Trending News
સ્થાનિક સમાચાર

મુંદરાથી લઈ કાસેઝ સુધીમાં એજન્સી ત્રાટકીની ચકચારથી આંતરીક ઉહાપોહ : CBI-ED-DRI ના નામો ઉછળ્યા

04 April


મુંદરા-કંડલામાં પાછલા કેટલાક સમયથી દેશવ્યાપી અને આંતરરાષ્ટ્રીય કક્ષાના મસમોટા મિસડીકલેરેશન અલગ અલગ કૌભાંડોની ચાલી રહી છે તપાસ, તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય હવાલા કૌભાંડનો પણ થયો છે ખુલાસો, અલગ અલગ પ્રકરણોની કડી જોડીને જામી છે ટ્રેડમાં આંતરીક ચર્ચા : કોઈક કહે છે કે ઝોન અધિકારીને ઉપાડયો, કોઈક સીએચએના માણસને તો કોઈક કસ્ટમના કર્મચારીને ઉપાડયો હોવાની કરે છે ચર્ચા : જો કે, સત્તાવાર સમર્થન કયાંથી પણ નહી


ગાંધીધામ : કચ્છના બે મોટા મહાબંદરો જ કહી શકાય તેવા કંડલા-મુંદરામાં દેશ-વિદેશમાંથી મોટા પાયે કીમંતી ચીજવસ્તુઓની આયાત-નીકાસ કરવામા આવી રહી છે અને તેને જ લઈને અહી મિસડીકલેરેશન કૌભાંડો પણ પાછલા અમુક સમયથી એક પછી એક ગાજતા રહે છે. કયારેક સોપારીના કરોડોના મિસડીકલેરેશન અહીથી ઝડપાયે છે તો કયારેક વળી એમએચઓને લઈને પણ ડીજલ આયાત કરવામા આવતુ હોવાની ચર્ચા થતી રહે છે. 
અને આવા કેસો અહીથી ઝડપાતા પણ રહ્યા છે. તો વળી તાજેતરમાં જ મુંદરામાંથી ર૧ હજાર કરોડના હવાલા કૌભાંડને લઈને પણ એક કાર્યવાહી કરવામા આવી છે જેમા ત્રણ જેટલા લોકોને પકડી પાડયા બાદ મુંદરા કસ્ટમના એક અધિકારીને પાણીચુ આપી દેવામા આવ્યુ છે ત્યારે હવે ગત રોજ બપોરથી મોડી સાંજ સુધી મુંદરાથી લઈ અને કાસેઝ સુધી, ગાંધીધામ-કંડલા સંકુલમાં પણ કોઈ મોટી એજન્સી સંકુલમાં ત્રાટકી અને લાપરવાહ અધિકારીને પુછતાછ બાદ ઉઠાવી ગઈ હોવાની વાતો ઠેર ઠેર થવા પામી રહી છે. 
જાણકારો કહી રહ્યા છે કે, ગઈકાલથી જ સંકુલના શીપીંગ ટ્રેડના બેડામાં એવી ચર્ચા જામી છે કે, મોટી એજન્સી તાજેતરના કોઈ પ્રકરણની તપાસમાં કચ્છમાં ઉતરી પડી છે અને લાપરવાહોની છાનબીન કરી રહી છે. પ્રથમ ચર્ચા એવી આવી કે, મુંદરામાં કોઈ કસ્ટમના વધુ એક અધિકારીને સાણસામાં લીધા છે અને તેની પુછતાછ કરાઈ રહી છે. તો એક વર્ગ કહેતો હતો કે, સીએચએના કેાઈ વ્યકિતની પુછતાછ એજન્સી કરી રહી છે. આ વાત મોડી સાંજ સુધી કાસેઝ સુધી લંબાવવા પામી ગઈ હતી અને કહેવાતુ હતુ કે, સીબીઆઈ જેવી એજન્સી જોનમાં આવી અને અહી પુછતાછ હાથ ધરી છે. આ બધાની વચ્ચે જોવાની વાત એ છે કે, આવી કોઈ જ એજન્સીની સત્તાવાર માહીતી મુંદરાથી લઈ અને કંડલા- કાસેઝ સુધીમાં કયાંય સત્તાવાર સમર્થન મળતુ નથી. સતય જે કંઈ પણ હોય પરંતુ મિસડીકલેરશનના કારનામાઓકાં સીધા કે પરોક્ષ રીતે સંકળાયેલા તત્વોમાં આ પ્રકારની અફવા ફેલાવાથી છુપો ગભરાટ તો જોવા મળી જ આવ્યો હતો.

Comments

COMMENT / REPLY FROM