ગુજરાતના મંત્રીમંડળમાં કચ્છને સ્થાન : કેશુભાઈ પટેલની એન્ટ્રી
સચિવાલયમાં કચ્છનો અવાજ પુનઃ બનશે બુલંદ
લાંબા સમયથી રાજયના મંત્રીમંડળ વિસ્તરની ચાલતી અટકળોનો અંત : કચ્છના સિનીયર મોસ્ટ-અભ્યાસુ, પ્રજાવત્સલની છબી ધરાવનારા, બે ટર્મ સુધી જિલ્લા ભાજપની યશસ્વી સુકાન સંભાળનારા ખેડુ-પાટીદાર પુત્ર કેશુભાઈ પટેલને કૃષી-પશુપાલન અથવા જળસંપત્તી ખાતામાં સેવા મળવાની ઉજળી થઈ સંભાવનાઓ - કેશુભાઈને ફોનથી જાણ કરી દેવાઈ : જિલ્લાના કેસરીયા બ્રિગેડમાં ખુશીની લહેર : આરએસએસના સિદ્વાંતોને અક્ષરઃસ વરેલા નખશીખ પ્રમાણિક કેશુભાઈ પર ઠેરઠેરથી થતી અભિનંદન વર્ષા
૮-૯ એપ્રીલે મંત્રીમંડળની સત્તાવાર જાહેરાત : મોદી-શાહ એક કાંકરે અનેક પક્ષી મારવાનમાં હોશિયાર હોવાનો વધુ એક વખત દેખાશે ચમત્કાર : ૮-૯ એપ્રીલના કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન-ગુજરાતમાં છે, રાહુલ ગાંધી સહિતનાઓનો પ્રભાવ ફીક્કો પાડવા આઠ-નવમીએ જ ગુજરાત સચિવાલયમાં ગોઠવાશે મંત્રીમંડળ વિસ્તરણની શપથીવીધી : માધ્મયો અને સમાચારોમાં રાહુલ-કોંગ્રેસ અધિવેશનના બદલે મંત્રીમંડળ વિસ્તરણ જ છવાયેલુ રહેવાની ઘડાશે નીતી : જયારે રાહુલ ગાંધી ગુજરાતમાં હશે ત્યારે કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા મોટા નેતા અર્જુન મોઢવાડીયા, સી જે ચાવડા રાજભવન ખાતે મંત્રીપદના શપથ ગ્રહણ કરતા હશે
ગત સપ્તાહે મુખ્યપ્રધાનશ્રી ભુપેન્દ્ર પટેલના ઘરે એક કલાક સુધી બંધબારણે કે.કૈલાશનાથની હજરીમાં યોજાયેલી બેઠકમાં મંત્રીમંડળ-સંગઠન ફેરફારોનો ઘડાયો હતો પ્રથમ પ્લાન : એપ્રીલના પ્રથમ પખવાડીયામાં રાષ્ટ્રીય પ્રમુખની વરણી કરવાની થતી હોવાથી તે પહેલા ગુજરાત સહિત ૮ રાજયોના પ્રમુખોની નિયુકિત ફરજીયાત કરવી પડે તેમ હોવાથી રાજયના નવા પ્રદેશ અધ્યક્ષ, મંત્રીમંડળ ફેરફારની બ્લુપ્રિન્ટ લોક કરી લેવાઈ, કોઈપણ ઘડીએ જાહેરાત
ગાંધીધામ : ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય કક્ષાએ સંગઠન ફેરફારો-રાષ્ટ્રીય અધ્યક્ષની નીમણુકની કશમકશનો અંત લાવી રહી છે. ખુદ દેશના યશસ્વી વડાપ્રધાન સંઘની મુલાકાત લઈ ચૂકયા છે અને તેઓની આ મુલાકાત બાદ ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ હોવાની વાત સામે આવવા પામી રહી છે. કહેવાય છે કે, કોઈ પણ સમયે રાષ્ટ્રીય પ્રમુખનુ નામ નકકી કરી લેવાશે અને તે પહેલા દેશના આઠ રાજયો જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે તેમને પણ અધ્યક્ષ મળી જવા પામશે. ગુજરાતને પ્રદેશ પ્રમુખની સાથોસાથ રાજયના