Trending News
સ્થાનિક સમાચાર

નખત્રાણા તાલુકામાં નર્મદાના નીરના  ૪ કોમ્પ્લેક્ષમાં અપુરતા પાણીની બૂમરાડ 

28 March

મોટા ડેમો જયારે ભરાય નીરથી ત્યારે પણ મોટા ટાંકા તો પાણીથી ભરો 




નખત્રાણા, મંજલ, વરમસેડા, ખોંભડી, કોમ્પ્લેક્ષમાંથી સમગ્ર તાલુકાને પાણી મળ છે સાથે ભુજના ગામોને પણ મળે છે પાણી : હાજીપીરના મેળામાં પાણીની જરૂર પડશે તો નરા ડેમ વાટે લવાશે : તાલુકાના મોટાભાગના ગામો પોતાના પર આત્મનિર્ભર : ગામે ગામ પાણીના બોર : અમુક ગામો અને પરામાં પાણીનો પોકાર ઉઠ્યો : વહિવટી તંત્રની ગુલાબી ચિત્ર રજુ 



નખત્રાણા : કચ્છને ફાળવાયેલા નર્મદાના પુરતા એક મિલિયન એકર ફીછટ પાણીને છેક નખત્રાણા, અબડાસા સરહદી વિસ્તારના ગામડામાં પહોંચાડીને નાના મોટા ૩૦ ઉપરાંતના ડેમો ભરવાની બાંગો પોકારી રહી છે, ત્યારે નખત્રાણા તાલુકાના ૪ ગામોમાં આવેલા સમગ્ર તાલુકાને અને ભુજના અમુક પરા ગામડાને પાણી પહોંચાડતા નર્મદાના ૪ કોમ્પ્લેક્ષમાં પુરતા પ્રમાણમાં નિયમિત પાણી પહોંચાડવામાં આવે તો તાલુકામાં પાણીનો પોકાર ન ઉઠે તેવું ખેડૂતો, વેપારી અને પ્રબુદ્ધ નાગરિકોએ કચ્છઉદય સાથે વાત કરતાં કહ્યું હતું.  નર્મદાના નીરથી ડેમો તો જયારે ભરાય ત્યારે પણ હાલે તાલુકામાં આ મોટા ટાંકા તો પાણીથી છલોછલ ભરો. નખત્રાણા નજીક ચત્રભુજની આંટી પાસે આવેલો કોમ્પ્લેક્ષ ટાંકામાંથી રર ગામો અને ૧૧ પરાને ૩ એમએલડી નર્મદાનું પાણી મળે છે તેની જરૂરત છે. સાડા ચાર એમએલડી આ કોમ્પ્લેક્ષમાંથી મોટી વિરાણી, સુખપર, નાની વિરાણી, અરલ, દેવસર, જીંદાય, નાગલપર, ફુલાય, તલ, ભીમસર, હરીપર, આમીંયા, ડાડોર, ઝાલુ, ગોંધિયાર, ચંદનનગર, વાંઢો, અજીરાવાંઢ, છારી, લૈયારી, પૈયા, વેડહાર, ગેચડો સહિતના ગામો - વાંઢોની ૩પ હજાર માનવ વસતી તથા ૪પ હજાર પશુધનને પીવાનું પાણી મળે છે તેવું ફુલ ગુલાબી ચિત્ર  પાણી પુરવઠા બોર્ડના કલાર્કે કચ્છ ઉદયના પ્રતિનિધિ દ્વારા પુછાયેલા પ્રશ્નોમાં રજુ કર્યો હતો.  