Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉમાં લોખંડના પાઈપ ભરેલ મહાકાય ટ્રેઈલર પલટ્યું

13 April


ભચાઉ : આજે સવારે સામખિયાળી તરફથી આવી રહેલું એક મહાકાય ટ્રેલર વાગડ વેલ્ફેર હોસ્પિટલના સર્વિસ રોડથી બ્રિજ પસાર કરતી વખતે પલટી ગયું હતું. ટ્રેલરમાં ભરેલા લોખંડના ભારે પાઇપ રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. આ અકસ્માતમાં બ્રિજ નીચે પાર્ક કરેલી બોલેરો કાર પર લોખંડના પાઇપ પડ્યા હતા. કાર બહાર ઊભેલા ડાભુડા ગામના ચાલકના બંને પગ પાઇપ નીચે દબાઈ જતાં ગંભીર ઈજા થઈ હતી. અકસ્માતની જાણ થતાં જ સ્થળ પર લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. ઈજાગ્રસ્ત કાર ચાલકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. માલવાહક વાહનો અને મીઠાના પરિવહન માટેના ડમ્પરના અકસ્માતો વારંવાર બને છે. આરટીઓ અને પોલીસ તંત્ર આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહ્યા છે. સ્થાનિક લોકોએ જીવલેણ અકસ્માતો અટકાવવા બાયપાસ માર્ગની માંગણી કરી છે.

.................

Comments

COMMENT / REPLY FROM