પડાણા ભયાવહ આગકાંડ તો પાસેરાની પ્રથમ પુણી : અનેક કસ્ટમ બોન્ડેડ વેરહાઉસના ધમધમે છે હાટડા..!
કચ્છ કલેકટરશ્રી આનંદ પટેલ ગોર ફરમાવે
ચુડવા-પડાણા-મીઠીરોહર સુધીના અંદાજીત ૧૦ કીમીથી વધુના પટ્ટામાં અનેક કસ્ટમ બોન્ડેડ વેરહાઉસ ધમધમી રહ્યા છે, તપાસ કરવી હોય તો ત્યાં જ પહેલા કરવી જોઈએ..! : હાલમાં પડાણા પાસે લાકડાનો જથ્થો પડયો હતો તે પણ કસ્ટમ બોન્ડડે વેરહાઉસ જ હતુ? ગાંધીધામ સંકુલના અમુક બની બેઠેલા મોટામાથાઓ કસ્ટમ બોન્ડેડ વેરહાઉસનું લાયસન્સ લઈ અને આડેધડ ભાડે આપી રહ્યા છે, અને માસીક ૩૦થી ૪૦ લાખના ભાડાઓ ખાઈ રહ્યા છે, લોકોના જાન-માલની સુરક્ષાની કોઈ જ ફિક્ર-પરવા જ ન હોય તેવી છે સ્થિતીઃ લાયસન્સ લ્યો, બાઉન્ડી વાળી દયો, ગેટ બનાવી આપો અને આપી દયો ભાડે, અનુ બસ પછી મહીને ૩૦થી ૪૦ લાખના ભાડાઓ ખાતા રહો, રોડ-રસ્તા-પાણી જેવી પણ પ્રાથમીક સુવીધાઓ નથી વિકસવાતી, ત્યાં ફાયર સેફટીની શું સુવિધાઓ રાખતા હશે? : જો તંત્ર આ વિસ્તારમાં ત્રાટકે તો આવા બની બઠેલા કસ્ટમ બોન્ડેડ વેરહાઉસ વાળાઓની લાલીયાવાડી આવશે બહાર
ગાંધીધામ : તાજેતરમાં જ ગાંધીધમા-ભચાઉ નેશનલ હાઈવે પર પડાણા પાસે એક વેરહાઉસમાં ભયાવહ આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે, ત્રણેક કલાક સુધી તો તેના લીધે હાઈવે બંધ કરવાની નોબત આવી જવા પામી હતી. ર૦થી વધુ ફાયર બ્રીગેડના સાધનો-સ્ટાફે કલાકો સુધી આગને ઓલાવવા માટે જહેમત ઉઠાવી હતી. આગની ઘટનામાં અંદાજીત રપથી ૩૦ કરોડની સંપત્તી ખાખ થઈ જવા પામી છે ત્યારે હવે જાણકારો કહી રહ્યા છે, આગ લાગી ગયા બાદ પ્રશાસન હવે હરકતમાં આવ્યુ છે, પરંતુ આ પડાણાવાળી આગની ઘટના તો માત્ર અને માત્ર આવા કાળા ધોળા કામોની પાસેરાની પ્રથમ જ પુણી છે. હકીકતમાં તો આસપાસના આ દસ કીમીના વિસ્તારમાં આવી અનેક શો મીલ અને કસ્ટમ બોન્ડેડ વેરહાઉસ આવેલા છે ત્યા મુદામાલની સલામતી-સુરક્ષાને લઈને કડક અને પ્રમાણિકતપાસ કરવાની જરૂરીયાત છે. આ મામલે જાણકારોની વાત માનીએ તો તાજેતરમાં જ પડાણા પાસે જે લાકડાની લાતી-જથ્થામા ભયાવહ આગની ઘટના બનવાપામી છે તેમાં પાંચેક કરોડના જથ્થાને નુકસાન થવા પામ્યુ છે તેની સાથે જ કસ્ટમ બોન્ડેડ વેરહાઉસમાં ર૦ કરોડના કિમંતી લાકડાનો જથ્થો બળીને ખાખ થવા પામી ગયુ છે. અંદાજીત ૩૦ કરોડ જેવુ નુકસાન થવા પામ્યું છે. ત્યારે અહી સવાલ એ થાય છે કે, આવા કસ્ટમ બોન્ડેડ વેરહાઉસમાં રખાયેલા મુદામાલની સલામતી માટેની વ્યવસ્થાઓ કોઈ હોય છે કે નહી? કોણે કરવાની હોય છે? કસ્ટમ બોન્ડેડ વેરહાઉસનુ લાયસન્સ કોના