આશાપુરા ફાઉન્ડેશન દ્વારા માતાનામઢ ખાતે ચાલતા ફેશન ડિઝાઈનીંગ ક્લાસની બહેનોને સર્ટિફિકેટ અપાયા
માતાનામઢ : આશાપુરા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સંચાલિત આશાપુરા ફાઉન્ડેશન દ્વારા માતાનામઢ ગામમાં છેલ્લા ૧૦ વર્ષથી ફેશન ડિઝાઇનિંગ ક્લાસ ચાલી રહ્યા છે, જેમાં ૧૫૦થી વધુ બહેનો લાભ લઈ ચૂક્યા છે. આ ક્લાસમાં સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે ગામના અગ્રણી સુરેન્દ્રસિંહ જાડેજા, ગિરીશ મહારાજ, ભારતના જાણીતા એકમાત્ર મહિલા હેલ્થ સાઇકોલોજિસ્ટ ડૉ. શિલ્પાબેન દેસાઈ તેમજ તૃપ્તિબેન સાઠે હાજર રહ્યા હતા.સુરેન્દ્રસિંહે બહેનોને બહુ સારી વાત કરી હતી કે તમે જે કામ કરો છો તેમાં આગળ વધો અને દિકરીઓને ભણાવો જેથી તેઓ પગભર બની શકે. ડૉ. શિલ્પાબેને બહેનોને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય વિશે માહિતી આપી હતી. બહેનોને સર્ટિફિકેટ અને ગીફ્ટ વિતરણ કરવામાં આવી હતી. આ કામમાં આશાપુરા કંપનીના કર્મચારી હુસેનભાઇ નોતિયાર હાજર રહ્યા હતા સાથે પ્રકાશભાઈ ગોર અને હિતેશભાઈ જોશી સક્રિય રહ્યા હતા. ફાઉન્ડેશનના કર્મચારી પ્રીતિબા જાડેજા, વંદનાબેન ગોસ્વામીએ જવાબદારી ઉપાડી હતી. મેનેજર હસ્મિતાબેન ત્રિવેદીએ માર્ગદર્શન આપ્યું હતું. ફાઉન્ડેશનના ટ્રસ્ટી દીનાબેન ચેતનભાઈ શાહે દરેક બહેનોને શુભેરછાઓ પાઠવી હતી.
------

Comments