સમસ્ત જૈન સમાજ માધાપર દ્વારા ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી કરાશે
ભુજ : સમસ્ત જૈન સમાજ માધાપર દ્વારા ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી કરાશે. તા.૧૦/૪ને ગુરૂવારના રોજ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે સવારે ૯ કલાકે કન્યા શાળા માધાપર પાસેથી ૫૧ ગાડી ઘાસને પ્રસ્થાન આપવામાં આવશે. સવારે ૯ઃ૧૫ કલાકે ભગવાન મહાવીર સ્વામીની ભવ્ય શોભાયાત્રા સમગ્ર માધાપર નગરમાં ફરશે, જેનું આયોજન મૂર્તિપૂજક જૈન સંઘ માધાપર દ્વારા કરવામાં આવ્યું છે
જૈન જાગૃતિ સેન્ટર માધાપર દ્વારા જન્મોત્સવ પ્રસંગે યક્ષ મંદિર ગ્રાઉન્ડમાં જ ઘાસ માટે ગાયોને તડકો ન પડે એ માટે ૨૦૦૦ ફૂટના વિશાળ મંડપની વ્યવસ્થાનું આયોજન કરાયું છે. સમસ્ત જૈન સમાજ માધાપરનું બપોરે ૧૨ કલાકે કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ વાડીમાં નવકારશી જમવાનું આયોજન કરવામાં આવ્યું છે. ૫૧ ગાડી ઘાસમાં મુખ્ય દાતા અનશન વ્રતધારી જૈન સમાજ રત્ન તારાચંદભાઈ જગદીશભાઈ છેડા પરિવાર રહેશે . ખીચડી ઘર બાળકોને ભોજનના લાભાર્થી પરિવાર ડો. બી બી મહેતા પરિવાર તથા ખંડોર હિંમતલાલ માવજીભાઈ પરિવાર, રોટલા તથા સ્વાન કેન્દ્રમાં ખીચડી, દહીં, ચોખાના દાતા માતૃશ્રી શાંતાબેન ભગવાનજીભાઈ ખંડોર પરિવાર, અંધજન મંડળ - માધાપર તથા વૃદ્ધા આશ્રમમાં ભોજનના લાભાર્થી દાતા માતૃશ્રી મંછીબેન સ્વરૂપચંદ ભાભેરા પરિવાર, નેમચંદભાઈ પ્રાગજી મહેતા પરિવાર, રસિકલાલ મણીલાલ સંઘવી પરિવાર રહેશે. પક્ષીઓને પાણીના કુંડાના લાભાર્થી દાતા તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ કચ્છ તથા જૈન જાગૃતિ સેન્ટર માધાપર રહેશે
સમગ્ર માધાપરમાં ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની શુભેચ્છાની ૫૦ કમાનો લગાવી અહિંસાનો સંદેશ આપવામાં આવશે એવું સમસ્ત જૈન સમાજના પ્રમુખ હિતેશભાઈ ખંડોરે તથા મહામંત્રી સંજયભાઈ મહેતાએ જણાવ્યું હતું. આ પ્રસંગે સમસ્ત સંઘમાં આયંબિલની ઓળી, નવકાર મંત્રના જાપ, આરાધના ચાલી રહી છે. પરમ પૂજ્ય અંજનાબાઈ મહાસતીજી, પિયુષાબાઈ મહાસતીજીતથા પદ્મિનીકુમારી મહાસતીજી આદિ ઠાણા ૮ બિરાજમાન છે. સમગ્ર આયોજન મૂર્તિ પૂજક સંઘના પ્રમુખ વસંતભાઈ મહેતા, સ્થાનકવાસી સંઘના પ્રમુખ વસંતભાઈ મહેતા, તેરાપંથ સંઘના પ્રમુખ સુરેશભાઈ મહેતા અને સંઘના હોદ્દેદારો તથા જૈન સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
-----

Comments