Trending News
સ્થાનિક સમાચાર

એસઆરસી બોર્ડમાં ડીપીએ-કંડલાના પ્રતિનિધી તરીકે ચીફ ઈન્જીનીયરની નિમણુક

29 March



ડે.ચેરમેન પદેથી નંદીશ શુકલાની બદલી થતા ખાલી પડેલ પદ ભરાયેું : વર્તમાન ડે.ચેરમેનશ્રી પણ મેમાં નિવૃત થતા શ્રી રેડ્ડીને અપાયુ સ્થાન


ગાંધીધામ : સિંધુ રીસેટલમેન્ટ કાર્પોરેશનમાં સરકારી ડાયરેકટર તરીકેની ખાલી પડેલી જગ્યા પર ઓર્ડર થવા પામ્યા છે. કેન્દ્રના સરકારી ડાયરેકટર તરીકે આઈજી બેનીસીની નિમણુક થઈ છે તો ડીપીએ કંડલાના ડે. ચેરમેન કે જેઓ હોદાની રૂહે એસઆરસીના ડાયરેકટર પદે રહેતા હોય છે તેમાં નંદીશશુકલાની બદલી થતા એ પદ અહી ખાલી રહ્યુ હતુ અને હવે તેના પર ડીપીએ-કંડલાના ચીફ એન્જીનીયર રવિન્દ્ર રેડ્ડીની નિમણુક કરવામાં આવી છે. હાલમાં ડે.ચેરમેન પદે સી.રવિચંદ્રન સેવારત રહેલા છે પરંતુ તેઓ આગામી ૩૧મી મેના રોજ નિવૃત થતા હોવાથી ડીપીએના પ્રતિનિધી તરીકે રવિન્દ્ર રેડીને નિયુકત કરવામા આવ્યા છે. જો કે હજુ સુધી આ બાબતે ડીપીએ કંડલા દ્વારા સત્તાવાર સમર્થન આપવામાં આવેલ નથી.

Comments

COMMENT / REPLY FROM