મંત્રીમંડળના વિસ્તરણની પણ કેટલાક સમયથી ચાલી આવતી અટકળોનો પણ હવે અંત આવી ગયો હોય તેમ તેની પણ બ્લુપ્રીન્ટ તૈયાર કરી લેવામા આવી છે અને તેમાં કોને કોને પડતા મુકી શકાય છે અને કયા નવા મંત્રીઓનો સમાવેશ કરવામા આવી રહ્યો છે તે નામો નકકી કરી દેવાયા છે અને જે નામો નકકી કરાયા છે તેમને સંગઠન કક્ષાએથી ફોન પણ કરી દેવાયા છે. હર્ષ અને ખુશીની વાત આજ રોજ અહી એ સામે આવી રહી છે કે, રાજયના મંત્રીમંડળમાં નરેન્દ્રભાઈ મોદીના લાડકવાયા જિલ્લા કચ્છને પુનઃસ્થાન મળી જવા પામ્યું છે. ભુજના ધારાસભ્ય ેશુભાઈ પટેલની એન્ટ્રી તેમાં નિંશ્ચિત કરી લેવામાં આવી છે. આ અંગે રાજકીય તજજ્ઞોની વાત કરીએ તો આગામી ૧૮મી એપ્રીલ પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ જાહેર કરવાનુ છે, નામ લગભગ નકકી થઈ ગયુ છે અને તેનાથી પહેલા ગુજરાત પ્રદેશ અધ્યક્ષનું નામ જાહેર કરાશે. તા.૯/૧૦ એપ્રીલના રોજ દિલ્હીમાં જે પી નડ્ડાની અધ્યક્ષતામાં એક મોટી બેઠક યોજાઈ રહી છે જે બેઠક નડ્ડાની અધ્યક્ષ પદે છેલ્લી બેઠક બની રહેશે.
આ પહેલા ગુજરાત સહિત આઠ રાજયોને પ્રદેશ અધ્યક્ષ આપવાની પણ ગોઠવણો કરી લેવામા આવી છે. જાણકારો કહી રહયા છે કે, પ્રદેશ અધ્યક્ષ સાથે ગુજરાતમાં મંત્રીમંડળ વીસ્તરણનો પણ તખ્તો ઘડી લેવાયો છે. આગામી આઠમી અને નવમી એપ્રીલના ગુજરાતમાં એકતરફ કોંગ્રેસનું અધિવેશન, રાહુલ ગાંધીની હાજરી રહેશે, તેને ફીક્કો પાડવાને માટે ભાજપ એ જ દીવસોમાં મંત્રીમંડળ વિસ્તરણ યોજશે તેવુ પણ નકકી કરી લેવાયુ હોવાનુ મનાય છે. મંત્રીમંડળમાં સી જે ચાવડા, અર્જુન મોઢીવાડીયા જેવા નામો પણ નીશ્ચિત કરી લેવાયા છે અને આ બાબતે કચ્છને માટે ગૌરવ અને હર્ષની વાત એ સામે આવી છે કે, તેમાં કેશુભાઈ પટેલનું નામ પણ લોક કરી દેવાયું છે. સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસની નરેન્દ્રભાઈના સુત્રની ઉકિતને ભુજ મતવિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલે તેમની સુદીર્ઘ જાહેરજીવનની કારકીર્દીમાં અનુસરી ચૂકયા છે. પાટીદાર-ખેડુત પુત્ર કેશુભાઈ પટેલની સાદગી સભર જીવન શૈલી તેઓની લોકપ્રિયતામાં ઓર વધારો કરતી રહી છે. પક્ષ દ્વારા તેમને જે પદો પર સેવા કરવાની તક આપી છે તે કેશુભાઈએ બખુબી યર્યાથ કરી દેખાડી છે. કેશુભાઈ પટેલ ભાજપના સંગઠનમાં લાંબા સમયથી સેવારત રહેલા છે. તેઓ કચ્છમાં જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન પદેથી લઈ અને જિલ્લા ભાજપના બે ટર્મ સુધીના યશસ્વી અધ્યક્ષ પદે પણ લોકપ્રીયતા પામતી સેવા