ જથ્થો પકડયાની ઘટના હજુ તો સમી નથી ત્યાં ફરીથી શિકારપુર પાસે આવી જ હોટલમાથી નશાની પડીકીઓ, હેરોઈનનો નાનો સુનો નહી પણ છ લાખનો તગડો જથ્થો એસઓજી પોલીસે પકડી પાડયો છે. ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, કચ્છમાં પાછલા અમુક સમયથી ઢાબા સ્ટાઈલ હાઈવે હોટલો જાણે કે વિવિધ દુષણોના અડ્ડારૂપ જ બની જવાપામી હોય તેવી ઘટનાઓ અહી સતત સામે આવવા પામી રહી છે. સામખીયાળીથી લઈ અને ગાંધીધામ સુધી તથા સુરજબારીથી માંડી અને મુંદરા સુધી તથા ગાંધીધામથી વાયા અંજાર -મુંદરા હાઈવે સુધીમાં ઠેર ઠેર કઈક ઢાબા સ્ટાઈલ હાઈવે હેાટલો ધમધમી રહી છે. આ પૈકીની અમુક હોટેલો જાણે કે, નશાના કારોબાર અને મદાક પદાર્થોની હેરફેરના મોટા માધ્યમો બની ગયા હોય તેવી સ્થિતી સર્જાતી જોવાઈ રહી છે. ઉડતા પંજાબની જેમ જાણે કે ઉડતા કચ્છ બનવાની રાહ તંત્ર જોઈ રહ્યુ હોય તેમ આવા ગંભીર ઘટનાક્રમોના સિલસિલા સતત યથાવત જ રહ્યા છે.  ત્યારે આવી ઢાબા સ્ટાઈલ હોટેલોમાં કિમંતી ચીજવસ્તુઓની હેરફેર અને ચોરી કરી લેવાની ઘટનાઓ તો રૂટીન જ બની જવા પામી ગઈ છે પરંતુ જો પોલીસ વધુ કડકાઈથી આવી અમુક હોટેલો પર તવાઈ બોલાવશે તો ડ્રગ્સ અને નશાના મોટા કારોબારનો પણ અહીથી પર્દાફાશ થવા પામી શકે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી.

..........



પકડાયેલ જથ્થો તો પાસેરામાં પુણી સમાન 

ગાંધીધામ : ઉડતા પંજાબની માફક જ ઉડતા કચ્છ બનાવવાની દીશામાં કેટલીક નાપાક તાકાતો કામે લાગેલી હોય તેવી રીતે કચ્છમાંથી પણ ઠેર-ઠેરથી માદક પદાર્થોના જથ્થા પકડાવવા પામી રહ્ય છે. કયારેક ગાંજા તો કયારેક નશાની બાટલીઓ તો કયારેક નશીલો પદાર્થ પકડાઈ રહ્યો છે. હાલમાં પણ શિકારપુર પાસેની હોટલમાથી છ લાખનો હેરોઈનનો જથ્થો પકડાયા છે ત્યારે જાણકારો કહે છે કે જે મુદામાલ પકડાયો છે તે તો પાસેરામાં પુણી સમાન જ છે. જો તપાસ કરવામા આવશે તો તગડો જથ્થો માદકપદાર્થોનો વેચાતો હોવાનો ખુલાસો થશે. 

..........


લાખાને દબોચો તો કચ્છવ્યાપી નેટવર્કનો થશે પર્દાફાશ? :
કયા ખાખીધારીઓ આ લાખાને છાવરી રહ્યા છે? કરો ખુલાસો’




કચ્છના પ્રવેશદ્વારથી મુંદરા સુધીના હાઈવે પર લાખાની છે રપથી વધુ ઢાબા સ્ટાઈલ દેશી હોટલો : ખુદ ચકચારી બની ચુકયો હોવાથી અન્યોને હોટેલો સંચાલનમાં આપી દઈ અને તેની આડમાં દારૂ-ચોરીની વસ્તુઓ-ડ્રગ્સની પડીકીઓનું કરે છે હેરફેેર? : જાણકારોની લાલબત્તી : લાખાનું નામ પોલીસ ચોપડે પણ અગાઉ રહી ચૂકયુ છે બહુચકચારી



ગાંધીધામ : કચ્છમાં કેટલક ઢાબા સ્ટાઈલ હોટેલો ઠેર-ઠેર હાઈવે પર ખડકાઈ ગઈ છે. આવી હોટલોનો મુખ્ય સુત્રધાર લાખો હોવાનુ જ મનાય છે. આ લાખો જિલલામાં ઓછામાં ઓછી રપથી વધુ જેટલી ઢાબા સ્ટાઈલ હોટલો ધમધમી રહી છે. લાખાના ઈશારો જ આવી હોટલોમાં કયાંક ચોરી તો કયાંક તેલચોરી તો અન્ય કેટલીક હોટલોમાં દારૂની હેરફેર તો મોટાભાગની આવી હોટલોમાં ડ્રગ્સની પોટલીઓ પણ બેધડક વેંચાઈ રહી છે. લાખાની ચકાસણી કરવામા આવશે તો તે અગાઉ પણ આવી હોટલોમાં બેનામી ધંધાઓમાં ભારે ચકચારી રહી ચુકયો હોવાનુ પણ સામે આવી જશે.  કહેવાય છે કે, પોલીસ ચોપડા પર લાખો ચડી ચુકયો હોવાથી હવે આવી ઢાબા સ્ટાઈલ કેટલીક હોટલોમાં તેના સાગરીતો અથવા ફોલ્ડરીયાઓને બેસાડતો હોવાનુ કહેવાય છે.

.........


એસઓજી ત્રાટકી ગઈ, તો સ્થાનિક પોલીસ શું કરે છે?

ગાંધીધામ : પૂર્વ કચ્છ એસઓજીએ તાજેતરમાં જ છ લાખથી વધુના હેરોઈનના જથ્થા સાથે બલવિન્દર નામના શખ્સને દબોચી લીધો છે. ત્યારે અહી સવાલ થાય છે કે , શિકારપુર સુધી એસઓજીનું બાતમીદારોનુ નેટવર્ક છે, તે આટલો બધો જથ્થો પકડી શકે છે, તો સ્થાનિક પોલીસ કેમ ઉંઘતી ઝડપાય છે? શું આવા ધંધાઓ બાબતે સ્થાનિક પોલીસને કોઈ બાતમી નથી આપતુ કે પછી સ્થાનીકના કોઈ ભ્રષ્ટ તત્વો આવા અમુક ઢાબા સ્ટાઈલ હોટલોવાળા સાથે ભાગીદારી ધરાવી રહયા છે?

..........

Comments

COMMENT / REPLY FROM