રાજકોટ-પાટણમાં બોમ્બ ધડાકાની ધમકી : કાંઠાળ કચ્છમાં એજન્સીઓ ન રહે ગાફેલ : કચ્છ કલેકટર દાખવે અગમચેતી : સતર્કતા મુદ્દે લાલબત્તી
NIA ની ટુકડી જ નાપાક સરહદી જિલ્લામાં નાખે પડાવ..!
કચ્છ કલેકટરશ્રી એજન્સીઓની સાથે સંકલન બેઠક યોજી, સરહદની વર્તમાન સ્થિતીનો તાગ મેળવી જરૂરી સુરક્ષા જાપ્તો વધારવા અને ડીપ્લોયમેન્ટ બાબતે પણ દીશા-સુચનો કરે તે જ સમયનો તકાજો : નોધનીય છે કે, એકતરફ કચ્છની
સરહદમાં હરામીનાળામાંથી બાબુઅલી નામનો શખ્સ ચોકાવનારી રીતે ઘુસી આવ્યો હતો, તો તે બાદ બેલા સરહદેથી ખવર નામનો શખ્સ અતિ અટ્ટપટી ક્રીક પાર કરીને કચ્છમાં પ્રવેશતા પકડાઈ ગયો હતો, તેની વચ્ચે જ એક યુવાન આરઈ પાર્ક પાસેથી કચ્છની એજન્સીઓને ઉંધતી રાખીને આતંકવાદ વિરોધી દળ(એટીએસ)એ પકડી પાડયો હોવાની પણ બની ચૂકી છે ચોકાવનારી ઘટનાઓ : આ તાજા ભુતકાળમાં બનેલા ઘટનાક્રમો પણ રેકીના એન્ગલથી ચોકકસથી ચકાસવાના ચાલુ જ હશે, તે વચ્ચે તવ્વહુર રાણાની રાષ્ટ્રીયની ટોંચની એજનસીઓ દ્વારા ચાલતી તપાસમાં ગુજરાત-કચ્છ કડીના ઘટસ્ફોટ થઈ જશે તો સ્થાનિક એજન્સીઓમાં ચોકકસથી આવશે હડકંપ
નાપાક મુલક તરફથી ભારતમાં સીધા કે પરોક્ષ યુદ્ધ-વોરના કીમીયાઓ ચાલુ જ છે, કાશ્મીરની સરહદ ગોળીબારથી સળગી રહી છે, ભારતમાં વકફ સંશોધન બીલ મુદ્દે આતંરીક વિરોધનો ચાલે છે દોર, દરમ્યાન જ ર૬/૧૧ના આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ સમાન તવ્વહુર રાણાને ભારતની એજન્સી લઈ આવી છે, ત્યારે આતંરીક અને બાહ્ય સુરક્ષાની ગાફેલિયત કોઈ મોટો રાષ્ટ્રીય પડકાર આપી ન દે તે જોવુ જરૂરી
ગાંધીધામ : ભારતની સાથે સીધા કે પરોક્ષ એટલે કે પ્રોક્ષી યુદ્ધ છેડવા માટે સદાય નાપાક પાડોશી મુલક અળવીતરાં કરતું જ રહે છે. હાલમાં પણ નાપાક મુલકને વૈશ્વી મોરચે તમામ રીતે પછડાટ મળી રહી છે અને ભારત વિશ્વ ગુરૂ સ્થાપિત થવાની દીશામાં નિર્ણાયક આગેકદમ ભરી રહ્યુ છે તેવા સમયે ભારતમાં લેવાઈ રહેલા કેટલાક ઐતિહાસીક નિર્ણયોથી નાપાક મુલક અને તેના આતંકી આક્કાઓમાં ભારે ભુકંપની સ્થિતી જ સર્જાયેલી હોવાનો વર્તારો દેખાય છે. દરમ્યાન જ ભારતના ગુજરાતમાં રાજકોટ અને પાટણ જેવા મહત્વપૂર્ણ શહેરોમાં ગત રોજ કલેકટર કચેરીમાં જ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામા આવી હતી. કલેકટરના ઓફીશીયલ ઈમેઈલ આઈડી પર જ આ ધમકી આપવામા આવી હતી. અને તે બાદ રાજકોટ તથા પાટણ બન્ને જગ્યાએ એજન્સીઓ તથા પોલીસ સહિતનાઓ હરકતમાં આવી ગયા હતા. આ બધાયમાં દોડધામની સ્થિતી સર્જાઈ હતી. કચેરીઓ ખાલી કરાવાઈ, કર્મીઓને પણ કચેરીથી બહાર મુકી દેવાયા અને ડોગ સ્કવોર્ડ સહિતનાઓની મદદથી યુદ્ધના ધોરણે તપાસ હાથ ધરવાની સ્થિતી સર્જાઈ હતી.
