મુંદરામાં હજારો કરોડોનું હવાલાકૌભાંડ : સેઝ-કસ્ટમના અધિકારીઓ ભણી ડીઆરઆઈ કયારે કરશે લાલઆંખ?
હવાલાની રકમ ટેરર-ફંડમાં નહી ગઈ હોય તેની શું ખાત્રી? : NIA પણ કરે તપાસ !
૨૬,૪૮૬ કરોડની આયાત, ૨૭,૧૩૮ કરોડની નિકાસ દેખાડાઈ : કંડલા અને મુંદ્રા પોર્ટ ઉપર ૪૯ બોગસ કંપનીઓ મારફતે ર૦ હજાર કરોડથી વધુના મની લોન્ડરીંગ રેકેડ ઝડપાતી વેળાએ સુચક ઈશારો
ડમી કંપનીઓમાં હવાલા રેકેડને અંજામ સેજના જવાબદારો કે કસ્ટમ સહિતના ઉચ્ચ અધિકારીઓની મીલીભગત વિના આપી જ કેવી રીતે શકે? : જો આવા ઉચ્ચ અધિકારીઓ-કલાસ વન ઓફીસર્સ સહિતનાઓની સામે ગાળીયો કસાય તો ન માત્ર દેશવ્યાપી બલ્કે આંતરરાષ્ટ્રીય મોટા કૌભાંડના થશે ખુલાસો
ખાટલે મોટી ખોટ : ભારતમા રહી ચીનને મજબુત બનાવનારાઓની સામે રાષ્ટ્રદ્રોહ તળે જ દાખલ કરવો જોઈએ કેસ : ૩ ઝડપાયેલા શખ્સોને પુછો કે, કયા અધિકારીઓના માર્ગદૃશનથી આ પ્રકારના મની લોન્ડીરંગ કૌભાંડને અપાતો હતો અંજામ? કેટલા સમયથી ચાલી રહ્યુ હતુ આ કાંડ? મનીલોન્ડરીંગથી મોટા ભાગની રકમ ચીનના હોંગકોંગમાં જ સૌથી વધુ મોકલાયાનો થયેલ ખુલાસો ઘટનાને બનાવે છે વધુ સંવેદનશીલ : રોઝ ઓઈલની આયાત’
ગાંધીધામ : કંડલા અને મુન્દ્રા પોર્ટ ઉપર ૪૯ બોગસ કંપનીઓ મારફતે રૂ. ર૦ હજારકરોડના મસમોટા હવાલા પાડવામાં આવ્યા હોવાનું રેકેટ ડીઆરઆઈએ ઝડપી પાડયું છે. ડીઆરઆઈએ કેરી ઈન્ડો લોજિસ્ટિકના માલિક સુનીલ, મુકેશ અને મુંબઈના સુનિલની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા હોવાનુ સામે આવવા પામ્યું છે. ડીઆરઆઈની તપાસમાં બહાર આવ્યું છે કે, મુન્દ્રા પોર્ટ ઉપર આયાતી માલની નિકાસ સામે આવક રેમિટન્સ કંપનીઓ દ્વારા પ્રાપ્ત થતી નથી. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આજ સુધી ભારતમાંથી રૂ.ર૦,૦૦૦ કરોડથી વધુ રકમ મોકલવામાં આવી ચુકી છે. ૪૯ જેટલી કંપનીઓ દ્વારા આશરે રૂ.૨૬,૪૮૬ કરોડની આયાત કરવામાં આવી હતી. જયારે ભારતની બહાર માલ જાહેર મૂલ્ય પર આશરે રૂ.૨૭,૧૩૮.૩૯ કરોડની ફરીથી નિકાસ કરવામાં આવ્યો હતો. જોકે, આ આયાતી માલની ઉપરોક્ત પુનઃ નિકાસ સામે કંપનીઓ દ્વારા કોઈ આવક રેમિટન્સ પ્રાપ્ત થયું નથી.ડીઆરઆઈએ ૩ શખ્સોને દબોચી લેવામા આવ્યા છે, અને કહેવાય છે કે સુનીલની ગાંધીધામની કચેરીમાંથી એજન્સીએ બે લેપટોપ, ત્રણ મોબાઈલ, એક હાર્ડ ડીસ્ક કબ્જે કરી હતી. આ પ્રકરણ હાઈપ્રોફાઈલ કેસની તપાસ ચાલી રહી છે તેવા સમયે જાણકારો કહી રહ્યા છે કે, ત્રણ શખ્સોને દબોચી લીધા છે એજન્સી ત્યારે મુંદરામાં અથવા તો અન્યત્ર જયા પણ ઓવરવેલ્યુએશન કૌભાડ કરી અને હવાલાકાંડને આ શખ્સાએ અંજામ આપ્યો છે તો તેમાં જે તે કસ્ટમવિભાગના કયા કયા અધીકારીઓની મદદગારી રહેલી છે? આ ઉપરંત સેઝ એકમનાપણ ઉચ્ચ કયા કયા અધિકારીઓ આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા છે?