Trending News
સ્થાનિક સમાચાર

ધી કેડીસીસી બેંક દ્વારા નાણાંકીય વર્ષના અંતે ર૬૧ લાખના નફા સાથે બિઝનેશ રૂા. પ૯૭ કરોડે પહોંચ્યું

01 April



ભુજ : ઘી કચ્છ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લી. દ્વારા તા.૩૧-૩-૨૦રપના નાણાંકિય વર્ષમાં રૂા.૨૬૧ લાખનો ચોખ્ખો નફો કરવામાં આવેલ સાથે બેંકનો કુલ બીઝનેશ રૂા.૫૯૭ કરોડ થયેલ છે. તા.૩૧/૦૩/ર૦રપ ના અંતે બેંકનું નેટ એનપીએ ૦% રહેલ છે. બેંક દ્વારા વર્ષ દરમ્યાન ખેડુતોને રૂા.૨૨૪ કરોડનું ધીરાણ કરવામાં આવેલ છે. જેમાં કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ખેડુતોને પાક ધિરાણમાં વ્યાજ સહાય રૂા. ૧૧૦૦ લાખ ચૂકવવામાં આવતા ખેડુતોને ૦% વ્યાજે પાક ધિરાણ પુરૂ પાડવમાં આવેલ છે. બેંકની ડિપોઝીટમાં વધારો થઈ રૂા. ૩૭૧ કરોડ થયેલ છે. હાલમાં બેંક દ્વારા આકર્ષક વ્યાજ દર સાથે ડિૅપોઝીટ સ્વીકારવામાં આવે છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના નિયમ મુજબ ડિપોઝીટોરી ડિપ્રોઝીટ સુરક્ષિત છે. બેંકનું સીઓ રેશીયો ૬૦ % રહેલ છે. બેંક દ્વારા કરંટ એકાઉન્ટ ધારકોને નિયમોને આધિન એનઈએફટી, આરટીજીએસ, કોઈ પણ ચાર્જ વગર કરી આપવામાં આવે છે. બેંક દ્વારા વિવિધ ધિરાણ યોજનાઓ જેવી કે રૂરલ હાઉસીંગ લોન, ટૂ વ્હીલર્સ વાહન લોન, પ્રોપર્ટી મોર્ગે જ સામે લોન, સરકારી કર્મચારીઓને ગૃહ વપરાશી સાધન ખરીદવા માટે લૉન, ખેડુતો અને પશુપાલકો માટે નાબાર્ડના યુનિટ કોસ્ટ આધારિત મધ્યમ મુદતના પ્રોજેક્ટ ધિરાણ પાક ધિરાણ ઉપરાંત ખેડુતોને વધારાની કેશ કેડીટ (સુવિધા યોજના), સ્વસહાય જૂથો, જોઈન્ટ લાયબીલીટી ગ્રુપોને નાના પાયે ધિરાણ માટેની લોનો ચાલુમાં છે.  કચ્છમાં ૧૮ શાખાઓ મારફત બેંક રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના નિયમ મુજબ બેકીંગ કાર્યવાહી કરી રહેલ છે.
આગામી ટુંક સયમમાં બેંક દ્વારા નેટ બેકીંગ, મોબાઈલ બેંકીગ જેવી વિવિધ સેવાઓ શરૂ કરવામાં આવશે. તેમજ જિલ્લાનાં અંતરીયાળ ગામડાઓ, બન્ની-પચ્છમ, ખડીર વિસ્તારના ગામડાઓને બેકિંગ સુવિધાથી જોડવા ૨૩ જેટલી નવી શાખાઓ ખોલવા મંજુરી આપવા રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાને દરખાસ્ત મોકલવામાં આવેલ છે. બેંક દ્વારા સરહદ ડેરી સાથે જોડાયેલા પશુપાલકોને દર માસે રૂ.૪૫થી ૫૦ કરોડનો ચુકવણું વિનામુલ્યે કરવામાં આવે છે. વર્પના અંતે અંદાજીત રૂા.