મીઠીરોહરની કંપનીમાંથી ૧૦.૩૧ લાખનો સામાન ચોરાયો
પુઠા, ફિલિંગ મશીન, પેકિંગ મટીરીયલ સહિતનો સામાન ચોરી જવા બાબતે શકદારના નામજોગ ફરિયાદ
ગાંધીધામ : તાલુકાના મીઠીરોહરમાં સર્વે નં.ર૯પ ખાતે આવેલ બીજીઆર ઈન્ટરનેશનલ કંપનીમાંથી ૧૦.૩૧ લાખનો સામાન ચોરાઈ જતા ફરિયાદ નોંધવામાં આવી હતી.
ફરિયાદી અનીલકુમાર મુરલીધર ઈશરાનીના જણાવ્યા પ્રમાણે તેમની કંપની મીઠાના એક્સપોટ સાથે સંકળાયેલી છે. છેલ્લા બે મહિનાથી વસ્તુમાં ઘટાડો જોવા મળતા સ્ટોક ગણતરી કરી હતી અને કેમેરા ચકાસતા જાણવા મળ્યું કે, ૧૦ અને ૧૧ માર્ચના કંપનીમાં ઓપરેટર તરીકે કામ કરતો નિલેશભાઈ કાર અને છોટાહાથી લઈને આવ્ય અને કંપનીમાંથી વસ્તુ લઈને જતો હતો. ગણતરી કરતા ર૧૧૦ કિલો પુઠાના બોક્સ, ફિલિંગ મશીન, પીનીંગ મશીન, પેકિંગ મટીરયલ, મેગ્નેટ, પેલેટ્સ વગેરે મળી કુલ ૧૦,૩૧,૬૦૦ ના મુદ્દામાલની ચોરી થઈ હતી. કંપનીની ચાવી નિલેશભાઈના સસરા શંકરભાઈ પાસે રહે છે અને તે કંપનીના મેનેજર છે. ર૭ માર્ચથી નિલેશભાઈ કંપનીમાં આવતો નથી જેથી નિલેશભાઈ અને તપાસમાં નીકળે તે ઈસમો દ્વારા ચોરી કરાઈ હોવાની હકીકત સામે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
..............

Comments