Trending News
સ્થાનિક સમાચાર

એજીઈએલ દ્વારા ખાવડામાં ૪૮૦ મેગાવોટના નવા પ્રોજેક્ટ્‌સ શરૂ કરાયા

03 April


૨૦૩૦ સુધીમાં ૫૦ ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતાનું લક્ષ્યાંક 

અમદાવાદ : અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે સંપૂર્ણ માલિકીની પેટાકંપનીદ્વારાખાવડામાં ૬૯૨.૬ મેગાવોટની નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટ્‌સનું પર કામ શરૂ કર્યુ છે.નવા કાર્યરત પ્રોજેક્ટ્‌સમાંરવિવારથી વીજ ઉત્પાદન શરૂ થઈ ગયું છે. જેમાં સૌર અને પવન ઉર્જા પ્લાન્ટ્‌સની નવીનીકરણીય ઉર્જા પ્લાન્ટસ થકી વીજળી ઉત્પાદન કરવામાં આવશે. નવા પ્રોજેક્ટ્‌સ અંતર્ગત કાર્યરત થયેલ ૪૮૦.૧ મેગાવોટનો સૌર અને પવન ઉર્જા પ્લાન્ટ અને અદાણી રિન્યુએબલ એનર્જી ફિફ્ટી સેવન લિમિટેડ દ્વારા કાર્યરત થયેલ ૨૧૨.૫ મેગાવોટનો સૌર પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ સાથે, એજીએલની કુલ નવીનીકરણીય ઉર્જા ઉત્પાદન ક્ષમતા ૧૪,૨૧૭.૯ મેગાવોટ સુધી પહોંચી ગઈ છે.
કંપનીના જણાવ્યા પ્રમાણે આ પ્રોજેક્ટ્‌સ શરૂ કરવાનો નિર્ણય જરૂરી મંજૂરીઓ મેળવ્યા બાદ લેવામાં આવ્યો હતો, જેની સાથે રવિવારથી વીજ ઉત્પાદન શરૂ થયું છે. નવા કાર્યરત પ્રોજેક્ટ્‌સમાં વિવિધ પેટાકંપનીઓ હેઠળ સૌર અને પવન ઉર્જા પ્લાન્ટનો સમાવેશ થાય છે. અદાણી રિન્યુએબલ એનર્જી ફિફ્ટી સિક્સ લિમિટેડે ૧૨૫ મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જ્યારે અદાણી રિન્યુએબલ એનર્જી ફોર્ટી વન લિમિટેડે ૬૫.૬ મેગાવોટનો પવન પ્રોજેક્ટ શરૂ કર્યો છે. અદાણી રિન્યુએબલ એનર્જી ફિફ્ટી સેવન લિમિટેડે ૩૭.૫ મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ, અદાણી ગ્રીન એનર્જી ટ્‌વેન્ટી ફોર લિમિટેડે ૫૨ મેગાવોટ પવન ઉર્જા ક્ષમતા ઉમેરી છે અને અદાણી ગ્રીન એનર્જી ટ્‌વેન્ટી ફોર એ લિમિટેડે ૨૦૦ મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
અદાણી ગ્રીન કચ્છ જિલ્લાના ખાવડામાં૩૦,૦૦૦ મેગાવોટનો વિશ્વનો સૌથી મોટો નવીનીકરણીય ઉર્જા પ્લાન્ટ વિકસાવી રહી છે. ૫૩૮ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો આ પ્રોજેક્ટ પેરિસ કરતા પાંચ ગણો મોટો અને મુંબઈ જેટલો જ છે. જ્યારે પૂર્ણ થશે ત્યારે તે તમામ ઉર્જા સ્ત્રોતોમાં વિશ્વનો સૌથી મોટો પાવર પ્લાન્ટ હશે. એજીએલની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીઅદાણી રિન્યુએબલ એનર્જી હોલ્ડિંગ ટ્‌વેલ્વ લિમિટેડ, ઉત્તર પ્રદેશને ૨૫ વર્ષ માટે ૪૦૦ મેગાવોટ સૌર ઉર્જા સપ્લાય કરશે. ભારતના સ્વચ્છ ઉર્જા સંક્રમણ લક્ષ્યો સાથે સંલગ્નઅદાણી ગ્રીન ૨૦૩૦ સુધીમાં ૫૦ ગીગાવોટના રિન્યુએબલ એનર્જી ક્ષમતાના લક્ષ્યાોંક સાથે વધી રહ્યું છે. ૨૦૩૦ સુધીમાં આ ૫૦૦ ગીગાવોટ બિન-અશ્મિભૂત ઇંધણ ઊર્જા સાથે ગ્રીડને ડીકાર્બોનાઇઝ કરવાના ભારતના લક્ષ્યના ૧૦% હિસ્સો ધરાવે છે.
-------------- 

Comments

COMMENT / REPLY FROM