Trending News
સ્થાનિક સમાચાર

અંજારની વાડા ગામની સીમમાં શિકાર કરવા નીકળેલા ૪ ઇસમ બે બંદૂક સાથે પકડાયા

12 April



એક ઈસમ નાસી ગયો : કાર, બાઈક મળી ૨.૪૫ લાખનો મુદામાલ કબ્જે કર્યો 


ભુજ : પૂર્વ કચ્છ એલસીબીની ટુકડી અંજાર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે વેળાએ વાતમી મળી કે અમુક શખ્સો હથિયાર લઈ શિકાર કરવાની ફિરાગમાં છે, જેથી વાળા ગામથી આગળ વાછરા દાદાના મંદિર પાસે એક મોટરસાયકલ તથા એક કાર ઉભી રાખવાનો પ્રયાસ કરતા વાહન રિવર્સમાં લઈ સીમ તરફ નાસી ગયા હતા, જો કે પોલીસે કોડન કરી પકડી લીધા હતા.અંજાર પોલીસ મથકે ભુજના નાના વરનોરા ગામના સુલેમાન ઉર્ફે સલેમાન ઈબ્રાહીમ મમણ, અસલમ જાકબ ધુંસા (રહે વાડા અંજાર), મહમ્મદ આમદ ઘૂસા (રહે વાડા અંજાર) અલ્તાફ નૂર મામદ ધુસા (રહે વાડા) અને કાદર ઈસ્માઈલ મમણ (રહે નાના વરનોરા) વાળાની સીમમાં અટકાયત કરતા તેમની પાસેથી પાસ પડવાના વગરની દેશી બનાવટની બે બંદૂક કિંમત ૧૦૦૦૦ ખાલી કરતું ૩ કિંમત ૧૫૦ અને લોખંડના છરાનું બોક્સ કિંમત ૫૦ તથા બે મોબાઈલ કિંમત ૧૦,૦૦૦ અને ક્વિડ કાર કિંમત દોઢ લાખ અને મોટરસાયકલ કિંમત રૂા ૭૫,૦૦૦ મળી ૨,૪૫,૨૦૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જ્યારે કાદર મમણ પોલીસને હાથ તાળી આપી નાસી છૂટ્યો હતો. આ તમામ ઈસમો શિકાર કરવાની પ્રવૃત્તિમાં હતા અને એલસીબીએ દબોચી લીધા હતા.

 

Comments

COMMENT / REPLY FROM