પક્ષની કરી ચુકયા છે. તેમના સમયકાળમાં કચ્છમાં ભાજપનું સંગઠન વધુને વધુ મજબુત થવા પામ્યું છે. કેશુભાઈ પટેલની ધારાસભ્ય તરીકેની પણ એક આગવી ઓળખ રહેલી છે. તેઓએ ભુજના ધારાસભ્ય તરીકે એક અમીટ છબી ઉભી કરી છે. કેશુભાઈ પટેલ પ્રજા હિતાર્થે અને સરકારની છબી વધારે ઉજળી કરતી કામગીરીક કરવામાં સરકારી બાબુઓ અને અધિકારીઓને સ્થળ પર દોરી જઈ અને ત્યા જ ખખડાવતા પણ વાર નથી કરી એ પછી બ્રીજના કામો હોય કે રોડ રસ્તાના કે પછી નર્મદાજળના જ કામો કેમ ન હોય..! કેશુભાઈએ ભુજ મતવિસ્તારમાં તેમના કાર્યકાળમાં સીમાચિહ્નરૂપ કહી શકાય તેવા માળખાગત સુવિધાઓના કામો સરકાર તબક્કે મંજુર કરાવ્યા છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ કેશુભાઈની કાર્યશૈલીથી પ્રભાવિત છે અને સંભવત કચ્છમાં કેશુભાઈની ધારદાર અભ્યાસપૂર્વકની પ્રજાહિતની રજુઆતોને સૌથી વધારે રોડ-રસ્તા સહિતના કામોને લઈને મંજુર કરવામાં આવી છે. આમ કેશુભાઈને રાજય સરકારના પ્રધાનમંડળના વિસ્તરણમાં સ્થાન મળ્યુ હોવાની વાતને કયાંયથી પણ નકારી શકાય તેમ નથી. તેઓ અત્યારના ભાજપના ધારાસભ્યશ્રીઓમાં સૌથી સિનિયર મોસ્ટ ધારાસભ્ય છે, જિલ્લા ભાજપના બે વખત પ્રમુખપદે રહેલા હોવાથી જિલ્લા વ્યાપી સમર્થન તેઓને મળે છે, તેઓ પાટીદાર સમુદાયમાથી આવી રહ્યા છે, ખુદ ખેડુપુત્ર હોવાથી ખેતી-કૃષી, પશુપાલન-જળસંચય-નર્મદા, સહિતના વિષયોનો ઉંડો અભ્યાસ ધરાવી રહ્યા છે. કચ્છમાં નર્મદાજળને લઈને નિર્ણાયક કામો થયા છે, હવે તેની અમલવારીને પાર પાડવા કેશુભાઈ જેવા અભ્યાસુ વ્યકિતની તાતી જરૂરીયાત રહેલી છે. તેઓ કચ્છમાં કે રાજયમાં અન્ય કોઈ જિલ્લાઓમાં પણ સ્થાનિક ગ્રાઉન્ડલેવલે સાચી હકીકતો જાણી, સ્થાનિક અધિકારીઓ પાસે જરૂરી દરખાસ્તો મુકાવી, સરકારતબક્કે પણ સાચુ સંકલન કરાવવામાં સક્ષમ છે તેમાં પણ કોઈ શંકાને સ્થાન રહેલુ નથી. આ અંગે જાણકારો-રાજકીય તજજ્ઞો કહી રહ્યા છે કે, હવે કોઈ પણ ઘડીએ રાજયને નવા પ્રદેશ પ્રમુખ મળવાની ઘડીઓ ઘણાઈ રહી છે, તેની સાથે જ રાજય સરકારના મંત્રીમંડળના ફેરફારોનીપણ ધોષણાઓ થઈ જશે, મંત્રીમંડળ વિસ્તરણની સાથે જ ફરીથી કચ્છને તેમાં સ્થાન મળવાનું નકકી થવા પામી ગયુ છે અને આજ રોજ એક(૧) એપ્રીલના દીવસે કેશુભાઈ પટેલને પ્રધાનમંડળમાં સમાવવાનો તખ્તો ઘડી લેવાયો હોવાની વાત સામે આવવા પામી રહી છે. આ નિયુકિતના અહેવાલો આજે વાયુવેગે ફરી વળતા કચ્છના કેસરીયા બ્રિગેડમાં ખુશીની લહેર ફરી વળી છે તેની સાથોસાથ જ ઠેરઠેરથી કેશુભાઈ પટેલ પર અભિનંદન વર્ષા થવા પામી રહી છે.

Comments