Trending News
સ્થાનિક સમાચાર

ભુજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા સ્વામિનારાયણ જયંતિ ઉત્સવ ઉજવાયો 

09 April


ભુજ : ભાનુશાલીનગર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ગુરુહરી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી ભગવાન  સ્વામિનારાયણનો ૨૪૪મો પ્રાગટ્ય દિન તથા મર્યાદાપુરુષોત્તમ ભગવાન રામચંદ્રજીનો પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમ પૂર્વક દિવ્યતા સાથે ઉજવાયો હતો. વિશાળ સંખ્યામાં હરિભક્તો ભાઈઓ-બહેનો સંતો તથા આમંત્રિત મહેમાનો ઉત્સવમાં સહભાગી થયા હતા. ધૂન પ્રાર્થના તથા પ્રાગટ્ય ઉત્સવના કીર્તનો પૂજ્ય પરમ ચૈતન્ય સ્વામીએ રજૂ કર્યા હતા. કોઠારી વિવેકમંગલ સ્વામીએ પ્રાસંગિક ઉબોધન કર્યું હતું. આ ઉત્સવમાં ભુજ કબીર મંદિરના મહંત કિશોરદાસજી મહારાજ, વાંઢાય ઈશ્વરઆશ્રમના મહંત ભરતદાસજી મહારાજ તથા આરએસએસ કચ્છ વિભાગના સંઘચાલક હિંમતસિંહજી વસણ, અગ્રણી વકીલ કલ્પેશભાઈ ગોસ્વામી સહિતના અગ્રણીઓ ઉત્સવમાં સહભાગી થાય હતા અને પોતાના પ્રસંગોચિત પ્રતિભાવો રજૂ કર્યા હતા. 
અત્રે ઉલ્લેખનીય છે કે સ્વામિનારાયણ જયંતિની આગોતરી ઉજવણી રૂપે અગાઉના પાંચ દિવસ દરમિયાન બીએપીએસ સંસ્થાના મધ્યસ્થ કાર્યાલયની પ્રેરણાથી તમામ હરિભક્તોના ઘરે અલગ અલગ વિષય પર પાંચ દિવસની ઘર સભાઓ યોજાઈ હતી અને શ્રીજી મહારાજના સમાજને દિવ્ય પ્રદાનને યાદ કરી સૌએ ભાવપૂર્વક અંજલિ અર્પણ કરી હતી. ઉત્સવ પ્રસંગે ભગવાનને અન્નકૂટ ધરાવાયો હતો. જન્મોત્સવ નિમિત્તે ઘણા હરિભક્તોએ નિર્જળા ઉપવાસ કરી ભક્તિ અદા કરી હતી. જે પૈકી નિર્જળા ઉપવાસ કરનાર બાળકોનું સંતોએ વિશિષ્ઠ સન્માન કર્યું હતું. સ્વામિનારાયણ ભગવાનના વખતના સગરામ ભગત, જોબન પગી વગેરે હરિભક્તોના પ્રસંગો દ્રશ્ય શ્રાવ્યના માધ્યમથી સૌએ માણ્યા હતા. અંતમાં સંતો સાથે ઉપસ્થિત સૌ હરિભક્તો તથા મહાનુભાવો જન્મોત્સવની આરતીમાં જોડાયા હતા. કોઠારી વિવેકમંગલ સ્વામીના માર્ગદર્શનમાં કાર્યકરોએ વ્યવસ્થા સાંભળી હતી. 
----------

Comments

COMMENT / REPLY FROM