Trending News
સ્થાનિક સમાચાર

અદાણી પોર્ટ્‌સના તમામ બંદરો પર કુલ ૪૫૦ એમએમટી કાર્ગો હેન્ડલિંગ

03 April


૨૦૦ એમએમટી કાર્ગો હેન્ડલ કરનાર અદાણી પોર્ટસ મુન્દ્રા બન્યું દેશનું પ્રથમ પોર્ટ

મુન્દ્રા : અદાણી પોર્ટ્‌સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં તેના તમામ બંદરો પર ૪૫૦ મિલિયન મેટ્રિક ટનના કાર્ગો હેન્ડલિંગ વોલ્યુમ કરીને ભારતના દરિયાઇ વ્યાપારમાં અમીટ છાપ ઉભી કરી છે. આ નોંધપાત્ર સિદ્ધિમાં મોખરે અદાણી પોર્ટ મુન્દ્રા છે, જેણે એક જ વર્ષમાં ૨૦૦ એમએમટી કાર્ગો હેન્ડલિંગ કરનાર ભારતના પ્રથમ બંદર તરીકે ઇતિહાસ રચ્યો છે. આ બેવડી સીમાચિહ્નરૂપ સિદ્ધિ મુંદ્રા પોર્ટને દેશના મુખ્ય વ્યાપારી પ્રવેશદ્વાર તરીકે દર્શાવે છે, તથા ભારતના દરિયાઇ અને લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમમાં અગ્રિમ તરીકે એપીસેઝના કદને પણ ઉન્નત કરે છે. 
એપીસેઝના પોર્ટફોલિયોમાં ૪૫૦ એમએમટી કાર્ગો હેન્ડલિંગની સંયુક્ત સિદ્ધિ કંપનીની કાર્યકારી શ્રેષ્ઠતા અને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે, જ્યારે એકલા અદાણી પોર્ટ મુન્દ્રાની ૨૦૦ એમએમટીની સ્વતંત્ર સિદ્ધિ આ સફળતામાં તેની મુખ્ય ભૂમિકા પર ભાર મૂકે છે.
-----

Comments

COMMENT / REPLY FROM