Trending News
સ્થાનિક સમાચાર

છે ને ચમત્કારને જ નમસ્કાર : અબડાસાના એમએલએ પ્રદુમનસિંહભાઈની દહાડપૂર્વકની રજુઆતની અસર : પ.કચ્છ ખાણખનિજ વિભાગનું લેવાયું પુછાણું

27 March




અબડાસા મતવિસ્તારમાં ઠેર-ઠેર ખનીજચોરો બેફામ બનેલા છે, જિલ્લા સંકલનની બેઠકમાં અને તે બાદ અબડાસાના ધારાસભ્યશ્રીએ વિધાનસભા ગૃહના બજેટ સત્ર દરમ્યાન પણ પ્રશ્ન પુછતા પશ્ચીમ કચ્છ ખાણખનિજ વિભાગે વર્ષ ર૦ર૩-ર૦ર૪માં કરેલી કામગીરીનું રજુ કર્યુ સરવૈયુ


ગાંધીધામ : પ્રજાકીય પ્રતિનિધી જાગૃત હોય, પ્રજાભીખુતા ભરી કાર્યશૈલી ધરાવતા હોય તો ચોકકસથી તેનો ફાયદો આમપ્રજાજનો અને સરકાર બન્નેને થવા પામતો જ હોય છે. તેનો તાદશ દાખલો કચ્છના અબડાસાના હિમંતવાન ધારાસભ્યશ્રી પ્રદુમનસિંહ જાડેજાએ કરેલી રજુઆતમાં પણ જોવા મળી આવ્યો હોવાનુ પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે. વાત સહેજ ફોડ પાડીને કરીએ તો અબડાસાના ધારાસભ્ય પ્રદુમનસીહ વરસોથી આમ પ્રજાજનોના સાચા સેવકની છબી ધરાવી રહ્યા છે. તેમની જીવન શૈલી ખુબજ સાદગી સભર છે. તેઓ સામાન્ય પ્રજાજનોની વચ્ચે સાદગીસભર ભાષામાં વિન્રમતા પૂર્વક વાતો કરતા જોવા મળી આવતા હોય તો બીજીતરફ એ જ પ્રજાજનો માટે પોતાના આક્રમત તેવર દેખાડતા પણ વાર ન કરે તેવી અનોખી ઓળખ ધરાવી રહ્યા છે. આ જ છબી પ્રદુમનસિહની પાછલા અમુક સમયથી જોવા મળી આવી હતી. તેઓએ અબડાસા વિધાનસભા વિસ્તારમાં વકરેલી કેટલીક અસામાજીક બદીઓ બાબતે જિલ્લા સંકલનની બેઠકમાં પ્રશ્નો ઉપાડયા હતા જેમાં ઠેર-ઠેર દારૂની બદી તથા ખનીજ ચોરીના વકરેલા નેટવર્ક અને તેના લીધે આમપ્રજાજનો તથા સરકારની તિજોરીને થઈ રહેલા નુકસાન બાબતે છણાવટ કરી હતી. શ્રી જાડેજાએ સંકલનની બેઠકમાં આ બાબતે રજુઆત કર્યા બાદ તાજેતરમાં જ વિધાનસભાના ફલોર પર પણ ગૃહમાં ખનીજચોરીને લગતા પ્રશ્નો પુછયા હતા અને અબડાસા મતવિસ્તારમાં આ અંગે થેયલી કાર્યવાહીની માહીતીઓ માંગી હતી. શ્રી જાડેજાએ પુછેલતા આ પ્રશ્ન બાદ પશ્ચીમ કચ્છ ખાણખનિજ વિભાગને પણ સરકાર તબક્કેથી પુછાણુ આવી