Trending News
સ્થાનિક સમાચાર

કુમકુમ મંદિરના સંતોનું ૨૯ માર્ચથી કચ્છમાં આગમન

27 March


ભુજ : સદગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર - મણીનગર -અમદાવાદના સંતો તા. ૨૯થી ૩૧ માર્ચ સુધી સત્સંગ પ્રચાર અર્થે વિચરણ કરશે. ૨૯મી માર્ચના કુમકુમ મંદિરના સંતો માધાપર મંદિરે પધારશે. કથાવાર્તાનો લાભ આપશે. ભુજમાં પધરામણીએ પધારશે. ૩૦મી માર્ચના રવિવારે બળદિયા - ભારાસર અને દહીંસરા આદિ ગામોમાં હરિકૃષ્ણ મહારાજ અને સંતોની પધરામણી અને સત્સંગ સભા યોજવામાં આવશે. ૩૧મી માર્ચને સોમવારના સ્વામિનારાયણ મંદિર કુમકુમ માધાપર ખાતે પાટોત્સવ પ્રસંગે સ્વામિનારાયણ ભગવાનનું પૂજન - અર્ચન કરીને અભિષેક કરવામાં આવશે. ત્યારબાદ વિવિધ ગામથી પધારેલા હરિભક્તો આરતીઓ કરશે. આ પ્રસંગે અબજીબાપાની વાતોની પારાયણ યોજાશે. આ કથામૃતનું પાન શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી, હરિવલ્લભદાસજી સ્વામી,  પ્રેમવત્સલદાસજી સ્વામી કરાવશે. 
પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, કચ્છની ભૂમિ ઉપર જીવનપ્રાણ બાપા પ્રગટ થયા તેમના પ્રૌઢપ્રતાપના કારણે કચ્છનો સર્વાંગી રીતે વિકાસ થયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય ગ્રંથ જે વચનામૃત તેના ઉપર અબજી બાપાએ કરેલી રહસ્યાર્થ પ્રદિપિકાટીકા આજે દરેક મંદિરોમાં અને ઘરોઘર વંચાય છે. જેના કારણે સ્વામિનારાયણ ભગવાનને જેવા છે તેવા ઓળખી શકાય છે. આ ગ્રંથના કારણે આપણા ભારતીય સંસ્કારો ટકી રહ્યા છે અને જેના કારણે યુવાનો પણ વ્યસન મુક્ત અને સદાચારયુક્ત જીવન જીવતા થયા છે. તે સહુ જીવનપ્રાણ બાપાની બલિહારી છે. તેથી આપણે સૌ કોઈએ બાપાએ બતાવેલા સિદ્ધાંતો અનુસાર આપણું જીવન જીવવું જોઈએ અને આપણી આધ્યાત્મિક કેડીને કંડારવી જોઈએ. 
-------

 

Comments

COMMENT / REPLY FROM