Trending News
સ્થાનિક સમાચાર

નપાણીયા નેતાઓની બલિહારી : ૧ એપ્રીલથી કચ્છના સુરજબારી ટોલનાકે તોતીંગ ભાવવધારાનો ફટકો...!

29 March

જાગો કચ્છવાસીઓ જાગો, જાગો ટ્રાન્સપોર્ટસ જાગો






પહેલા રોડ પછી ટોલ : આદરો સામુહીક લડતરૂપ ઝુંબેશ : મંદી અને મોંઘવારીમાં 
હવે ટોલનાકાવાળાઓ પણ નહી તો ચલાવી જશે મોટી લુંટ!


સ્થાનિક સ્વરાજથી સંસદ સુધી સોંપ્યું સુકાન છતાં અમુક બની બેઠેલા જાહરેજીવનના પ્રતિનિધીઓની ચુપકીદી અથવા તો ટોલનાકાવાળાઓથી મીલીભગતના પગલે પ્રજાજનોને લુંટાવવાનો જ આવે છે વારો : રોડ-રસ્તાના કોઈ જ ઠેકાણા નહી, ઠેરઠેર ગાબડાઓ, સુવિધાઓના નામે મીંડુ છતા પણ ભાવવધારા કરવાના પીળા પરવાના કોના કહેવાથી આ ટોલનાકાના સંચાલકોને અપાઈ જાય છે?


સામાન્ય મોટરીંગ પબ્લીક તો લુંટાશે જ લુંટાશે જ પરંતુ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પડશે મોટામાં મોટો આર્થીક ધુમ્બો, મંધાઓ પર માઠી અસર થયેલી છે, જીએસટી-મહામંદી-મોંઘવારી તો કમર તોડી જ ચુકી છે, હવે આવા કોમર્શિયલ વાહનો પર ટોલના ઈજાફાનો લાગશે ઝટકો : ઝભ્ભાલેંગાવાળાઓના ભરોસે ન રહેજો, એમને તો  ટોલનાકા સંચાલકોથી ચૂંટણીફંડના નામે ગજવા ગરમ કરી જ લીધા હશે, એ લડતમાં કયાંય સાથે 
નહી આવે,  રજુઆતો અને મદદના માત્ર દેખાડશે ત્રાગા.., આવા ટોલનાકાના અન્યાયી ભાવવધારાથી બચવુ હોય તો ખુદ ટ્રાન્સપોર્ટસ અને મોટરીંગ પબ્લીકે જ ઉતરવું પડશે મેદાનમાં


ખખડધજ હાઈવે હોવા છતાં કચ્છના પ્રવેશદ્વાર પર બબ્બે વખત ચકવવું પડે છે ‘લગાન’ : ૧ લી એપ્રિલથી સૂરજબારી ટોલનાકે લાગશે ટેક્‌સ વધારાનો ‘ડામ’


હવે ઉંચો ટોલ ચુકવ્યા બાદ ખાડાઓવાળા હાઈવે પર મુસાફરી કરાવી વર્ષભર કચ્છીજનોને બનાવાશે ‘એપ્રિલફુલ’



ભુજ : ભુકંપ બાદ કચ્છમાં વધી ગયેલા ઔદ્યેાગીક કરણ બાદ જેને મજા આવે તે નફાખોરી જ કરવાની લ્હાયમાં લાગી ગયા છે. કચ્છનું મુળ જનજીવન જાય તેલ લેવા, મજાની અને ચિંતાજનક વાત તો એ જ છે કે , કચ્છીમાડુઓના આડેધડ લોહીચુસણા કરનારા આવા અમુક ઉદ્યોગાની સાથે સ્થાનિકની નેતાગીરી પણ જાણે કે ચુપકીદી સેવી રહી હોય તેવી નોબત વખતોવખત સામે આવવા પામી રહ્યા છે. દરમયાન જ હવે કચ્છના પ્રવેશદ્વાર પણ આવેલા ટેાલનાકાવાળા જાણે કે કચ્છીમાડુઓની સહનશકિતની કસોટી કરી રહ્યા હોય તેવી રીતે ખખડધજ રોડ રસ્તા અને કોઈ જ પ્રકારની સેવાઓ ન આપવા ઉપરાંત પણ મોટો ભાવવધારો વધુ એક વખત લાદી રહ્યા હોવાની સ્થિતી સામે આવવા પામી રહી છે. ત્યારે જાણકારો કહે છે કે, જાગો કચ્છીજનો જાગો, જાગો ટ્રાન્સપોર્ટસ જાગો, જયા સુધી રોડ નહી ત્યા સુધી ટોલ નહી, જયા સુધી સુવિધાઓ નહી ત્યા સુધી ભાવવધારો નહીના સુત્રોચ્ચાર સાથે આ પ્રકારના તઘલખી નિર્ણયોની સામે બાંયો ચડાવી અને આક્રમક રીતે વિરોધનો સુર છેડવો ઘટે.
નવા નાણાંકીય વર્ષના પ્રારંભે એટલે કે, ૧લી એપ્રિલથી કચછથી આવતા જતા વાહન ચાલકોને હવે ટોલનાકાઓ પર વધુ લગાન ચુકવવું પડશે. એસટીમાં ૧૦ ટકાના ભાડા વધારાનો ડામ આવ્યાના સમાચારોની ચર્ચા થંભી ન હતી, તે પૂર્વે જ ટોલ ટેક્સમાં ભાવવધારાનો બોજ કચ્છવાસીઓ પર લાદી દેવાયો છે. કચ્છના પ્રવેશદ્વાર પર કચ્છથી આવતા કે, જતા વાહનોને બે ટોલનાકાઓ પર ટોલ ટેક્સરૂપી ‘લગાન’ ચુકવવું પડે છે. હાઈવે પર ઠેરઠેર ખાડાઓની ભરમાર છે. નિયમાનુસાર માર્ગની સુવિધા મળતી ન હોવા છતાં મુંગા મોઢે લોકો ટોલ ટેક્સ ભરતા હોય છે. હવે ૧લી એપ્રિલથી સૂરજબારી ટોલનાકે વધુ ટેક્સ ચુકવવાની ફરજ પડશે. ઉંચા ટોલ ચુકવ્યા બાદ પણ ખાડાઓથી ખખડધજ બનેલા રસ્તા પર લોકોને મુસાફરી કરાવી વર્ષભર વાહન ચાલકોને એપ્રિલફુલ બનાવવામાં આવશે. કચ્છની નેતાગીરી આ મામલે ખામોશ હોવાથી કચ્છીજનોને ટોલ વધારાનો બોજ ઉઠાવ્યા સિવાય છુટકો નથી. 
આ અંગે વ્યથા ઠાલવતાં જાગૃત કચ્છવાસીઓએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યથી મંડી છેક સંસદ સુધી એક જ પક્ષને કચ્છવાસીઓએ સુકાન સોંપ્યું છે. તેમ છતાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કચ્છવાસીઓને રસ્તાના મુદ્દે થઈ રહેલા અન્યાય સામે મૌન સેવી રહ્યા છે. વિપક્ષી નેતાઓ પણ કચ્છીઓને થતા અન્યાય સામે લડત ચલાવવામાં વિફળ રહ્યા છે, તેથી કચ્છના લોકોને મુંગા મોઢે તેમના પર થઈ રહેલા અન્યાયને સહેતા રહેવાની ફરજ પડી છે તેવું જાગૃતો જણાવી રહ્યા છે. 


 

Comments

COMMENT / REPLY FROM