Trending News
સ્થાનિક સમાચાર

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટીમને..! વાર્ષિક મહેસુલી સહિતની વસુલાતમાં નોંધપાત્ર ઈજાફો..

02 April



રોયલટીની આવકનો એકસ-રે..! : વર્ષ ર૦ર૩-ર૪ : ૮૦.૭૬ કરોડ,  
વર્ષ ર૦ર૪-રપ : ૯૧.૭૮ કરોડ


અનઅધિકૃત ખનન, વહન, સંગ્રહના કેસો, વસુલાતની વિગતો : વર્ષ ર૦ર૩-ર૪  : કેસો ર૭૧ : વસુલાત રૂ.(લાખમાં)૬૩૪.૦૯ : વર્ષ ર૦ર૪-રપ : કેસો ૪૦પ : વસુલાત રૂ.(લાખમાં)૯૪૭.રપ’


શ્રી પટેલના કાર્યકાળ બાદ જ રાજય સહિત કચ્છભરમાં પણ ઈસીના વિષયો મામલે થોકબંધી લીઝ રદ થઈ હોવા ઉપરાંત પણ તેઓની આગવી કોઠાસુઝ-ધાક બેસાડતી કાર્યવાહીથી મહેસુલી આવકમાં નોધાયો છે કરોડોનો વધારો



ગાંધીધામ : ખનીજ સંપદાથી ભરપુર કચ્છ જિલ્લામાંથી સરકારને મળવા પાત્ર રોયલ્ટી કરતા અનેકગણી ચોરી પાછલા કેટલાક વરસોથી અહી થવા પામી રહી હતી પરંતુ પૂર્વ કચ્છમાં જયારથી સિનીયર ભુસ્તરશાસ્ત્રીશ્રી એન એ પટેલની નિયુકિત થવા પામી છે તેઓએ બાહોશીપૂર્વક, હિમંતભર સરકાર હિતમાં કડકાઈથી કાર્યવાહી કરતા ખનીજચોરોમાં રીતસરનો ફફડાટ જ વ્યાપી જવા પામ્યો છે. શ્રી પટેલ દ્વારા કરવામાં આવેલી ધાક બેસાડતી કાર્યવાહી એ કોઈ વાતો નહી પરંતુ તેમના ટુંકા કાર્યકાળમાં જ તેઓએ બોલાવેલા સપાટાના આંકડાઓ સાથે રજુ થવા પામી રહી છે. માર્ચ એન્ડીંગની સાથે જ વિવિધ કચેરીઓ દ્વારા કરાયેલી કાર્યવાહીના સરવૈયાઓ રજુ કરવામા આવી રહ્યા છે ત્યારે આ અંગે પૂર્વ કચ્છ ખાણખનિજ વિભાગના શ્રી એન એ પટેલની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની વાત માંડીએ તો સૌ પ્રથમ તો અહી સમગ્ર ટીમને શાબાશી જ આપવી ઘટે કારણ કે, તેઓના કાર્યકાળમાં ખાણ અને ખનિજ, પૂર્વ-કચ્છની મહેસુલી આવકમાં નોંધપાત્ર ઈજાફો એટલે કે વધારો નોધાઈ જવા પામ્યો છે. કચેરી દ્વારા અપાયેલા આંકડાઓ અનુસાર ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ કચેરી, પૂર્વ-કચ્છ માં ચાઇનાકલે, બ્લેકટ્રેપ, લેટેરાઇટ, સાદી રેતી જેવા ખનિજની ૩૦૯ જેટલી લીઝો આવેલ છે. જીલ્લામાં ખનિજનું અન-અધિકૃત ખનન/વહન/સંગ્રહ ન થાય તે માટે સતત ચેકિંગ હાથ ધરવામાં આવે છે. જીલ્લામાં ખનિજના અન-અધિકૃત ખનન/વહન/સંગ્રહ સબબ વર્ષ ૨૦૨૪-૨૫ માં ૪૦૫ કેસો કરી રૂ.૯૪૭.૨૬ લાખની વસુલાત કરવામાં આવેલ છે. જ્યારે ૧૨કેસોમાં પોલીસ ફરીયાદ/કોર્ટ કેસ કરવામાં આવેલ છે. જયારે વર્ષ ૨૦૨૩-૨૪ માં ૨૭૧ કેસો કરી રૂ.૬૩૪.૦૯ લાખની વસુલાત કરવામાં આવેલ હતી. જે જોતાં વર્ષ ૨૦૨૩-૨૪ ની સરખામણીમાં વર્ષ ૨૦૨૪-૨૫ માં ૧૩૪ કેસોનો વધારો થયેલ છે અને વસુલાતની રકમમાં પણ રૂ.૩૧૩.૧૭ લાખનો વધારો થયેલ છે. રોયલ્ટી (મહેસુલી) આવક વર્ષ ૨૦૨૩-૨૪ માં રૂ.૮૦.૭૫ કરોડની હતી જે વધીને વર્ષ ૨૦૨૪-૨૫ માં રૂ.૯૧.૭૮ કરોડ થયેલ છે. આમ, ગત વર્ષની સરખામણીમાં રૂ.૧૧.૦૩ કરોડની મહેસુલી આવકમાં વધારો થયેલ છે.  જીલ્લામાં પર્યાવરણીય સર્ટીફીકેટ (ઇ.સી) ના કારણોસર ૩૦૯ જેટલી લીઝો માંથી ૧૮૪ થી વધુ લીઝો બંધ હોવા (એટલે કે ૬૦% જેટલી લીઝો બંધ હોવા) છતાં પણ મહેસુલી આવકમાં વધારો નોંધાયેલ છે.આમ, જીલ્લામાં સતત ચેકિંગ અને આકસ્મિક તપાસોના કારણોસર અન-અધિકૃત ખનન/વહન/સંગ્રહ પરના અંકુશના કારણે રોયલ્ટી (મહેસુલી) આવકમાં પણ રૂ.૧૧.૦૩ કરોડનો વધારો થયેલ છે.અહી નોધનીય છે કે, રાજયભરમાં તાજા ભુતળકામાં જ પર્યાવરણીય મંજુરી ન ધરાવનારી લીજ બ્લોક કરવામાં આવી છે એટલે કે બંધ કરવામાં આવી છે જેના પગલે પૂર્વ કચ્છમાં પણ મોટપાયે ઈસી વિનાની લીઝો બંધ કરવામ આવી છે તે ઉપરાંત પણ પૂર્વ કચ્છ ખાણખનિજ વિભાગના શ્રી એન એ પટેલ અને તેમની ટીમ દ્વારા રાજય સરકારની તિજોરી છલકાવવાની દીશામાં ચાવીરૂપ કામગીરી કરી દેખાડી છે. 

Comments

COMMENT / REPLY FROM