Trending News
સ્થાનિક સમાચાર

કચ્છી સાહિત્ય કલા સંઘનો ૨૫મો પરીક્ષા પ્રયોગ યોજાયો 

10 April



ભુજ : પદ્મશ્રી નારાયણ જે. જોશી ‘કારાયલ’ સ્થાપિત કચ્છી સાહિત્ય કલા સંઘનો ૨૫મો પરીક્ષા પ્રયોગ યોજાયો હતો જેમા કુલ ૨૧૦૩ પરીક્ષાર્થીઓએ ભાગ લીધો હતો. કચ્છી ભાષાના વિકાસ અને સંવર્ધન માટે ૨૦ વર્ષ સુધી કચ્છી જાણ અને સુજાણ પરીક્ષાના કેન્દ્ર ચલાવીને અને ત્યારબાદ કોરોનાકાળથી ૩૧ મી જાન્યુઆરી (કારાયલ જી ના જન્મદિવસ)થી ઓનલાઈન મોડ પર સતત પાંચમા વર્ષે પ્રારંભિક કચ્છી જાણ-સુજાણ ઈ-પરીક્ષા યોજાઈ હતી.
આ ઈ-પરીક્ષા પ્રવૃત્તિની સમગ્ર કામગીરી સંસ્થાના પ્રમુખ દિલીપરાજા કાપડી (પ્રમુખ, પુંજલ દાદાનો અખાડો, મોરઝર)ના માર્ગદર્શન મુજબ ઉપપ્રમુખ વિશ્રામભાઈ ગઢવી, ખજાનચી  રામજીભાઈ જોશી ’ રામ ’, રમેશભાઈ ભટ્ટ ’ રશ્મિ ’ અને મંત્રી રાજેન્દ્રસિંહ પલના પરામર્શન સાથે ઈ-પરીક્ષામંત્રી લહેરીકાંત ગરવા એ સંભાળી હતી. જેમાં ઉમંગ મોઢ, સૌરભ છાડવા, વિક્રમસિંહ પઢિયાર અને ઘનશ્યામ ગરવાએ સહમંત્રી તરીકે સેવા આપી હતી. લોકસાહિત્યકાર રાજેશભાઈ ગઢવી, ડો. ચેતનાબેન જોષી, ડો. કોમલબેન સચદે, દક્ષાબેન મહેશ્વરી ’ દિશા ’, નયનાબેન ચારણીયા ’ નેત્રમ ’, ભીમજીભાઈ વણકર અને કેતનભાઈ ગઢવીએ પ્રચાર-પ્રસાર માટે જરૂરી ફિલ્ડવર્ક કરીને સહયોગી બન્યા હતા. આ પરીક્ષામાં કુલ ૭૩ પરીક્ષાર્થીઓ ૧૦૦ મેળવવામાં સફળ રહ્યા તો ૫૬ પરીક્ષાર્થીઓ અનુત્તિર્ણ થયા છે. સંસ્થાએ ભાગ લેનાર તમામને અભિનંદન પાઠવ્યા હતા.
છેલ્લા ૨૫ વર્ષથી ચાલતી આ પરીક્ષા પ્રવૃત્તિ વિશે રાજીપો વ્યક્ત કરતા પદ્મશ્રી કારાયલજીએ જણાવ્યું હતું કે, સંસ્થાની સ્થાપનાથી લઈને ૨૦૨૦ સુધી વીઆરટીઆઇ માંડવીના સહયોગથી ૨૦ પ્રયોગોમાં જાણ અને સુજાણ એમ બંને પરીક્ષામાં ૬૪,૩૩૦ અને છેલ્લા પાંચ વર્ષથી યોજાતી ઈ-પરીક્ષામાં ૯,૫૮૦ એમ કુલ મળીને અત્યાર સુધી ૭૩,૯૧૦ પરીક્ષાર્થીઓ સામેલ થયા છે.
કચ્છી પરીક્ષા પ્રવૃત્તિનો ૨૫મો પ્રયોગ હોતા ૧૦૦ ગુણ મેળવનાર પરીક્ષાર્થીઓ અને પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમાંકે વધુ પરીક્ષાર્થીઓ નોંધાયેલ સંસ્થાઓ અનુક્રમે માધાપર કન્યા શાળા (તા. ભુજ), કનકપર પ્રા. શાળા (તા. અબડાસા), કુરંગા પ્રા. શાળા (જિ. દેવભૂમિ દ્વારકા)ને સન્માનિત કરાશે તેવું કાર્યાલય મંત્રી પાર્થ કાપડીએ જણાવ્યું હતું.
--------

Comments

COMMENT / REPLY FROM