બ્લેકરોકે અદાણી જૂથમાં૭૫૦ મિલિયનના ખાનગી બોન્ડ ઇશ્યૂમાં સીધું રોકાણ કર્યું
અદાણી જૂથમાં બ્લેકરોક સૌથી મોટા રોકાણકાર તરીકે ઉભર્યું
અમદાવાદ : વિશ્વના સૌથી ધનિક ઇન્વેસ્ટિંગ જાયન્ટ્સમાના એક યુએસના બ્લેકરોકે અદાણી જૂથમાં રોકાણ કર્યુ છે. તાજેતરના ડોલર ઇશ્યુમાં બ્લેકરોક અદાણી જૂથમાં સૌથી મોટા રોકાણકાર તરીકે ઉભરી આવ્યું છે. ૧૨ ટ્રિલિયન એસેટ્સનું સંચાલન કરતા યુએસ સ્થિત રોકાણકારે અદાણીમાં ૩-૫ વર્ષ માટે ૭૫૦ મિલિયનના ખાનગી બોન્ડ ઇશ્યુનો એક તૃતીયાંશ હિસ્સો લીધો છે.
અદાણી ગ્રુપનો આ બીજો ખાનગી ડોલર બોન્ડ ઇશ્યૂ છે. ફેબ્રુઆરીમાં ગ્રુપે તેના ઓસ્ટ્રેલિયન પોર્ટ ઓપરેશન્સ માટે આશરે ૨૦૦ મિલિયન એકત્ર કર્યા હતા. ડીઓજેના આરોપ પછીનો તાજેતરનો વધારો - લગભગ ચાર ગણો મોટો અને સૌથી મોટો છે. વિખ્યાત ઈન્વેસ્ટીંગ જાયન્ટ બ્લેકરોક અદાણી ગ્રુપ દ્વારા ખાનગી બોન્ડ ઇશ્યુમાં સૌથી મોટા રોકાણકાર તરીકે ઉભરી આવ્યું છે. આ રોકાણ એવા સમયે કરવામાં આવ્યું છે, જ્યારે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના આરોપ બાદ અદાણી ગ્રુપના અધિકારીઓ તપાસ હેઠળ છે. બ્લેકરોકનું રોકાણ એ વાતનો સ્પષ્ટ સંકેત આપે છે કે કાનૂની કાર્યવાહીમાં ઉદ્દવતા પ્રશ્નોથી અદાણી સમૂહની ઓપરેશનલ ક્ષમતામાં કોઈ વિક્ષેપો નહીં આવે.
બ્લેકરોકનું આ પગલું ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં તેનું પ્રથમ ખાનગી પ્લેસમેન્ટ છે. બ્લેકરોકના ચેરમેન લેરી ફિંકે અગાઉ જણાવ્યું હતું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ લાંબા ગાળાના રોકાણની સૌથી રોમાંચક તકોમાંની એક છે. કારણ કે તેનાથી સંખ્યાબંધ માળખાકીય પરિવર્તનો વૈશ્વિક અર્થતંત્રને પણ નવો આકાર આપે છે. ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાર્ટનર્સના ૧૨.૫ બિલિયનના સંપાદન બાદ કંપની બંદરો વીજળી અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. ૨૦૨૫ માં રોકાણકારોને સંબંધતા તેમણે એમ પણ કહ્યું હતું કે, આપણે એક એવી વિશાળ તકને આરે ઉભા છીએ જેને સમજવું લગભગ મુશ્કેલ છે. ૨૦૪૦ સુધીમાં નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણની વૈશ્વિક માંગ ૬૮ ટ્રિલિયન રહેશે.
બ્લેકરોક ઉપરાંત અન્ય પાંચ સંસ્થાકીય રોકાણકારોએ પણ અદાણી ગ્રુપના નવીનતમ મૂડી એકત્રીકરણમાં ભાગ લીધો હતો. જેમાં મુખ્યત્વે અમેરિકન અને યુરોપિયન રોકાણકારોનો સમાવેશ થાય છે. અદાણી જૂથ વિશ્વના સૌથી મોટા રોકાણકારોના પ્રવેશને તેમનામાં વિશ્વાસના મજબૂત મત તરીકે જુએ છે, ખાસ કરીને એવા સમયે જ્યારે ચાલુ ડીઓજે તપાસને કારણે ભંડોળ ઊભું કરવાની તેની ક્ષમતાઓ પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.
ગત વર્ષે અદાણી ગ્રુપે તેના પ્રમોટર્સ પાસેથી ૫,૮૮૮.૫૭ કરોડ રૂપિયામાં આઈડીટી સિમેન્ટેશનમાં ૪૬.૬૪% હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી. જેનો હેતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં તેની એન્જિનિયરિંગ ક્ષમતાઓને મજબૂત બનાવવાનો હતો. રિન્યુ એક્ઝિમે ત્યારથી પ્રતિ શેર રૂ. ૪૦૦ ના ભાવે ઓપન ઓફર દ્વારા વધારાનો ૨૦.૮૧% હિસ્સો હસ્તગત કર્યો છે. જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ અને તુતીકોરીન, મુન્દ્રા અને વિઝિંજામ જેવા મુખ્ય બંદરોના વિકાસ પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે જાણીતા આઈટીડી સિમેન્ટેશનને, અદાણીના લાંબા ગાળાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર મહત્વાકાંક્ષાઓ માટે એક વ્યૂહાત્મક સંપત્તિ તરીકે જોવામાં આવે છે.
આ વર્ષની શરૂઆતમાં અદાણી ગ્રુપને ઓસ્ટ્રેલિયામાં તેના કોલસા પોર્ટ યુનિટ માટે લોન મળી હતી. પોર્ટ-ટુ-પાવર સમૂહ તરફ વૈશ્વિક રોકાણકારોમાં વધી રહેલા આરામનો સંકેત આપે છે. નવેમ્બરમાં યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા અદાણી પર કથિત લાંચના આરોપ બાદ આ સૌથી મોટુ ભંડોળ એકત્ર કરવામાં અદાણી જૂથ સફળ રહ્યું છે.
----

Comments