મુંદરા વિદેશી દારૂ હેરફેરકાંડ : ઝડપાયેલ શખ્સના મોબાઈલ કોલ ડીટેલ્સ ચકાસો : મોટા ઘટસ્ફોટ થશે
પરમીટ દારૂ કૌભાંડ જ કેમ ન ગણી શકાય?
મુંદરામાં કસ્ટમનું બોર્ડ લગાડી પોર્ટમાંથી શરાબ બહાર દારૂ કાઢવાના કારસ્તાનનો પોલીસે ચોકકસ બાતમીના આધારે કરેલ ખુલાસા ટાંકણે સુચક ઈશારા
ડયુટી ફ્રી શોપના બની બેઠેલાઓ પાસપોર્ટની કોપીઓ રાખી તેના આધારે વિદેશ લીકર બેરોકટોક બહાર કાઢતા હોવાનો પણ થશે ખુલાસો : ક્રૂ સભ્યોના પાસપોર્ટની કેટલી કોપીઓ કરવામાં આવતી હોય છે? એકસેસિવ લીકર ડયુટી ફ્રી શાપમાં સ્ટોક રજીસટર્ડમાં દેખાાડાયો જ કઈ રીતે? આટલી તપાસ કરશે તો પણ સિન્ડીકેટના કારનામાઓ-મોડસ ઓપરેન્ડીનો આપોઆપ થશે ભાંડાફોળ
ખાટલે મોટી ખોટ : હજારો કરોડોનું ડ્રગ્સ-૪૮ કરોડથી વધારેની પ્રતિબંધીત ઈ-સીગારેટ જડપાઈ ચૂકયા બાદ હવે સેઝના ડયુટી ફ્રી શોપમાથી ઈંગ્લીશ લીકરની હેરફેરના કારસ્તાનનો થયો ખુલાસો : જો આ જ રીતે લાલીયાવાડી ચાલતી રહી તો દેશની સલામતી માટે જોખમ સર્જતા સર-સામાન આવી જતા પણ વારી નહી થાય..! : લીકર પરમીટ શોપધારકોની અન્યત્ર પણ થવી જોઈએ ક્રોસ ચકાસણી
મુંદરા સ્થાનિક પોલીસ તથા મુંદરા પોર્ટ સિકયુરીટીવાળાઓની જાગૃતી સરાહનીય : બન્નેની સંકલનભરી કામગીરીથી કારનામુ ખુલ્યુ.હવે મુળીયા ઉલેચતી ધાક બેસાડતી
કાર્યવાહી કરાય તે વધુ ઈચ્છનીય
ગાંધીધામ : દેશના મહાબંદરો પૈકીના કંડલા અને મુંદરા બંદર વર્તમાન સમયે વીવિધ પ્રકરણોને લઈને ભારે ચર્ચામાં રહેવા પામી ગયા છે. કયારેક કંડલા તો કયારેક મુંદરા વિસ્તારમાં મીસીડીકલેરેશના ગંભીર પ્રકરણો બહાર આવવા પામી રહ્યા છે. દરમ્યાન જ વધુ એક વખત મુંદરામાથી વિદેશી શરાબને ગેરકાયદેસર રીતે ઓપન માર્કેટમાં લઈ જવામાં આવતા હોવાનો ખુલાસો થવા પામ્યો છે. અહીની સિકયુરીટીવાળાઓએ
જાગૃતતાપૂૃવક તપાસ કરતા સ્કોચ વ્હીસ્કી જે વિદેશી બનાવટની છે અને ડયુટી ફ્રી વાઈન શોપમાં ઉપલબ્ધ હોઈ શકે છે, જે લીકર માત્ર વેશલ્સમાં જ આપવાનો થતો હોય છે તેના બદલે ગેટથી એક વાહનમા બહાર કાઢવામા આવતો હોવાનુ કારનામુ બહાર આવવા પામ્યું છે. તેની સાથે આ કૃત્યને અંજામ આપતો એક શખ્સ પણ મુંદરાનો ઝડપાવવા પામી ગયો છે. આ પ્રકરણ તો પાસેરામા માત્ર પુણી સમાન જ હોય તેમ દર્શાવવા પામી રહ્યુ છે. આ મામલે જાણકારો કહી રહ્યા છે કે, મુંદરામાંથી વિદેશી લીકરને ગેરકાયદેસર રીતે બહાર લઈ જવામાં આવતો હતો તેમા અનેક સવાલો હવે ઉઠવા પામી રહ્યા છે. સૌ પ્રથમ તો મુંદરા પોલીસ કે જેની પાસે ચોકકસ બાતમી આવી અને આ કાર્યવાહીને ડામવાની કાર્યવાહી કરી દેખાડી છે તેની સાથે જ સિકયુરીટીવાળાઓ પણ જે ઝિણવટભરી તપાસ હાથ ધરી અને રંગેહાથ મુદામાલ સાથે એક શખ્સને દબોચી લીધો છે અને આ બન્નેની કાર્યવાહી સરાહનીય જ કહી શકાય તેમ છે. હવે આ આખાય પ્રકરણના મુળીયા ઉલેચવા વધારે જરૂરી બની રહ્યા છે. આ દીશામાં સૌ પ્રથમ તો સવાલ એ થાય છે કે, મુંદરામાં વિદેશી સ્કોચની બોટલો આવી કયાંથી? સીધો જ જવાબ છે કે, ડયુટી ફ્રી શોપમાં જ તે આવી શકે. નિયમ અનુસાર અહી વેશલ્સની અંદર સપ્લાય કરી શકાય છે પરંતુ ડયુટી ફ્રી વિદેશી લીકર બહાર ઓપન માર્કેટમાં વહેચી શકાતો નથી.એટલે સૌ પ્રથમ તો ડયુટી ફ્રી શોપ માલીકની અહી ચકાસણીઓ કરવાની જરૂર છે? અથવા તો તેના સ્ટાફની? તેની સાથે કસ્ટમના જવાબાદર અધીકારીઓ, નશાબંધી વિભાગના અધિકારીઓની પણ ચકાસણીઓ કરવી જોઈએ કે તેઓએ આ લીકર આટલો બધો બહાર નીકળતો હતો તો સ્ટોક વેરીફીકેશન શું કર્યુ? જાણકારો કહી રહયા છે કે આ કેસમાં ઝડપાયેલા શખ્સના મોબાઈલ ફોનના કોલ્સના સીજીઆર ડેટા એટલે કે કોલ ડીટેલ્સની ચકાસણીઓ કરવાની જરૂર છે, તો તે વ્યકિત કોના કોના સંપર્કમાં હતો, કોની કોની મદદથી અને મીલીભગતથી આ રીતે વિદેશી દારૂ બહાર કાઢી જતો હતો? તે સહિતના કઈક મેાટા ઘટસ્ફોટ થવા પામી શકે તેમ છે. હવે જરૂરી છે મુંદરા પોલીસ આ દીશામાં કડકાઈથી કાર્યવાહી કરી દેખાડે અને સમગ્ર પ્રકરણ પરથી પડદો ઉચકે.