તેની તપાસ કડક રાહે તપાસ કરવી જોઈએ. કારણ કે, એકતરફ ભારતના યશસ્વ વડાપ્રધાન ખુદ વિદેશ પ્રવાસો રાત-દીવસના ખેડીને ભારતમાં હુંડીયામણ લાવી, મેન્યુફેકચરીંગ ક્ષેત્રને મજબુત કરી અને ભારતનો વિકાસ દર વધુ મજબુત કરવાના પ્રયાસ કરી રહયા છે ત્યારે બીજીતરફ ભારતના જ અમુક ભ્રષ્ટ અધિકારીઓની સિન્ડીકેટ આ રીતે ભારતની હુંડીયામણને હવાલારેકેટથી વિદેશ મોકલતારહેતા હોય તો તેમની સામે પણ ચોકકસથી કડક રાહે લાલઆંખ થાય, ધાક પુરવાર થાય તેવી કાર્યવાહી કરવી જ ઘટે. આ કેસમં પણ કસ્ટમના અમુક ભ્રષ્ટ તત્વો સામે લાલઆંખ ભરી કાર્યવાહી કયારે કરવામાં આવશે? તેવો સવાલ પણ ઉઠવા પામી રહ્યો છે. એટલુ માત્ર જ નહી પરંતુ હવાલાથી ભારતની બહાર ગયેલા આ નાણાનો ઉપયોટ ટેરર ફંડ એટલે કે આતંકવાદી પ્રવૃતીઓમાં પણ નહી થયો હોય તેની શું ખાત્રી? દેશની સર્વોચ્ચ સુરક્ષા એજન્સી એનઆઈએ પણ આવા કેસોમાં ત્રાટકવુ જોઈએ.
.............
બોગસ-ડમી કંપની બનાવનાર આકાશ કેમ આબાદ?
ગાંધીધામ : ડાયરેકટર ઓફ રેવેન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા કંડલા-મુંદરામાથી થયેલા કરોડોના કૌભાંડમાં ત્રણ શખ્સોને દબોચાયા છે તેમા ગાંધીધામના સુનીલ નામનો શખ્સ ૯ જેટલી બોગસ કંપનીઓ ઉભી કરવા માટે દસ્તાવેજો આકાશને મોકલી આપ્યા હતા.આ આકાશ કોણ છે? બોગસ કંપનીઓ બનાવનાર આકાશ કેમ આબાદ ફરી રહ્યો છે? એજન્સીએ તેને પણ દબોચી લઈ અને તેના કડક પુછાણા લેવા જોઈએ.
....................
આશીષ કકડ-રોહિતના લ્યો ફેર પુછાણા :
૭થી વધુ કંપનીઓ આ શખ્સો કરતા હતા ઓપરેટ
ગાંધીધામ : ઓનલાઈન ગેમીંગના નામે દેશમાંથી હવાલા કૌભાંડને અંજામ આપ્યાના કેસમાં ઈડીએ દિલ્હીના આશીષ કકડને આજથી એકાદ-દોઢ વર્ષ પહેલા જ દબોચી લીધો છે અને તે કેસમાં તેની જવાબદારી ફીટ થયેલી હોવાનુ મનાય છે ત્યારે હવે જાણકારો કહી રહ્યા છે કે, હાલમં મુદરા-કંડલામાં પણ જે કૌભાંડો હવાલાકાંડના થયા હોવાનુ સામે આવી રહ્યુ છે તેમાં પણ આશીષ અને રોહિત જેવાઓને ફરીથી ઉપાડી અને કડકાઈથી તેના પુછાણા લેવા જોઈએ. જો આ દીશામાં તપાસ કરવામા આવશે તો આશીષ અને રોહીત નામના શખ્સો ૪૯માથી ૮થી દસ કંપનીઓ ઓપરેટ કરતા હોવાનો ખુલાસો પણ થવા પામી જશે અને તપાસનીશ એજન્સીને આ કેસની તપાસના હિતમાં અનેકધણી સ્ફોટક માહીતીઓ પણ આપોઆપ જ મળવા પમાી જશે.
...................
ચીનમાંથી કોની સંડોવણી ?
ગાંધીધામ : કચ્છના બંદર પરથી ઓવરવેલ્યુએશન કૌભાંડ આચરવામા આવ્યુ છે અને તે કેસમાં ત્રણ શખ્સો ઝડપાયા છે જેની પ્રાથમીક પુછતાછમાં એવી વાત સામે આવી રહી છે કે, ૨૦૨૩થી ૨૦૨૪ દરમિયાન આ નાણાં હોંગકોંગ મોકલાયાં, ચીની નાગરિકની સંડોવણીની શકયતાઓ નકારી શકાય નહી. હોંગકોંગ માર્ગે મની લોન્ડરિંગ થયું હોઈ, ચીનના કોઈ નાગરિકની સંડોવણીની શક્યતા હોઈ શકે.આ બાબતે પણ કડક તપાસ થવી જોઈએ.

Comments