તો અમુક ગામના સરપંચો, અગ્રણીઓ, માલધારીઓ, બન્ની તથા ઉલટ ગામે પાણી ન મળવાની રાવ કરી હતી. આ વિસ્તારમાં પાણી અનિયમિત પહોંચતું હોવાની રાવ ઉઠી છે. મંજલ હાઈવે રોડ માધાપર તરફ જતા રસ્તા પર નર્મદાનું નીરનું કોમ્પ્લેક્ષ આવેલ છે. ૧પ ગામો અને ૩ પરાને પાણી પહોંચતુ કરે છે તેમાં કલ્યાણપર, લાખાડી, લક્ષ્મીપર, તરા, મંજલ, યક્ષ, સાંયરા, અગીઆ મોટા, દેવપર, ધાવડા, વિથોણ, અધો, આણંદસર, મોરજર અને ૩ પરા આનંદનગર નવી મંજલ મણિપરને નર્મદાના દોઢ એમએલડી પુરવઠો મળે છે, ત્યાં ડિમાન્ડ છે. ૩ એમએલડીની ત્યાં માનવ વસતી ર૪ હજાર છે અને ૧૭ હજાર પશુધન છે, ત્યાં અમુક ગ્રામ પંચાયતો પોતાના બોર પર આત્મ નિર્મર છે, ત્યાં અમુક ગામોમાં નિયમિત પાણી મળતું નથી તેવી રાવ ઉઠી છે.  ખોંભડી કોમ્પ્લેક્ષમાંથી ૧૭ ગામો અને ૧૦ પરાને પાણી અપાય છે. દેશલપર (ગું), જીજાય, ખોંભડી, મુરૂં, મોરાય, નેત્રા, રસલિયા, ધામાય, ઢોરો, લુડબાય, ઉઠગડી, ૧૦ પરા, ભભરાવાંઢ, વજીરાવાંઢ, ધમાય સોઢા કેમ્પ, ભુજ તાલુકાના હાજીપીર, લુણા, ચાંદવાંઢ, નાના ભીટારા, બુરકલનો સમાવેશ થાય છે. આગામી હાજીપીરના મેળામાં પાણીની વધુ ખપત પડશે તો નરા ડેમ તથા બોર વાટે પાણી મળશે તેવું પાણી પુરવઠા તંત્રએ કહ્યું હતું. આ ગામોની વસતી બાર હજાર છે પશુધન ૩૭ હજાર  છે.  વરસમેડાથી ૧ર ગામોને નર્મદાના પાંચ લાખ લિટર પાણી અપાય છે, જેમાં જીયાપર, મંગવાણા, જાડાય, વ્યાર, કુરબઈ, ભુજ તાલુકાના માધાપર, રોહ, સુમરી, ભોજરાજવાંઢ, દેવીસર, દનણા, મોરગર, વિજપાસરનો સમાવેશ થાય છે. ૧૧ હજાર માનવ વસતી, ૩૧ હજાર પશુધન છે. આ તમામ ગામોમાં પાણી પુરવઠાના કોમ્પ્લેક્ષમાં નર્મદાના નીર ઉપરાંત ૪૦થી ૪પ બોર વાટે પણ પાણી અપાય છે. નખત્રાણા તાલુકામાં પાણી પુરવઠાના કામચોર અને ભ્રષ્ટ અધિકારી સામે પણ અનેક આક્ષેપો થઈ રહ્યા છે. તે તમામની સામે તપાસની માંગ ઉઠી છે. ઉપરાંત તાલુકામાં અને ગેરકાયદેસર નળ કનેકશન અપાય છે તે પાણીચોર પર તવાહીની માંગ ઉઠી છે. સંકલનમાં પણ જવાબદાર પાણી પુરવઠાના અધિકારી હાજર નથી રહેતા અને લોકોના ફોન પણ ઉઠાવતા નથી તેવી રાવ ઉઠી છે. પાણી પુરવઠા મંત્રી પાસે પણ રજૂઆત થઈ છે. તાલુકામાં હાલે પાણીનું ચિત્ર ધુધળુ દેખાઈ રહ્યું છે. ઉનાળામાં રાવ ઉઠશે તે નક્કી છે.

Comments

COMMENT / REPLY FROM