Trending News
સ્થાનિક સમાચાર

મિરજાપરમાં બોગસ ખેડૂત ખાતેદાર બની કિંમતી જમીન મેળવી લેવાઈ

04 April

ભુજના જાણિતા તબીબના પરિવાર વિરૂદ્ધ આધાર - પુરાવા સાથે વહિવટી તંત્રમાં કરાઈ રજૂઆત : તલસ્પર્શી તપાસ થાય તો રેવન્યુ - વહિવટી વિભાગના ભ્રષ્ટ અધિકારીઓના પગ નીચે આવશે રેલો : જાગૃત નાગરિકની રજૂઆત બાદ મહેસુલ વિભાગમાં હડકંપ : ભુજના એરપોર્ટ રોડ ઉપર ભોગસ ખેડુતોની જમીનનો વિવાદની ચર્ચાએ ગરમી પકડી


ભુજ : વિતેલા બે - અઢી દાયકા દરમ્યાન કચ્છમાં થયેલા વિકાસ બાદ રિયલ એસ્ટેટ સેકટરમાં ભારે તેજી જોવા મળી છે. કચ્છમાં જમીનોની કિંમત આસમાને પહોંચી છે. સાથે જમીન કૌભાંડનો ગ્રાફ પણ ઉચકાયો છે. સરકારી તંત્રમાં ખદબદતા ભ્રષ્ટાચારના કારણે જમીન સબંધી ગોટાળાઓની ફરિયાદો વધી છે. ત્યારે ભુજ નજીકના મિરજાપર ગામમાં બોગસ ખેડૂત ખાતેદાર બની આચરવામાં આવેલ જમીન કૌભાંડ હાલે ટોક ઓફ ધ ટાઉન બન્યું છે. હાલમાં કેટલાક ભોગસ ખેડુત ખાતેદારની ચર્ચા બજારમાં ગરમી પકડી છે ત્યારે મિરજાપરની જમીન વિવાદ બાદ એરપોર્ટ રોડ પણ ભોગસ ખેડુત ખાતેદારની જમીન વિવાદની ચર્ચાએ આગ પકડી છે. હાલ કલેકટર કચેરી સહિત સરકારી કચેરીઓમાં ભોગસ ખેડુત ખાતેદારોના વચોટીયાઓની અવર - જવર વધી ગઈ છે. હાલ રેવેન્યુમાં દરેક ચીજના ભાવ બજારમાં ફરતા હોવાની ચર્ચાએ ગરમી પકડી છે ત્યારે મીરઝાપરના જમીનનો મુદ્દા ભુકંપ સર્જાયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ભુજ તાલુકાના મિરજાપરની બિનખેતી જમીન ભુજના તબીબ અને તેમના પુત્રના નામે નોંધાયેલી છે. આ જમીન  વર્ષ ૧૯૮૩માં નાયબ કલેકટરના હુકમથી અન્ય નામે મંજૂર થઈ હતી. 
આ બાબતે અલી મોહમ્મદ આરબ ચાકી દ્વારા વહિવટીતંત્ર અને સબંધિત વિભાગમાં કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, વર્ષ ૧૯૮૩માં થયેલ હુકમ કરતી વખતે ફોરેસ્ટ વિભાગનો અભિપ્રાય લેવામાં આવ્યો નથી. આ ઉપરાંત લાગુ જમીન અંગે ડીઆઈએલઆર કચેરીના જે તે વખતના અધિકારીએ ગેરકાયદેનો અભિપ્રાય આપ્યો હોવા છતાં તેની અવગણના કરાઈ હતી. લાગુની જમીન ફોરેસ્ટમાં આવતી હોવાથી શ્રીસરકાર દાખલ થઈ છે. બાકી રહેતી જમીન  તેના હુકમની શરત મુજબ લાગુની જમીન સાથે ભેળવી દેવાની હતી, જે કરવામાં આવ્યું નથી. જેથી મિરજાપરની તે જમીન જે તબીબના પુત્રના નામે છે. તેમાં શરતભંગ કરાયો હોવાથી શ્રીસરકાર લેવા માંગ કરાઈ છે. અલી મોહમ્મદ આરબ ચાકીએ વિવિધ કચેરીઓમાં આધાર - પુરાવા સાથે રજૂઆત કરી છે. આ બાબતે તબીબ પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો પરંતુ સંપર્ક થઈ શક્યો ન હતો.



...............

આવકવેરો બચાવવા બક્ષીસ દસ્તાવેજ બનાવ્યા ’


ભુજના પ્રતિષ્ઠીત તબીબે સરકારશ્રીને ઈન્કમટેક્સ ન ભરવું પડે તે માટે ખોટા અને કાયદા વિરૂદ્ધના બક્ષીસ ખત રજીસ્ટર કરાવેલ છે. જે મિલકત ખરેખર તેમના દ્વારા બેનામી રીતે અન્યના નામે ખરીદવામાં આવી હતી. તે ખોટી રીતે બક્ષીસ દસ્તાવેજથી પોતાના નામે કરાવી છે તેવો આક્ષેપ અરજદારે કર્યો હતો.



................


તબીબના પરિવારનો કોઈ સભ્ય ખેડૂત ખાતેદાર નથી 


જિલ્લા વહિવટી તંત્ર અને સબંધિત વિભાગમાં અરજદારે કરેલી રજૂઆતોમાં આક્ષેપ કરાયો છે કે, ભુજના તબીબ કે પરિવારના કોઈ જ સભ્ય ખેડૂત ન હોવા છતાં ખેડૂત બન્યા હોવાનો દાવો કરાયો છે. હાલની જમીન ખોટા વિલ ઉભા કરી ખેડૂત ન હોવા છતાં પોતાના નામે દાખલ કરાવી છે. 

Comments

COMMENT / REPLY FROM