નામનું છે? આ સવલો હવે એટલા માટે અહી ઉભા થવા પામ્યા છે કે, પડાણા પાસે ભયાવહ આગની જે ઘટના બની છે તે તો ક્સ્ટમ બોન્ડેડ વેરહાઉસવાળાઓની લાલીવાયાડીના પ્રકરણો પૈકીની પાસેરાની પ્રથમ જ પુણી કહી શકાય તેમ છે. આવુ એટલા માટે કહેવાય છે કે, આ જ હાઈવે પર ચુડવા, મીઠીરોહર અને પડાણા સહિતના અંદાજીત ૧૦થી ૧ર કીમીનારોડ પર નહી હોય તો ૪૦થી વધુ આવા કસ્ટમ બોન્ડેડ વેરહાઉસ આવેલા છે. આડેધડ કસ્ટમ બોન્ડેડ વેરહાઉસનાપરવાનાઓ લઈ લીધા બાદ જાન-માલની સુરક્ષાઓની કોઈ પણ પ્રકારની અગમચેતીની ચિંતા સેવ્યા વિના જ અહી માત્ર અને માત્ર મહીને લાખોની નફાખોરી જ આચરવામાં આવી રહી છે. આ વિસ્તારમાં કહેવયા છે કે, માત્ર કસ્ટમ બોન્ડ વેરહાઉસનું લાયસન્સ લઈ લેવાનુ, બાઉન્ડી વાળી દેવાની, એકાદ ગેટ ફીટ કરી દેવાનો અને બસ આપી દ્યો ભાડે અને મહીને ૩૦થી ૪૦ લાખનું ભાડું ખાતા રહો તેવી જ પ્રેકટીશ ચાલી રહી હોવાની સ્થિતી છે. કસ્ટમ બોન્ડેડ વેરહાઉસમાં જે સવલતો અને સગવડો હોવી જોઈએ તે અહી કોઈ જ હોતી નથી. રોડ રસ્તા અને પાણી જેવી પણ વ્વયસ્થાઓ કરવામાં આવતી હોતી નથી. જે કોઈ પણ વસ્તુઓ અહી રાખવામાં આવે છે તેના ઈન્શયોરન્સ-વીમા પણ કેટલાક કિસ્સાઓમાં તો ઉતારવામા આવતા જ નથી? હાલમાં જે ઘટના બની છે તેમાં પણ વીમો ઉતારાયો હતો કે નહી? જે મુદામાલ પડયો હતો કરોડોનો તે તો આગમાં ખાખ થઈ ગયો? હવે તેના વળતરની ચુકવણીઓ કેવી રીતે કરવામાં આવશે? ખરેખર જો કલેકટરને પડાણામાં જે આગની ઘટના બની છે તેનુ પુરાવર્તન અટકાવવું જ હોય તો અહીના દસથી બાર કીમીના વિસ્તારમાં આવેલા આવા કસ્ટમ બોન્ડેડ વેરહાઉસમાં નીતનીયમોની અમલવારીની ચકાસણી કરવાની જરૂર છે. અહી બાઉન્ડ્રી અને એક ગેટ બનાવવા સિવાય બધા જ નિયમોની માત્ર કાગળ પર જ અમલવારી થવા પામતી હોવાનુ દેખાશે. ’
..................
સૌથી મોટો સવાલ : પેટ્રોલપંપની લગોલગ કસ્ટમ
બોન્ડેડ વેરહાઉસની મંજુરી કેમ મળી? કોણે આપી?
ગાંધીધામ : પડાણા પાસે લાગેલી ભયાવહ આગ તો ફાયર બ્રીગેડના કર્મીઓની કલાકોની મહેનત બાદ યેનકેન પ્રકારે પેટ્રોલપંપ સુધી સ્પર્શતી અટકાવાઈ હતી, પણ જો આ કસ્ટમ બોન્ડેડ વેરહાઉસની બાજુમાં જ આવેલા પેટ્રોલપંપમાં આગ પ્રસરી હોત તો ઘટનાની ગંભીરતા કયા જઈ પહોચત? આ બાબતે કોઈએ પણ વિચાર કર્યો છે ખરો? સૌથી મોટેા સવાલ અહી એ જ થવા પામી રહ્યો છે કે આવા પેટ્રોલપંપોની બાજુમાં, એકદમ અડોઅડ જ કસ્ટમ બોનડેડ વેરહાઉસની પરવાનગી મળી જ કેવી રીતે? લાયસન્સ કોણે આપ્યુ? હકીકતમાં સૌથી મોટી તપાસનો વિષય તો આ જ બની રહ્યો છે.

Comments