Trending News
સ્થાનિક સમાચાર

શિકારપુરની અપના પંજાબ હોટલનો સંચાલક હેરોઈન સાથે પકડાયો 

14 April


એસઓજીએ દરોડો પાડી ૬.રપ લાખનું ૧ર.પ૦ ગ્રામ હેરોઈન કબજે કર્યું

ગાંધીધામ : પૂર્વ કચ્છની હાઈવે હોટલોમાં અવાર-નવાર ભોજનની સાથે ડ્રગ્સ, દારૂ વેચાતા હોવાની ફરિયાદો ઉઠતી રહે છે ત્યારે એસઓજીએ શિકારપુરમાં આવેલી હોટલના સંચાલકને હેરોઈન સાથે ઝડપી પાડ્યો હતો. 
આ બાબતે મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર દ્વારા નો ડ્રગ્સ ઈન ઈસ્ટ કચ્છ ઝુંબેશ અંતર્ગત પોલીસને માદક પદાર્થના સેવન, હેરફેર અને વેપારની પ્રવૃત્તિને નાબૂદ કરવા અને કેસ શોધવા માટે આપેલી સૂચના અન્વયે એસઓજીના એએસઆઈ આશીષકુમાર ભટ્ટ અને અશોકભાઈ સોંધરાને મળેલી બાતમીના આધારે મોરબીથી સામખિયાળી આવતા નેશનલ હાઈવે પર શિકારપુર ખાતે આવેલ હોટલ અપના પંજાબમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં સંચાલક મૂળ પંજાબના બલવિંદરસિંગ જયમલસિંગને ઝડપી લેવામાં આવ્યો હતો. તેના કબજામાંથી ૧ર.પ૦ ગ્રામ હેરોઈન કિંમત રૂા.૬.રપ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. સાથે મોબાઈલ, રોકડા રૂપિયા ૧,૧ર,૪૦૦ તથા વજન કાંટો સહિત મળી ૭,પર,૯૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપી સામે સામખિયાળી પોલીસમાં ગુનો દાખલ કરાયો છે. આ કામગીરીમાં પીઆઈ ડી.ડી.ઝાલા અને વી.પી. આહિર સહિતના જોડાયા હતા. 

 

Comments

COMMENT / REPLY FROM