Trending News
સ્થાનિક સમાચાર

નર્મદા જળની લાઈનમાંથી પાણી ચોરીને અટકાવો : - તો ભુજ-પશ્ચિમ કચ્છમાં પાણીનો કકળાટ અટકે : કયા ભ્રષ્ટતત્વોની છે બલિહારી..!

05 April


શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકોને પીવાનું પાણી પહોંચાડવા નખાયેલી લાઈનમાંથી પાણીની ચોરીનું દુષણ બન્યું વ્યાપક : જવાબદાર તંત્રના કેટલાક ભ્રષ્ટ કર્મીઓની સાંઠગાંઠથી ધમધમી રહ્યા છે ગેરકાયદેસર જોડાણ 

હાઈવે વિસ્તારમાં આવેલ અમુક હોટલ-ઢાબાઓ, સર્વિસ સ્ટેશન સહિતના વાણિજ્ય એકમોના જોડાણની ચકાસણી જરૂરી : નર્મદા નિગમ દ્વારા ફાળવાતું પાણી મૂળ વપરાશકર્તા સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવું અનિવાર્ય

ખાટલે મોટી ખોટ : કેનાલમાં સફાઈ હાથ ધરવાની હોવાથી-સમારકામ કરવાનુ હોવાથી પાણી છોડવાનુ બંધ કરાયુ, 
તેની અગમચેતીના ભાગરૂપે થયેલ સંકલન બાદ વાગડ પટ્ટામાં કેનાલમાં ઠેર-ઠેર બકનળીઓ સહિતના ગેરકાયદેસર જોડાણો દુર કરવામા અવે છે, તે શું સુચવી જાય છે? કેનાલમાં મોટરો-બકનળીઓ 
વરસોથી લાગેલી જ છે, તેમાથી પાણી ચોરી કરવામા આવે જ છે, તો હવે આ કાર્યવાહી કેમ તંત્ર કરી શકયુ? સરકારી તંત્ર ધારે તો શું નથી કરી શકતું? : બકનળીઓ-ગેરકાયદેસર મોટરો લગાડી પાણી જે ઉસેડી રહ્યા હતા તેમની સામે તો કાર્યવાહી કરવી જ જોઈએ, પરંતુ જે વિસ્તારમાથી આવુ થયુ છે  તે વિભાગના પાણી પુરવઠા બોર્ડ હોય કે સિંચાઈ વિભાગ, તેના લાપરવાહોની સામે પણ લેવા જોઈએ પગલા, તેમને પણ આપવુ જોઈએ પાણીચું..! : આ ગેરકાયદેસર પાણી ચોરી લાંબા સમયથી ચાલતી નહી હોય તેની શું ખાત્રી? કેમ આ વિભાગના પાણી પુરવઠા બોર્ડના જવાબદારોને તેની ગંધ શુદ્ધા પણ આવી? કે પછી તગડા સલિયાણાઓ તેમને મળી જતા હતા? પાણી ચોરી કરનારા કદાચ માથા ભારે શખ્સો હતા, તો પાણી પુરવઠા બોડ દ્વારા પોલીસની કેમ મદદ લેવામા ન આવી?

કેટલીક કંપનીઓ તો એક કરતા વધારે જોડાણો પણ ધરાવી રહી છે? આવા એક કાયદેસર ઉપરાતના અન્ય જોડાણો આ કંપનીઓને મળે છે કેવી રીતે? આપે છે કોણ?


