Trending News
સ્થાનિક સમાચાર

વરસામેડી ડેમમાંથી રેતીચોરીના કૌભાંડનો પર્દાફાશ

08 April




પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટીમનો સપાટો :૯૦ લાખથી વધુના મુદ્દામાલ કર્યો કબ્જે : રેતીચોર ટોળકીમાં ફફડાટ


ડેમમાથી રેતી ચોરી કરતા બે ડમ્પર- બે જેસીબી, સાદી માટી ખનીજ ગેરકાયદેસર ખનનમાં વપરાયેલા સાધનો કરાયા સિજ



ગાંધીધામ : પૂર્વ કચ્છ ભુસ્તરશાસ્ત્રી એન એ પટેલના સીધા જ માર્ગદર્શન હેઠળ વીવિધ પ્રકારની ચાલતી ખનીજચોરી પર સતત તવાઈ બોલાવવામા આવી રહી છે. દરમ્યાન જ તેઓની ટીમ દ્વારા અંજારના વરસામેડીના ડેમમાથી રેતી ચોરીના કારનામાનો પર્દાફાશ કરી દીધો છે. તેઓએ અહીથી ૯૦ લાખ જેટલા મુદામાલ કબ્જે કરી લીધો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમની ટીમ દ્વારા સતત કરવામા આવી રહેલી ધાક બેસાડતી કાર્યવાહીથી ખનીજ-માટી-રેતી ચોર ટોળકીમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આ બાબતે ખાણવિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર ભૂસ્તરશાસ્ત્રીશ્રી ના માર્ગદર્શન હેઠળ તા.૦૭/૦૪/૨૦૨૫ ના ખાણ ખનીજ ટીમ દ્વારા ચેકિંગની કામગીરી દરમ્યાન વારસામેડિ ખાતેના ડેમમાં બે જેસીબી તથા બે ડમ્પર દ્વારા સાદીમાટી  ખનિજના ગેરકાયદેસર ખનન  વહન કરતા અટકાયત કરી સીઝ કરી  કચેરી ના કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલ છે.જે ખનિજ કીમત સાથે કુલ ૯૦ લાખ કિમતનો મુદામાલ સીઝ કરી નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરી છે. 

.............

Comments

COMMENT / REPLY FROM