ગયુ હોવાની વિગતો સામે આવી રહી છે અને આ વિભાગે કરેલી કાર્યવાહીનું સરવેયુ પણ રજુ કરવાની ફરજ પડી હોવાનુ સામે આવવા પામી રહ્યું છે. ભુસ્તરશાસ્ત્રી પશ્ચીમ કચ્છ-ભુજની કચેરી દ્વારા લેખિતમાં અપાયેલા પ્રત્યુતરમાં જણાવાયુ છે કે, તેઓની કચેરીની ટીમ દ્વારા સતત આકસ્મીક ચેકીગ કરી ખનીજનું બિનઅધિકૃત રીતે થતા ખનન-વહન-સંગ્રહના કેસો પકડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી જ રહી છે. વર્ષ ર૦ર૪-રપમાં આ વિસ્તારમાં થયેલી કાર્યવાહીની આંકડાકીય માહીતીઓ પણ રજુ કરવામા આવી છે. જેમાં જણાવ્યા અનુસાર નખત્રાણામાં કુલ્લ ૧પ કેસો કર્યા છે જેમાં પ૦ ૪૯.૪ લાખની વસુલાત કરાઈ છે જયારે પ.૮ લાખની વસુલાત નોટીસ ફટકારાઈ છે. આ વિસ્તારમાં એફઆરઆઈ બે કેસોમાં કરવમા આવી છે અને ૩૦ લાખ જેટલી વસુલાત હજુ બાકી છે, એ જ રીતે લખપત વિસ્તારમાં ૯ કેસ કરાયા છે જેમાં રપ.પ૮ વસુલાત કરાઈ છે જયારે ૧ કેસમાં રૂ. રપ.૮૮ લાખની વસુલાત માટે નોટીસ પાઠવેલ છે એફઆઈઆર બે કેસમાં થવા પામી છે જયારે કે ર૭.૩ર લાખની વસુલાત બાકી છે. તો અબડાસા વિસ્તારમાં વર્ષ દરમ્યાન કુલ્લ ૭ કેસ નોધાયા છે, જેમાં ૧ર.૪ર લાખની વસુલાત થવા પામી છે તથા બે કેસમાં ૪૦.૬ લાખની વસુલાત માટેની નેાટીસ ફટકારવામા આવેલી છે. 
એફઆઈઆર બે કેસોમાં થવા પામી છે અને અહી બાકી વસુલાત ૧૩૧.૩૪ લાખની બોલી રહી છે. એ જ રીતે વર્ષ ર૦ર૩-ર૪માં થયેલી કામગીરીમાં નખત્રાણા વિસ્તારમાં કુલ્લ રર કેસો, ૩ર.૬૧ લાખની વસુલાત, લખપતમાં ચાર કેસો ર૦.૬૬ લાખની વસુલાત, બે એફઆઈઆર તથા ૪ર.૩ લાખની વસુલાત બાકી જયારે કે અબડાસામાં ર૧ કેસોમા પ૦ લાખની વસુલાત કરાઈ છે, પાંચ કિસ્સાઓમાં એફઆઈઆર કરવામા આવી છે અને ર૭૮.૩૬ લાખની રીકવરી કરવાની બાકી છે. ભુસ્તરશાસ્ત્રીએ આ તબક્કે ખાતરી સાથે જણાવ્યુ છે કે, આ વિસ્તારોમાં આકસ્મિક ચેકીંગ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને ભવિષ્યમાં પણ જો કોઈ ખનિજ ગેરરીતી થતી હોવાનુ સામે આવશે તો તેની સામે તાત્કાલીક ધોરણે પગલા ભરવમાં આવશે. 