બીજીતરફ દેશભરમાં વકફ સંશોધન બીલના વિષયને આંતરીક વિરોધ ચાલી રહ્યા છે. મુંબઈ સહિતના જુદા જુદા શહેરોમા માં સંગઠનો રોડ પર ઉતરેલા હોવાની સ્થિતી સર્જાયેલી છે. વકફ સંશોધન બીલનો દેશના વિવિધ રાજયોમાં વિરોધ, રસ્તા પર આંદોલનકારીઓ ઉતરી પડયા છે, બીજીતરફ ર૬/૧૧ના હુમલાવર તવ્વહુર રાણાને ભારતીય એજન્સી ભારત લઈ આવી છે, તેવા જ સમયે હવે કાશ્મીરમાં સરહદ સળગી ચુકી છે, નાપાક મુલક અંધાધુંધ ગોળીબાર કરી છે અને દેશના જવાન શહીદ થયો છે, આતંકી રાણાને ભારત લાવ્યા બાદ તેના રીમાન્ડમાં ખુલાસા થયા છે કે, આતંકીઓ માત્ર મુંબઈ હુમલો જ નહી પરંતુ કુંભમેળો, પુષ્કર મેળો, દિલ્હી નેશનલ ડીફેન્સ એકેડમી, નૌસેના કમાન્ડ સહિત ભારતના મોટા ક્ષેત્રોમાં બોમ્બ ધડાકા કરવાનો પ્લાન હોવાની કેફિયત આપી દીધી છે. આ પ્લાન પાકીસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કરે તોયબાએ કર્યો હતો અને તેના માટે આ બધાય સ્થળોની રેકી તવ્વહુર રાણાએ કરી હતી તેવી કેફિયત પણ રીમાન્ડ દરમ્યાન તે ઓકી ચુકયો હોવાનુ સામે આવી રહ્યુ છે. આપણે જાણીએ છીએ કે તવ્વહુર રાણાએ અમેરીકામાં કંપની બનાવી હતી અને તેના આધારે જ તે વિવિ સ્થળોએ ફરી અને માહીતીઓ એકત્રીત કરી પાકીસ્તાનને પહોચાડતો હતો.ર૦૦૮માં તવ્વહુર દિલ્હી, મુંબઈ અને અમદાવાદની જાત મુલાકાત કરી ગયો હતો. હવે અહી તે સમયે તવ્વહુર રાણાએ જે જે સ્થળે રેકી કરી હતી, જેની જેની સાથે મુલાકાતો કરી હતી તે સહિતના મામલે દેશની સર્વોચ્ચ એજન્સીએ ફેર છાનબીન હાથ ધરી છે. તવ્વહુરને દેશની અલગઅ લગ જે સ્થળોએ તેણે મુલાકાત કરી છે તે સ્થળે ફેરવવા, લઈ જવાનો, રી કન્સટ્રકશન કરવાનો પ્લાન પણ બનાવવામાં આવ્ય હોવાનુ સામે આવી રહ્યું છે.
આવા સમયે સરહદી ક્ષેત્રના જાણકારો સ્પષટ કહી રહ્યા છે કે, નાપાક આતંરરાષ્ટરીય સરહદ ધરાવતા કચ્છ જિલ્લામાં પણ દેશભરની અલગ અલગ એજન્સીઓ ધામા નાખીને બેઠી છે ત્યારે અહી તેઓએ પણ કોઈ ગાફેલિયત ન રાખવી જોઈએ. કચ્છમાં કાર્યરત એજન્સીઓ, તેમા સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓએ સતર્કતા દાખવી જોઈએ. તે જ સમયનો તકાજો બની રહ્યો છે. તવ્વહુર રાણાને લઈને જે તપાસ ચાલી રહી છે તેનો રેલો ચોકકસથી ગુજરાત તરફ પણ ગમે તે ઘડીએ ફંટાવવાનો છે ત્યારે કચ્છમાં પણ એજન્સીઓ ગંભીર બની અને નાપાક મુલકના કોઈ જ અડપલાઓ છાની રીતે અંજામ નથી અપાઈ રહ્યા છે તે બાબતે સંકલન વધારે અને તે માટેની ભુમિક ક્ચ્છ કલેકટરશ્રી નિભાવે તે વધારે મહત્વપૂર્ણ બની રહ્યું છે.
..................
ઘુસપેઠીયાઓ-નાપાક જાસુસીકાંડના કચ્છમાં પણ થતા રહ્યા છે ઘટસ્ફોટ?
