હવે કચ્છ-ગુજરાતના અનઅધિકૃત આરટીઆઈ એકિટવીસ્ટ- ડુપ્લીકેટીયા તોડબાજ પત્રકારો વિરૂદ્ધ કાયદાકિય ધોક્કો પછાડે..!’
ગુજરાત સરકાર-ગૃહમંત્રી-ડીજીપી ધ્યાને લે
રાજયના મોટા મોટા મહાનગરોથી લઈ અને છેવાડાના કચ્છ જેવા જિલ્લાઓમાં પણ અનઅધિકૃત માહીતી માંગનારા અમુક તોડબાજ તત્વોનો વકરેલો છે આતંક : સુરત-રાજકોટ-વડોદરા-અમદાવાદ ઉપરાંત રાજયના અન્ય જિલ્લાઓમાં જો સામુહીક અભિયાન હાથ ધરવામાં આવશે તો આવા અમુક બોગસ-ડમી તત્વો સામે થોકબંધ કેસો દાખલ થશે, કઈક અધિકારી, બિલ્ડર્સ,વેપારી-ઉદ્યોગપતિ, સંસ્થાઓ સહિતનાઓને થશે મોટી રાહત
વિશાળ જન હિતના હિતાર્થે સાચી માહીતીઓ માંગનારા આરટીઆઈ એકટિવીસ્ટ પણ ઘણા છે પરંતુ વારંવાર એકની એક માહીતીઓ માંગી જે-તે અધિકારી કે પદાધિકારી કે પછી વેપારીને કનડગતો કરનારા અનઅધિકૃત તત્વો હોય તેમની સામે તો કરી જ દેખાડવી જોઈએ લાલઆંખ ભરી કાર્યવાહી
ગાંધીધામ : ગુજરાતની ભુપેન્દ્ર પટેલ સરકાર, રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા તાજેતરમાં જ રાજયમા ૧૦૦ કલાકનુ અલ્ટીમેટમ આપી અને ગુનાહિતમાનસ-ઈતિહાસ ધરાવનારા મોટા માથા સમાન ગુનેગારો, અસામાજીક તત્વોને નશ્યત કરવાની દીશામાં જે ઝુબંશે હાથ ધરવામા આવ્યુ છે તેને ઠેર ઠેરથી આવકાર મળવા પામી રહ્યો છે. રાજયભરમાં શરીર સબંધી ગુના ધરાવનારા, કુખ્યાત બુટલેગરો, સહિતના આયોજનબદ્ધ ગુનાઓને અંજામ આપનારાઓને તો કાયદાની ધાક દેખાડી જ દેવાઈ છે તેની સાથોસાથ આવા તત્વો બેનામી આવકમાંથી જે બેનામી સંપત્તીઓ-મીલ્કતો વસાવી હતી તેના દબાણો, મકાનો પર પણ બુલડોઝર ફેરવી દઈ અને ગુનાહિતઆલમમાં રીતસરનો ફફડાટ જ ફેલાદી દીધો હોય તેવી કડક કાનુની કાર્યવાહી હાથ ધરવામા આવી રહી છે.
દરેકના સારા અને નરસા બને પાસા હોય છે. માહીતી અધિકારી અધિનિયમની જોગવાઈ પારદૃશક વહીવટની દીશામાં સરકારે અમલી બનાવી અને આમપ્રજાજનો માહીતીઓ મેળવવાની સવલત કરી આપી હતી. અને ઘણા બધા કિસ્સામાં આરટીઆઈનો કાયદો ભોગગ્રસ્ત આમપ્રજાજનોને માટે લાભદાયી પણ નીવડવા પામ્યો છે. પરંતુ સીક્કાની બીજી બાજુની વાત કરીએ તો કેટલાક તોડબાજ અનઅધિકૃત આરટીઆઈ એકટિવીસ્ટ તથા ડુપ્લીકેટીયા ખંડણીખોર પત્રકારો આવા કાયદાને કમાણીના સાધન અને હથિયાર તરીકે જ ઉપયોગ કરતા હોય તેવી ફરીયાદો પણ ઠેર ઠેરથી સમયાંતરે ઉઠતી જ રહેતી હોય છે. કેટલાક કિસ્સાઓમાં છુટી છવાઈ ફરીયાદ પણ થવા પામી જ ચૂકી છે.