..............
જીએસટી તંત્રની પણ બેદરકારી : આયોજનબદ્ધ
કૌભાંડથી જીએસટીની પણ થાય છે મોટી ચોરી
આ બાબતે સૈજ એકમના ડયુટીશોપ માલીક પર કેમ વોચ ન રખાઈ? શો કોઝ નેાટીસ પાઠવીને હવે લેવા જોઈએ કડક પુછાણા? જીઈઢની બહાર અનધિકૃત વેચાણ અધિકારીઓની ભૂલ સમાન જ ગણાય.!
ગાંધીધામ : ડયુટી ફ્રી લીકર શોપને કાયદા અનુસાર, કોઈપણ કર જવાબદારી વિના જીઈઢ ની અંદર દારૂ વેચી શકે છે. લાયસન્સ વિના જીઈઢ ની બહાર કોઈપણ પ્રકારનો દારૂ વેચવો ગેરકાયદેસર છે. ત્યારે અહી મુંદરામાંથી દારૂ બહાર જતો હોવાનો ખુલાસો થયો છે ત્યારે ટેક્ષની પણ અહી મોટા પાયે ચોરી થઈ જ છે તે પણ નકકી થાય છે. હકીકતમાં આ અંગે જીએસટી, એકસાઇઝ વિભાગે પણ હરકતમાં આવવુ જોઈએ અને પોલીસથી ડેટા મેળવી તપાસ આગોતરી રીતે આદરવી ઘટે.
........................
કચ્છનું નશાબંધી વિભાગ કેમ અંધારામાં? શું પૈસાની મોહીનીના
ત્રાજવેે તોળાઈ ગયું? રાજય એકમ ફટકારે શો કોઝ નેાટીસ?
મુંદરામાં ત્રણેક વર્ષ અગાઉ પણ ડયુટી ફ્રી વાઈન શોપનું લાયસન્સ બહાર વિદેશી શરાબના વેપલા થકી જ પ્લેનેટ એફ એન્ડ બીએનું રદ કરવાની થઈ ચૂકી છે કાર્યવાહી, પરંતુ તે બેઅસર જ નીવડી હોય તેમ ફરીથી અહીથી વિદેશી દારૂ બહાર કાઢવાની સિન્ડીકેટ કરી ગઈ હિમત : તે વખતે સરકારને પ૪ લાખનુ થયુ હતુ નુકસાન : આ પે પેઢીને મુંદરા સૈઝમાં એક જ સેગમેન્ટમાં મંજુરી અપાઈ હતી છતા પણ ચારે ચાર સેગમેન્ટમાં વેંચાણ કર્યુ હોવાનુ પણ તે વખતે ખુલયુ હતુ
’
ગાંધીધામ : મુંદરામાં વિદેશી સ્કોચ વ્હીસ્કીની ગેરકાયદેસર હેરફેરનો ખુલાસો થવા પામી ગયો છે ત્યારે કયાંક ને કયાંક ડયુટી ફ્રી શોપમાથી આ માલ બહાર નીકળતો હોવાની આશંકા સેવાઈ રહી છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, જો આ વાતમાં હકીકત હોય તો પછી નશાબંધી અને આબકારી વિભાગની તેમા પુરેપુરી જવાબદારી બની રહી છે. કોઈ પણ રીતે તેઓના ધ્યાને આ વાત આવી ન હોય તો નશાબંધી આબકારી વિભાગના જિલ્લા તથા મુંદરા સ્તરના અધિકારીઓની મોટી ભુલ જ કહી શકાય તેમ છે. આ માટે રાજય નશાબંધી એકમ દ્વારા આ તમામને શો કોઝ નોટીસ ફટકારી અને તેમની કડકાઈથી પુછતાછ કરવી જોઈએ. લીકર જે પકડાયો છે તે સિકયુરીટી ગાર્ડ તથા મુંદરા સ્થાનિક પોલીસે પકડયો છે. નશાબંધી આબકારી વિભાગના ધ્યાને આ મુજબની હેરફેર કયાંય પણ રેકર્ડ પણ ન આવી તે પરોક્ષ રીતે આવા કૌભાંડમાં જવાબદાર કર્મી-અધિકારીઓની મીલીભગત બરાબર જ બની રહે છે.

Comments