આઈએસઆઈ પ્રેરિત જાસુસો,હની ટ્રેપ કાંડ, નકલી નોટ,તથા સ્લીપરસેલનો સિલ્લો પાછલા બે-અઢીદાયકામાં સામે આવતો જ રહ્યો છે
અમદાવાદ શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટમાં કચ્છ-ભુજનો જીમ ટ્રેઈનર શખ્સનું સત્તાવાર રીતે ખુલ્યુ હતુ નામ, તો વળી આવા તો દેશભરમાં થયેલા નાપાક કાવતરાઓમાં કચ્છની કડી પરોક્ષ રીતે જોડાતી જ રહી છે તો વર્તમાન અમદાવાદ સીપી અને તે વખતના કચ્છના એસપી શ્રી જીએસ મલિકના સમયમાં કરાંચીથી જખૌના ર૪ લાખના મસમોટા નકલી નોટના કૌભાંડનો તેઓએ કર્યો હતો ખુલાસો, આ પહેલા વર્ષ ર૦૦૯માં જ પશ્ચીમ કચ્છમાં એસઓજી પદે સેવારત રહેલા દીલીપ અગ્રવાતે પણ લખનૌથી બે પાકીસ્તાની જાસુસોને ઝડપી ભુજ-અંજરા-કંડલા સહિતની તેમની કડીઓના કર્યા હતા ખુલાસા
ગાંધીધામ : કચ્છ ભારતની સલામતી અને સુરક્ષા માટે ખુબજ અગત્યનો જિલ્લો છે. અહી નાપાક તત્વો સમયાંતરે પોતાની હરકતો કરતા જોવા મળી આવતા હોય છે. દરમ્યાન જ હવે બોમ્બ બ્લાસ્ટની ધમકીઓ ફરીથી ગુજરાતમા શરૂ થવા પામી છે ત્યારે કચ્છમાં પણ કોઈ ભેદી છાની ગતીીવીધીઓ નથી ચાલતીને તે માટેની સતર્કતા દાખવવી અનિવાર્ય બની છે અને તેવા સમયે જ જાણકારો કહી રહ્યા છે કે, પાછલા બે કે અઢી દાયકામાં વિવિધ ઘટનાક્રમો કચ્છમાં નાપાક કરતુતો સાથે સામે આવતા જ રહ્યા છે. તવ્વુહર રાણા પાકીસ્તાન પ્રેરિત આંતકવાદી સંગઠન લશ્કરે તોયબા અને ઓઈએસઆઈ જેવી એજન્સીઓ માટે કામ કરતો હતો, કચ્છમાં પણ આઈએસઆઈના નાપાક જાુસુસીકાંડ પકડવવાના અનેક કિસ્સાઓ આવી ચુકયા ભુતકાળમાં સામે. એટલે રાણાની ધરપકડ વખતે પણ ફરીથી એ ચકાસવુ જરૂરી છે કે, આવા કોઈ સ્લીપર સેલ તો કયાંક અહી સક્રીય નથી બનીને બેઠેલા ને..?
.........................
ર૬/૧૧ના આતંકી તવ્વહુર રાણાના
કચ્છમાં તો કોઈ સાગરીતો નથી ને?
ગાંધીધામ : ભારત સરકાર દ્વારા તાજેતરમાં જ ર૬/૧૧ મુંબઈ આતંકવાદી હુમલાના નાસતા ફરતા આતંકી તવ્વહુર રાણાને દિલ્હી લઈ આવવામા આવ્યો છે અને તેને કોર્ટમાં રજુ કરી અને તેની પુછતાછ કરાઈ રહી છે ત્યારે ન માત્ર મુંબઈ પરંતુ અનેકવીધ જગ્યાએ હુમલાના પ્લાનનો ખુલાસો થવા પામી ગયો છે. ત્યારે આ શખ્સને એનઆઈએ જેવી એજન્સી ગુજરાતમાં આગામી ટુંક જ સમયમાં વધુ પુછતાછ માટે અને રી કન્સટ્રકશન માટે પણ ચોકકસથી લાવશે. આવા સમયે જાણકારો કહી રહ્યા છે કે, આતંકી તવ્વહુરના કચ્છમાં તો કોઈ સાગરીતો રહેલા ન હતા ને? અમદાવાદની હોટલમાં તે રોકાયો હતો, અને રેકી કરી હતી, તે વખતે કચ્છના કોઈ શખ્સોના સંપર્કમં તો આ આતંકી રહેલો ન હતો ને? અથવા તો તવ્હુરની કચ્છની સાથે તે વખતની વર્ષ ર૦૦૮ની કોઈ કડી જોડાયેલી નથી ને? તે મામલે પણ એનઆઈએ ચોકકસથી તપાસ કરવી જોઈએ.

Comments