Trending News
સ્થાનિક સમાચાર

આડેસરમાં હિસ્ટ્રીસીટરની હોટલ તોડી પડાઈ

12 April




આડેસર ખાતે પોલીસ તથા વહિવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી કરી : પોલીસ, મહેસુલ, આડેસર ગ્રામ પંચાયત સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો


ગાંધીધામ : ભુજ પૂર્વ કચ્છ પોલસી તંત્ર દ્વારા ગુનાહિત ઈતિહાસ ધરાવનારા આરોપી દ્વારા સરકારી જમીન ઉપર કરવામાં આવેલાં દબાણ દૂર કરવાની વિશેષ ઝુંબેશના ભાગરૂપે આડેસર પાસે હોટલનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. 
આ અંગે મળતી વિગતો મુજબ  કચ્છના પ્રવેશદ્વાર આડેસર ખાતે સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરી હોટલ બનાવી બનાવી હતી. 
આરોપી હારૂન અયુબ હિંગોરજાએ દબાણો કરી આડેસર - સામખિયાળી હાઇવે પર સહારા હોટલ બનાવી નાખી હતી, જેના પર પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારની સુચનાથી આડેસર પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ. વાળા, મામલતદાર એચ.બી. વાઘેલાની સુચનાથી નાયબ મામલતદાર વિશાલ મહેશ્વરી, એસ.બી. ઘાસુરા તથા પોલીસ, મહેસુલ, આડેસર ગ્રામ પંચાયત સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આરોપી સામે અનેક કેસો નોંધાયા છે, જે બાદ દાદાએે બુલડોઝર ફેરવી વધુ બીજા દિવસે રાપર તાલુકામાં દબાણો દુર કર્યા હતા.

Comments

COMMENT / REPLY FROM