ગાંધીધામ : : કચ્છ જિલ્લામાં નર્મદાના નીરના અવતરણ બાદ એક સમયે પીવાના પાણી માટે વલખા મારતા કચ્છ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં પીવાના પાણી માટે પાઈપલાઈન વાટે નર્મદાના નીર પહોંચતા થયા છે. ખાસ કરીને સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી પહોંચાડવા દોડતા ટેન્કરો ઓછા થયા છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકોને નર્મદાના જળ મળતા થતાં મોટી રાહત મળી છે. છેલ્લા થોડા સમયથી નર્મદાની લાઈનમાંથી પાણીની ચોરીની ફરિયાદ વધી છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકોને પહોંચાડવા લાઈનમાં વહેતા પાણીની ચોરીનું દુષણ વ્યાપક બન્યું છે. 
આ અંગે જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર નર્મદાની લાઈનમાંથી ગેરકાયદેસર રીતે પાણીની ચોરી કરતા તત્ત્વો સક્રિય થયા છે, જેથી નર્મદા નિગમ દ્વારા જે-તે વિસ્તાર માટે ફાળવવામાં આવેલ પાણીનો પુરતો જથ્થો તે વિસ્તાર સુધી પહોંચે તે પહેલાં જ પાણીની ચોરી કરતા જળમાફિયાઓ મોટો જથ્થો અંગત લાભ માટે ઉલેચી રહ્યા છે. ખાસ કરીને પાણીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ ઉપરાંત હાઈવે પર ધમધમતા કેટલાક હોટલ - ઢાબાઓ, સર્વિસ સેન્ટર વગેરે વાણિજ્ય એકમો પર પાણીની બેફામ ચોરી કરવામાં આવે છે. સૂત્રોનું માનીએ તો જ્યારે લાઈન બંધ હોય ત્યારે અસામાજિક તત્ત્વો તેમાં ચેડાં કરી ગેરકાયદેસર જોડાણ મેળવી લેતા હોય છે.
મૂળ સ્થાન સુધી નર્મદાના પાણી પહોંચે તે પહેલાં જ પાણીનો મોટો જથ્થો પાણીચોરો ઉલેચી લેતા હોવાથી લોકો સુધી પુરતું પાણી પહોંચતું નથી. હાઈવે ઉપરાંત રણ વિસ્તારમાં પણ પાણીચોરીનું દુષણ વ્યાપક બન્યું છે. બન્ની વિસ્તારના જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર રણમાં ચાલતી કોમર્શિયલ પ્રવૃત્તિઓમાં પાણીચોરીનું પ્રમાણ ઉંચુ છે. ખાસ કરીને રણોત્સવ દરમ્યાન ધંધાર્થીઓ દ્વારા તંત્રના કેટલાક ભ્રષ્ટ કર્મીઓ સાથે સાંઠગાંઠ કરી ગ્રમાય અને વાંઢ વિસ્તારના લોકો માટે લાઈનમાં વહેતું પાણી બારોબાર ખાનગી કોમર્શિયલ એકમો પર પહોંચી જતું હોય છે.વાગડ વિસ્તારમાં પાણીની તંગી અટકાવવા નર્મદાની કેનાલ બંધ થવાના સમયગાળામાં કેનાલમાં પાણીનો જથ્થો પીવાના પાણીના ઉપયોગ તરીકે અનામત રાખવા નિર્ણય લેવાયો છે સાથે જ મોમાયમોરાથી સુવઈ સુધીના વિસ્તારમાં નાખેલ બકનળીઓ તંત્ર દ્વારા કાપી નાખવામાં આવી છે. તંત્રએ ગેરકાયદેસર જોડાણો કાપવા સાથે આવનાર દિવસોમાં જો પાણીની ચોરી થશે તો કાયદાકીય પગલાં લેવાની ચેતવણી પણ આપી છે ત્યારે જિલ્લા મથક ભુજ, ખાવડા સહિત પશ્ચિમ કચ્છમાં નર્મદાનું પાણી પહોંચાડવા નાખવામાં આવેલ નર્મદાની લાઈનમાંથી થતી પાણી ચોરીને અટકાવામાં આવે તેવી ટકોર જાગૃત નાગરિકો કરી રહ્યા છે. બેફામ બનેલા પાણીચોરો સામે જવાબદાર તંત્રવાહકો દ્વારા કાર્યવાહી કરવામાં 
આવશે તો જ ભરઉનાળે કચ્છવાસીઓને તેમના હક્કનું નર્મદાનું પાણી મળી શકશે તેવું જાણકારો વધુમાં જણાવી 
રહ્યા છે.

Comments

COMMENT / REPLY FROM