૫૦૦ કરોડની આજુબાજુનું ચુકવણું છેવાડાના પશુપાલક સુધી પહોચે તેવા પ્રયાસો બેંક દ્વારા કરવામાં આવે છે. સહકાર મંત્રી અને ગૃહમંત્રી (કેન્દ્ર સહકાર) અમીતભાઈ શાહ અમલમાં મુકેલ પાયલોટ પ્રોજેકટ અંતર્ગત તમામને સહકારી પ્રવૃતિ સાથે જોડવા અને સહકારનાં લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવાના શુભ આશ્યથી ૩૨ જેટલા લોકેશન ઉપર ઘી ગુજરાત સ્ટેટ કો-ઓપ બેંક લીના સહયોગથી ઓફ સાઈટ એટીએમ લગાડીને બેકિંગ સુવિધા પુરી પાડવા નિર્ણય લેવાયેલ છે. સરહદ ડેરી સાથે જોડાયેલ ૩૪૦૦૦ પશુપાલકોને તથા બેંકના તમામ ગ્રાહકોને તેમના જ ગામમાં રોકડ નાણાં મળી રહે તે હેતુથી ૪૩૮ મંડળીઓ તે માઈકો એ.ટી.એમ.અપાયા છે. મંડળી સુધી રોકડ પહોંચાડવાની વ્યવસ્થા બેંક દ્વારા ગોઠવાઈ રહેલ છે. જેથી પશુપાલકો - ગ્રામજનોને ઘર બેઠા બેંકિંગ સુવિધા પ્રાપ્ત થશે. ઘીરાણની સુવિધા પણ મળી શકશે.
બેંક દર વર્ષે પ્રગતીના સોપાનો સર કરે છે. તે માટે ચેરમેન દેવરાજભાઈ કે. ગઢવીએ બેંકના થાપણદારો, સહકારી સંસ્થાઓ, ખેડુતો, પશુપાલકો, બેંકના ગ્રાહકો, બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સ, નાબાર્ડ, આરબીઆઈ, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક લી., કેન્દ્ર સરકાર, રાજય સરકાર તેમજ સાંસદ, ધારાસભ્યઓ, બેંકના કર્મચારીઓને અભિનંદન આપવાની સાથે આભારની લાગણી વ્યક્ત કરેલ છે. આવનારા દિવસોમાં પણ બેંક દ્વાારા પોતાનો કાર્યભંડોળ વધારી મહત્મ કચ્છના કિસાનો તેમજ પશુપાલકો અને છેવાડાના માનવી સુધી પહોંચીને બેંક દ્વારા ઉપયોગી થવાના પ્રયત્નો હાથ ધરવામાં આવશે તેવું ચેરમેને યાદીમાં જણાવ્યું છે. 
આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ - ૨૦૨૫ જાહેર કરેલ છે. જેથી સમગ્ર વર્ષ દરમ્યાન આપણી સહકારી બેંક દ્વારા બેંક સાથે સંકળાયેલ સેવા સહકારી મંડળીઓ, દૂધ મંડળીઓ, વિવિધ સહકારી સંસ્થાઓમાં વિવિધ કાર્યક્રમો આયોજીત કરવામાં આવશે અને સમગ્ર પ્રજાજનો સુધી પહોચી આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ - ર૦૨૫ અંગે જાગૃતતા આવે અને કો-ઓપરેટીવ્સા બિલ્ડ અ બેટર વર્લ્ડ થીમ હેઠળ ૨૦૨૫ના વર્ષ દરમ્યાન ગુજરાતમાં સહકારી ક્ષેત્રના વિકાસ, ડિજીટલ ક્રાંતિ તથા રાજ્યની સમૃદ્ધ સહકારી પરંપરા સમગ્ર વિશ્વ તથા ભારત સામે સહકારી ઉત્તમતાનું એક પ્રેરણાદાઈ ઉદાહરણ સ્થાપિત થાય તે માટે આયોજનબંધ કાર્યક્રમ ઘડવામાં આવશે. જિલ્લાની તમામ સહકારી સંસ્થાઓ અને સહકાર સાથે જોડાયેલ વ્યક્તિઓને તેમના નાણાંકીય વ્યવહારો આપણી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક સાથે કરવા ચેરમેને જણાવ્યું છે.
-----

Comments

COMMENT / REPLY FROM