Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં પ્લાયવુડના અમુક વેપારીઓ પર ડીજીજીઆઈ(જીએસટી)ની ટીમના દરોડા..!

27 March

જામનગર - રાજકોટ - મુંબઈ તપાસનો લંબાયો રેલો..!




પ્લાયવુડ-સેનેટરી ગુડસ-સીરામીક ઈન્ડસ્ટ્રીઝ પર ટીમોએ આદર્યુ સર્ચ : રાજકોટ, ગાંધીધામમાં ૧૦થી વધુ સ્થળોએ ક્રોસ વેરીફીકેશનનો ધમધમાટ : મોટી માત્રામાં દલ્લો મળવાની સંભાવના : જો કે, ગાંધીધામ જીએસટી એકમ આવી કાર્યવાહીથી છે અજાણ



જીએસટી વિજિલન્સની ટીમ દ્વારા સબંધિત પેઢીઓની કચેરી, ગોડાઉન, રહેણાક સ્થળો સહિતનાઓમાં આદરી છાનબીન : કરચોરોમાં ફફડાટ



ગાંધીધામ : માર્ચ એન્ડીંગનો સમય ચાલી રહ્યો છે ત્યારે પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર એવા ગાંધીધામ સંકુલમાં પણ વિવિધ એજન્સીઓ લક્ષ્યાકો પાર પાડવાની સાથે જ કરચોરી કરનારાઓ પર પણ તપાસનો ધમધમાટ તેજ બનાવી રહી છે. દરમ્યાન જ મળતી વધુ વિગતો અનુસાર  પહેલા જામનગર અને તેની તપાસનો રેલો મુંબઈ લંબાયા બાદ હવે ડીજીજીઆઈની ટીમ દ્વારા ગાંધીધામ અને રાજકોટ સુધી આ તપાસનો રેલો લંબાયો હોવાની સ્થિતી સામે આવવા પામી રહી છે. આ મામલે અંતરંગ વર્તુળોમાથી મળતી માહીતી અનુસાર ઘણા સમયથી ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ એન્ડ સર્વિસ ટેક્સ (ડ્ઢય્ય્ૈં)ની ટીમ દ્વારા પ્લાયવુડ અને સિરામિક ઉપરાંત સેનેટરી ગુડ્‌સના વેપારીઓ પર વોચ રાખવામાં આવતી હતી. જેના આધારે ડ્ઢય્ય્ૈંની ટીમે રાજકોટ અને ગાંધીધામમાં ૧૦ સ્થળોએ દરોડાની કાર્યવાહી કરી છે. જેમાં સિરામિક, પ્લાયવુડ અને સેનેટરી ગુડ્‌સ સંકળાયેલા વેપારીઓનો સમાવેશ થાય છે. આ ધંધા સાથે સંકળાયેલા વેપારીઓના ૧૦ જેટલા સ્થળો જેમાં ફેક્ટરી, રહેણાક મકાન સહિત ઓફિસોમાં આ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.દરોડા દરમિયાન અધિકારીઓને કેટલાક વાંધાજનક દસ્તાવેજો અને પુરાવાઓ પણ મળ્યા હતા. ઉપરાંત દરોડા દરમિયાન ઇનપુટ ટેક્સ ક્રેડિટ અને જીએસટી ચોરીના પુરાવાઓ પણ મળ્યા હતા. જેના આધારે કરોડો રૂપિયાની ટેક્સ ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. હજી આવનારા દિવસોમાં તપાસ દરમિયાન મોટી કરચોરી સામે આવે એવી શક્યતાઓ દેખાઈ રહી છે.  અધિકારીઓએ પ્રાથમિક તપાસમાં ૧૦ કરોડની કરચોરી શોધી કાઢી છે. હાલ તપાસ ચાલી રહી છે. અગાઉ પણ ડ્ઢય્ય્ૈંના અધિકારીઓએ જામનગરમાં મોટા પાયે દરોડા પાડીને કરચોરી શોધી કાઢી હતી. જ્યારે પેઢીના સંચાલકોની ધરપકડ કરી હતી. તે પછી પણ ત્રણ કેસ કર્યા હતા. ત્યારબાદ સેન્ટ્રલ એજન્સીઓએ અમદાવાદ, મુંબઈ અને નોઈડામાં દરોડા પાડીને મોટા પ્રમાણમાં કરચોરી શોધી કાઢી હતી. કચ્છ અને રાજકોટના વેપારીને ત્યાં ચાલી રહેલા દરોડા દરમિયાન તેમની સાથે સંકળાયેલા અમદાવાદના વેપારીઓ સુધી પણ તપાસનો રેલો પહોંચે તેવી સંભાવના છે .

Comments

COMMENT / REPLY FROM