રાજ્યકક્ષાના કલા મહાકુંભ કથકમાં ‘નૃત્યનાદ’ ની સિદ્ધિ
ભુજ : તા ૧૭ થી ૨૦ માર્ચ દરમ્યાન ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાના કલામહાકુંભની વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું, જેમાં કથ્થક શાસ્ત્રીય નૃત્ય સ્પર્ધા (૧૫ થી ૨૦વય જૂથ)માં ભુજના ‘નૃત્યનાદ ધ ડાન્સ સ્ટુડિયો’ ની તાલીમાર્થી કન્હાઈ યોગેશ ગોર તૃતીય સ્થાને વિજેતા બન્યા છે. નૃત્યનાદના સંચાલક કથક કલા ગુરુ યેશાબેન વત્સલભાઈ ઠક્કરે કન્હાઈને તાલીમ આપી હતી. ભુજ મધ્યે નૃત્યનાદ ધ ડાન્સ સ્ટુડિયો છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છે અને એમ. એસ. યુનિવર્સિટીના પર્ફોર્મિંગ આર્ટસ ના કથક ક્ષેત્રમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર અને હાલમાં કથક ક્ષેત્રે પીએચ. ડી. કરી રહેલા યેશાબેન ઠક્કર અહીં દીકરીઓને શાસ્ત્રીય નૃત્ય કથકમાં પારંગત કરી રહ્યા છે. અહીંની તાલીમાર્થીઓ યેશાબેનના માર્ગદર્શન હેઠળ અનેક ઇવેન્ટમાં ભાગ લઈ ભુજનું નામ રોશન કરી રહી છે. રાજ્યસ્તરે વિજેતા થઈ કનહાઈએ કચ્છનું ગૌરવ વધાર્યું છે. યેશાબેને કન્હાઈની આ સિદ્ધિને વધાવી હતી. ગુરુ શિષ્યા ને ઠેર ઠેર થી અભિનંદન પ્રાપ્ત થઈ રહ્યા છે.
------

Comments