દરમ્યાન જ હવે જાણકાર વર્ગ બીજી તરફ કહી રહ્યો છે કે, અસામાજીક તત્વો, ગુનેગારો સામે જે રીતે સરકારે કડક રાહે કામ લીધુ છે તે જ રીતે હવે રાજય સરકાર, મુખ્યપ્રધાનશ્રી, ગૃહમંત્રીશ્રી અને રાજયના પોલીસ વડાએ ગુજરાતભરમાં વકરી ચુકેલા અનઅધિકૃત આરટીઆઈ એકટિવીસ્ટ તથા ડુપ્લીકેટીયા તોડબાજ પત્રકારો પર પણ ધોંષ બોલાવતી હિમંતભરી કાર્યવાહી કરી દેખાડવી જોઈએ. કારણ કે, આવા બોગસ અમુક આરટીઆઈ એકટિવીસ્ટ તથા ડુપ્લીકેટીયા બની બેઠલા તોડબાજ પત્રકારો પોતાની ખોટી ઓળખ દર્શાવી અને બિલ્ડરો, વેપારીઓ, ઉદ્યોગપતિ, સરકારી અધિકારીઓ અને વિવિધ વર્ગના લોકોને યેન કેન પ્રકારે દબાવી તેમની પાસેથી ખંડણીની જ ઉધરાણી કરતા હોવાની છુટીછવાઈ ઘટનાઓ સમયાંતરે સામે આવતી જ રહેતી હોય છે. રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી પ્રજાવત્સલ સેવકની છબી ધરાવી રહ્યા છે, આમપ્રજાજનોને ખોટી રીતે હેરાન-પરેશાન કરી અને તેમની પાસેથી મોટી રકમોના ઉઘરાણાકરનારા આવા બની બેઠલા અનઅધિકૃત આરટીઆઈ એકટિવીસ્ટ તથા ડુપ્લીકેટીયા પત્રકારોની સામે પણ તેઓ રાજયના તટસ્થ અને કાર્યદક્ષ ડીજીપી શ્રી વિકાસ સહાય અને તેમની રાજય પોલીસ તથા ખાસ એસએમસીના શ્રી નિર્લિપ્ત રાયની ટીમથી અભિયાન રૂપ ચળવળ જ રાજયમાં ચાલુ કરાવે તે જરૂરી બની રહ્યું છે. બોગસ અને બની બેઠેલા અનઅધિકૃત આરટીઆઈ એકટિવીસ્ટ તથા ડુપ્લીકેટીયા તોડબાજ પત્રકારોનું એક નેટવર્ક જ ધમી ધમી રહ્યુ હેાય તેમ તેઓ વારંવાર એકની એક માહીતીઓ સબંધીતોથી માંગી અને તેમને કનડગતો તથા હેરાન પરેશાન કરી અને અંતે તેમનાથી તોડ કરી અને સરકારના સારા ઉદેશ્ય વાળી જોગવાઈ-કાયદાના હેતુ જ ભાંગી રહ્યા છે અને આ કાયદાની આડમાં પોતાના ઘરના રાશન ભરવાની વેતરણોમાં જ લાગેલા રહેતા હોય છે. આવા કેટલાય ઉદાહરણો ચર્ચામાં આવતા જ રહે છે જેમ કે મલકતમાં કોઈ હક્ક ન હોવા છતાં વિવિધ સરકારી ઓફિસમાં તથા કોર્ટ કેસમાં અરજીઓ બદઇરાદાથી કરતા રહેતા હોય છે. અને આવી અરજીઓના ખુલાસાઓ પણ થઈ ચુકયા છે અને પોલીસમથકોમાં પણ તેની ફરીયાદો નોધાઈ ચૂકી છે. ઉપરાંત સામાન્ય બાબતમાં આ પ્રકારના અહેવાલ નગરપાલિકા, મહાનગરપાલિકા સુધી પહોચાડી દબાણ ઉભુ કરવામાં આવતા આવા તંત્ર દ્વારા જ પોતાને માનસિક ત્રાસ ન
પડે તે માટે સમાધાન કરવા સૂચવતું હોય છે. અમુક કિસ્સામાં તો ભૂતકાળમાં સ્થાનિક સ્વરાજ્ય તંત્ર દ્વારા જ આવી માહિતી કહેવાતા એકટીવિસ્ટને પૂરી પાડવામાં આવ્યા બાદ,આખી ગેમ શરૂ થતી રહેતી હતી. હકીકતમાં વહેલાસર જ સરકારે અને ગૃહમંત્રી તથા પોલીસે આવા અનઅધિકૃત અમુક બની બેઠેલા આરટીઆઈ એકટિવીસ્ટનું વેલાસર જ લીસ્ટ બનાવી અને તેમની સામે પણ કાયદાનો ગાળીયો કસવા રાજયવ્યાપી ચળવળ હાથ ધરવી જોઈએ તે જ સમયનો તકાજો બની રહ્યો છે. આવા તત્વોની સામે ગુજરાતના તમામ મહાનગરો સહિત આખા રાજ્યના પોલીસ તંત્રને આવી માનસિકતા ધરાવતા લોકાને શોધી, યાદી તૈયાર કરી અને તેમની સામે તુટી પડવાના હિમંતભર્યા આદેશ આપવા જોઈએ.

Comments