ચેરમેન સુશીલકુમારની ટીમને શાબાશ છે..! : ડીપીએ-કંડલાએ ૧૫૦ મેટ્રીક ટન કાર્ગો હેન્ડલીંગનો સિદ્ધ કર્યો કિર્તીમાન
ચર ઓન યર ૧૩ ટકાના ગ્રોથ સાથે કંડલાએ નવો ઈતિહાસ રચ્યો
વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાનનો ઐતિહાસીક કાર્ગો હેન્ડલીંગ કર્યુંઃ દેશના તમામ મેજર પોર્ટમાં ડીપીએ-કંડલાસર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારૂ પોર્ટ બન્યું : પોર્ટના તમામ યુજર્સ, સ્ટેકહોલ્ડર, વિવિધ વિભાગના અધિકારી-કર્મચારીઓ, સંગઠનો અને પીપીપી ઓપરેટર્સ સહિતનાઓને ચેરમેનશ્રીએ આ સીદ્ધીના ગણાવ્યા ચશોભાગી
ગાંધીધામ : દેશના મહાબંદરો પૈકીના એક એવા દીનદયાલ પોર્ટ ટ્રસટ્ની કમાન જયારથી આઈઆરએસ સ્તરના અધિકારી શ્રી સુશીલકુમાર સીંગના હાથમાં ચેરમેન પદે આવવા પામી છે ત્યારથી આ બંદરનો વિકાસ તેજ ગતીએ સતત થવા પામી રહ્યો છે. શ્રી સુશીલકુમારની ટીમ સ્પીરીટ એટલે કે સંઘભાવના ભરી કાર્યશૈલીથી ડીપીએ-કંડલા બંદર નીતનવા વિક્રમ સ્થાપી રહ્યુ છે અને વિકાસના માર્ગે પુરપાટ ગતીએ આગળ ધપતુ હોવાનો વર્તારો જોવાઈ રહ્યો છે.
દરમ્યાન જ મળતી વધુ વિગતો અનુસાર ડીપીએ-કંડલા દ્વારા વધુ એક વખત કાર્ગો હેન્ડલીંગ ક્ષેત્રમાં ઈતિહાસ રચી દીધો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આ મામલે સત્તાવાર રીતે પોર્ટ પ્રશાસનની યાદીમાં જણાવ્યા અનુસાર દીનદયાલ પૌર્ટ ઓથોરીટી કંડલા ૧પ૦ એમએમટી મેટ્રીક ટન કાર્ગો હેન્ડલીંગનો વર્ષ ર૦ર-રપનો નવો વીક્રમ સ્થાપી દીધો છે અને કાર્ગો હેન્ડલીંગ ક્ષેત્રમાં ઈતિહાસ રચ્યો છે. નોધનીય છે કે, દેશના તમામ મેજર પોર્ટસમાં ડીપીએ કંડલા આ મુજબનો દેખાવ કરનારુ પ્રથમ બંદર બન્યુ છે. અત્યાર સુધીમાં કાર્ગો હેન્ડલીંગનો સર્વાધીક વોલ્યુમ હેન્ડલ કરવામાં આવ્યું છે. આ બદલ ડીપીએ ચેરમેન સુશીલકુમારસિંગની વિજનરી લીડરશીપ, આગવી કોઠાસુઝ, કર્મશીલ છબીને સૌ કોઈ યશોભાગી માની રહ્યા છે. અને આ મુજબની સિદ્ધી મેળવવા બદલ ડીપીએ ચેરમેન શ્રી સુશીલકુમારની સમગ્ર ટીમ પર અભિનંદન વર્ષા થવા પામી રહી છે.

Comments