મુન્દ્રા સીમ વિસ્તારમાં સરકારી જમીન પરનું ગેરકાયદેસર દબાણ તોડી પડાયું
મુન્દ્રા : તાલુકાના મુન્દ્રા સીમમાં ટ્રા.સ. નં ૧૪૧ પૈકી (નાગતલાવડી) વિસ્તારમાં સરકારી પડતર જમીન પર ગેરકાયદેસર દબાણ મકાન (બાંધકામ) દૂર કરવામાં આવ્યું હતું. આ કામગીરી અંતર્ગત કે.એસ.ગોંદીયા મામલતદાર મુન્દ્રા દ્વારા દબાણકર્તા શખ્સોને જ.મ.કા.ક. ૨૦૨ હેઠળ દબાણ હટાવવાની નોટીસ આપવામાં આવેલ હતી, જે ગેરકાયદેસર દબાણ - બાંધકામ મકાનને કચ્છ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી બી.એચ. ઝાલાના સુપરવિઝન હેઠળમામલતદાર, મુન્દ્રા કે.એસ.ગોંદિયા, પોલીસ ઈન્સ્પેક્ટર રાકેશ ઠુમ્મરતથા તેમની પોલીસ ટીમ અને સર્કલ ઓફિસર- મુન્દ્રા એચ.પી.રાજગોર, નાયબ મામલતદાર (દબાણ) એલ.કે. ગઢવી, પીજીવીસીએલ ટીમની હાજરીમાં તોડી પાડીને દૂર કરવામાં આવ્યું હતું. આ કામગીરી બાદ કુલ અંદાજિત વિસ્તાર ૩૧૭ ચો.મી અને બજાર કિંમત રૂપિયા ૪૭,૫૦,૦૦૦ની જમીન દબાણમુક્ત કરીને ખુલ્લી કરાવવામાં આવી હતી તેમ મુન્દ્રા મામલતદાર કે.એસ.ગોંદિયા દ્વારા જણાવાયું છે.
-----

Comments