ભુજમાં ૪૧ લાખના કોકેઈન સાથે બે યુવક પકડાયા
કોડકી રોડ પર આવેલ ઓક્સવૂડ સોસાયટીમાં બાતમીના આધારે કરાઈ કાર્યવાહી : પંજાબથી કોકેઈન અને અફીણ લઈને આવ્યા ત્યાં પકડાઈ ગયા : ૪૬ લાખનો મુદ્દામાલ કબજે કરાયો
ભુજ : પશ્ચિમ કચ્છ જિલ્લામાં નશાકારક પદાર્થોની વધતી હેરાફેરી વચ્ચે કોકેઈન સાથે બે યુવકને ઝડપી લેવામાં આવ્યા છે. આ બાબતે માનકૂવા પોલીસમાંથી મળતી વિગતો મુજબ કોડકી રોડ પર પ્રભુનગર-ર પાસે આવેલ ઓક્સવૂડ સોસાયટીમાં મકાન નં.૪૪ પાસે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે અહીં રહેતા મયૂર રસીકલાલ સોની અને જલારામ સોસાયટીમાં રહેતા મૂળ પંજાબના ગુરુદેવસિંગ ઉર્ફે મનીન્દરસિંગ કારૂની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓના કબજામાંથી ૪૧ ગ્રામ કોકેઈન કિંમત રૂા.૪૧ લાખ તથા અફીણ જેવા ગુણર્ધમ ધરાવતા બે ગ્રામ માદક પદાર્થ કિં.રૂા.૧ર૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પુછપરછ કરતા તેઓ પંજાબ જઈને આ માલ લઈને આવ્યા હતા. આર્થિક ફાયદા માટે નશાકારક પદાર્થ લાવ્યા હોવાની કેફિયત અપાઈ હતી. પાંચ લાખની આઈ-૧૦ કાર, મોબાઈલ, રોકડા મળી ૪૬.ર૦ લાખનો મુદ્દામાલ કબજે કરી માનકૂવા પોલીસમાં એનડીપીએસનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બે યુવકોની ધરપકડ કરી લેવાઈ છે. માલ આપનાર પંજાબના અજાણ્યા ઈસમ સામે ફરિયાદ થઈ છે. જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પશ્ચિમ કચ્છમાં સામાન્ય રીતે અવાર-નવાર પોલીસ દ્વારા ગાંજો પકડી લેવામાં આવતો હોય છે ત્યારે લાંબા સમય બાદ એસઓજીને કોકેઈન ઝડપી પાડવામાં સફળતા મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બન્ને યુવકો અગાઉ કેટલી વખત માલ લઈને આવ્યા છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અગાઉ ભુજમાં માધાપર હાઈવે પર એસઓજીએ ફિલ્મી ઢબે હેરોઈન ઝડપી પાડ્યું હતું. આ ઉપરાંત ગાંધીધામ વિસ્તારમાં અવાર-નવાર કોકેઈન, એમડી સહિતના માદક પદાર્થો પકડાતા રહે છે. ભુજમાં પણ ડ્રગ્સનો પગ પેસારો વધી રહ્યો છે ત્યારે પંજાબથી માલ લાવી ભુજમાં વેચાણ કરતા હતા કે કેમ ? ઉપરાંત કોને કોને માલ વેંચવામાં આવતો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.૪૬.ર૦ લાખનો મુદ્દામાલ કબજે કરી માનકૂવા પોલીસમાં એનડીપીએસનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બે યુવકોની ધરપકડ કરી લેવાઈ છે. માલ આપનાર પંજાબના અજાણ્યા ઈસમ સામે ફરિયાદ થઈ છે. જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પશ્ચિમ કચ્છમાં સામાન્ય રીતે અવાર-નવાર પોલીસ દ્વારા ગાંજો પકડી લેવામાં આવતો હોય છે ત્યારે લાંબા સમય બાદ એસઓજીને કોકેઈન ઝડપી પાડવામાં સફળતા મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બન્ને યુવકો અગાઉ કેટલી વખત માલ લઈને આવ્યા છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અગાઉ ભુજમાં માધાપર હાઈવે પર એસઓજીએ ફિલ્મી ઢબે હેરોઈન ઝડપી પાડ્યું હતું. આ ઉપરાંત ગાંધીધામ વિસ્તારમાં અવાર-નવાર કોકેઈન, એમડી સહિતના માદક પદાર્થો પકડાતા રહે છે. ભુજમાં પણ ડ્રગ્સનો પગ પેસારો વધી રહ્યો છે ત્યારે પંજાબથી માલ લાવી ભુજમાં વેચાણ કરતા હતા કે કેમ ? ઉપરાંત કોને કોને માલ વેંચવામાં આવતો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

Comments