લુણવામાં આવેલી કંપનીઓના પ્રદુષણથી ગ્રામજનો બન્યા પરેશાન
ગાંધીધામ : ભૂકંપ બાદ આવેલા અનેક ઉધોગોથી પ્રદુષણ વધ્યો પણ કંપની મનમાની કરી ગામના માણસોને નોકરી પર લેવામાં નથી આવતા, હાલમાં અનેક યુવાનોને નોકરી માંથી છુટા કરેલાં છે. લુણવા નજીક આવેલી હોડકોકની કંપનીઓ બેફામ પણે પ્રદુષણ ફેલાવી રહી છે, જેના કારણે ગામમાં રહેતા લોકોને રોજગારીથી વંચિત સાથેસાથે પ્રદુષણનો ભોગ બનતા ગ્રામજનો આ બાબતે લઈ મૌન સેવી રહ્યા છે. જનપ્રતિનિધિઓને પોતાનાં આર્થિક લાભ ધંધામાં કંપનીઓ સાથે મિલીભગત મિલ બાટકે ખાવની નિતી અપનાવી રહ્યા છે.
લુણવા ગામે આવેલી કંપનીઓમાં ગામના માણસોને નોકરીમાં લેવા સખ્ત મનાઈ કરી રહ્યા છે. કંપનીઓ સરકારશ્રીના ૮૫ ટકા લોકલ પ્રાધાન્ય આપવાના નિયમોનો સરેઆમ ભંગ કરી સરકારી પરીપત્રોને ધોળીને પી જાય છે. લુણવા ગામે બે કંપનીઓ બંધ હાલતમાં છે અને ચારથી પાંચ કંપનીઓ ચાલુ છે. તેમાં ગામના લોકોને નોકરી આપવામાં સખ્ત મનાઈ કરવામાં આવી રહી છે. હાલમાં ૬૦ થી યુવાનો રજા આપી દેવાતા હાલમાં લોકો બેરોજગાર બન્યા છે. ચુંટાયેલા જન પ્રતિનિધિઓ નિષ્ક્રિય કે પછી કંપની સાથે પોતાના સંબંધ સાચવી લેવા ધંધામાં આર્થિક લાભ માટે લાગવગીયાને કંપનીઓમાં સેટ કરી અને નાના લોકો, ગરીબ લોકો બેરોજગારો બન્યા છે. ચુંટાયેલા પ્રતિનિધિઓ સામે યુવાનોમાં રોષ વ્યાપી રહ્યો છે.

Comments