....................


રાત્રે ચોરી પણ તપાસ કે, દરોડા દિવસે : પછી નિલ જ આવે...


ગાંધીધામ :અબડાસા અને લખપત તાલુકાના જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં મોટા ભાગે રાત્રીના સમયે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ધમધમતી હોય છે. આધુનિક મશીનોના સહારે મોટા પ્રમાણમાં ખનન કરવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા થતી આકસ્મિક તપાસ મોટાભાગે દિવસ દરમ્યાન જ થતી હોવાથી તંત્રની ટીમને સ્થળ પરથી ખાસ કંઈ મળી આવતું નથી. રાત્રી દરમ્યાન જ ખનીજ ચોરો પોતાનો માલ સગેવગે કરી લેતા હોવાથી તંત્રને તપાસ માટે ફોગટના ફેરા થાય છે. તાજેતરમાં ખાણ ખનીજનો ફલાઈગ સ્કોર્ડ રાત્રે દરમ્યાન અબડાસાના ખીરસરામા રેડ કરીને સફળતા મળી.




......................

આધુનિક ઉપરકરણોનો ઉપયોગ કરીને સર્વે હાથ ધરાય



ગાંધીધામ :પશ્ચિમ કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં ખનીજ ચોરીના દુષણને તંત્ર દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. આધુનિક ડ્રોન કેમેરા જેવા ઉપકરણો અને સેટેલાઈટની મદદથી સર્વેક્ષણ કરવામાં આવે તો તંત્રને તે મદદરૂપ બની શકે છે. વિસ્તારની દ્દષ્ટિએ પશ્ચિમ કચ્છ ખુબ મોટા ભુભાગમાં પથરાયેલો હોઈ ખનીજ ચોરો પર વોચ રાખવા તંત્રની ટીમો આધુનિક ટેકનોલોજી અપનાવે તે ઈચ્છનીય છે. હાલમાં અબડાસા, લખપત સહિત અનેક ગામોમાં વિવિધ ખનીજોનો ગેરકાયદેસર ખનન થયો છે તે ખનન કેટલો થયો છે તેનું પણ પચનામા સહિત ખાણ ખનીજની ટીમોને ખાસ રીપોર્ટ કાઢવો જોઈએ. જેમા ગામના સરપંચ, તલાટી સહિત વિવિધ અગ્રણીઓના પંચનામા સહિતની કામગીરીમાં સાક્ષી તરીકે રાખવા જોઈએ. હવે પછી કોઈ પણ ખનીજ ચોરી થાય તો અગાઉના કચ્છના કલેકટર પ્રવિણા ડી.કે.ના આદેશ મુજબ ગામની પણ જવાબદારી થાય તે રીતે જવાબદારી ફીકસ કરવી જોઈએ. અમુક ગામોમાં તો ગામના સરપંચ, તલાટી સહિત વિવિધ અગ્રણીઓ તંત્ર રજુઆત કરી જાણ કરી દેતા હોય છે પરંતુ અમુકમાં તો રજુઆત કર્યા પછી ફરી જતા હોય તેવા વ્યક્તિ ઉપર કડક નિયમોનો પાલન થાય તે જરૂરી છે.





.......................


શક્તિશાળી મશીનોથી થઈ રહ્યું છે ખનન 


ગાંધીધામ :પશ્ચિમ કચ્છના અબડાસા અને લખપત તાલુકાના ખનીજ માફિયાઓ હવે ખુબ જ શક્તિશાળી મશીનોની મદદથી રાત્રીના સમયે ખનન કરી રહ્યા છે. જાણકારો કહે છે કે ખનીજ ચોરો દ્વારા ઉપયોગમાં લેવાતા મશીનો એટલા પાવરફુલ હોય છેકે, એક મશીન દ્વારા ગણતરીના સમયમાં પ૦ થી વધુ ગાડીઓ ભરાય તેટલું ખનીજ ખનન થતું હોય છે. પશ્ચિમ કચ્છમાં આવા અનેક મશીનો ધમધમતા હોવાનું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.



..................

ગુજરાતના રાજકીય ઈતિહાસમાં 
આવા કિસ્સાઓ ખુબ ઓછા બને છે



ગાંધીધામ : પ્રજાહિત સર્વોપરીની ભુમિકા ખુબજ ઓછા રાજકારણીઓ ભજવતા હોય છે પરંતુ કચ્છના અબડાસાના ધારાસભ્યશ્રી હાલમાં જે રીતે પ્રજાજનોના હિતમાં અવાઝ બુલંદ બનાવી રહ્યા છે તેની સરાહના થવા પામી રહી છે.  આ તબક્કે અભિનંદન તો અબડાસાના ધારાસભ્યશ્રીને જ મળવા પામી રહ્યા છે કે, જેઓએ પ્રજાના હિતમાં પોતાની જ સરકારની સામે ખનીજચોરી બેફામ હોવાની હિમંતભરી રજુઆત કરી દેખાડી છે. આવા કિસ્સાઓ ગુજરાતના રાજકીય ઈતિહાસમાં ખુબ જ ઓછા બનતા હોય છે..

Comments

COMMENT / REPLY FROM