Trending News
સ્થાનિક સમાચાર

અદાણી ફાઉન્ડેશન દ્વારા વૈદિક ગણિત અને એબેકસ કાર્યક્રમની કચ્છમાં નવતર પહેલ 

10 April


ઉત્થાન પ્રોજેકટ અંતર્ગત સરકારી શાળાઓના ઉત્કર્ષ તરફ ગુજરાતની આટલી શાળાઓમાં પ્રથમ પ્રયોગ

મુન્દ્રા ઉ કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાની શાળાઓમાં અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત વેદિક ગણિત અને ઍબેકસ કાર્યક્રમ સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ કચ્છ કોપર પ્રાઇવેટ લિમિટેડના સહયોગ અને એજ્યુપ્રો લર્નિંગના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયો છે. 
વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યેનો ડર દૂર કરવો, મનગમતી પદ્ધતિઓ દ્વારા અભ્યાસમાં રસભર્યા ફેરફાર લાવવો અને ભવિષ્ય માટે મજબૂત પાયો રચવાનો આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે. જે માટે ઉત્થાન, અદાણી ફાઉન્ડેશન દ્વારા એજયુપ્રો લર્નિંગ, મુંબઈ સાથે ૩ વર્ષનો એમઓયુ કરવામાં આવ્યા છે. ઍબેકસ કાર્યક્રમ ધોરણ ૫ થી ૭ના વિદ્યાર્થીઓ માટે અને વેદિક ગણિત ધોરણ ૮ અને ૯ના વિદ્યાર્થીઓ માટે શરૂ કરાયું છે. ઍબેકસ વિદ્યાર્થીઓમાં મૌખિક ગણિતની ક્ષમતા વધારવામાં મદદરૂપ બને છે, જ્યારે વેદિક ગણિત તેમને ઝડપી અને સરળ ગણિત પદ્ધતિઓ શીખવે છે. 
આ પ્રોજેક્ટના અમલ માટે ઉત્થાન સહાયકોને એજ્યુપ્રો લર્નિંગ દ્વારા તબક્કા પ્રમાણે ૧૦ દિવસનું વિશેષ પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે. ઉત્થાન સહાયકો દ્વારા દિવાળી વેકેશનથી વેદિક ગણિત અને અબેકસની જુદી જુદી પદ્ધતિઓ શાળાઓમાં અમલમાં મૂકી છે.  ૨૦૦૦થી વધુ ધોરણ ૫ થી ૭ના અને ૧૦૦૦થી વધુ ધોરણ ૮ તથા ૯ના વિદ્યાર્થીઓને ઍબેકસ અને વેદિક ગણિતની સંપૂર્ણ કીટ અદાણી ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવી છે અને તેના દ્વારા વિદ્યાર્થીઓને આ વિષય શીખવા ખૂબ જ સરળ રહ્યા છે. બાળકોને ગણિત વિષય પર પકકડ જ્માવવી એ ખૂબ જ જરૂરી છે. તેથી બાળકોને અત્યારથી જ એ માટે તૈયાર કરવા અદાણી ફાઉન્ડેશન કટ્ટીબધ્ધ છે. આ પહેલ થક્કી શાળામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક અને સ્કોલરશીપ પરીક્ષાઓ જેવીકે જવાહર નવોદય વિદ્યાલય, કોમન એંટ્રેસ ટેસ્ટ, પ્રાઇમરી સ્કોલરશોપ એકસામ, નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ અને જ્ઞાન સાધના જેવી વિવિધ પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી થશે. ઍબેકસ અને વેદિક ગણિતનો વિકાસ માત્ર ગણિત પૂરતો મર્યાદિત નથી. આ વિદ્યાર્થીઓમાં લોજિકલ થિંકિંગ અને જીવનના વિવિધ ક્ષેત્રોમાં પ્રભાવશાળી નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવે છે. સાથે જ, આ પદ્ધતિઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મજબૂત પાયો પૂરો પાડે છે.
--- 

Comments

COMMENT / REPLY FROM