શ્રી સિમેન્ટે ગુજરાતના કચ્છ જિલ્લામાં નોકરીઓનું સર્જન, ટકાઉપણા અને રૂ. ૨,૨૨૩ કરોડના રોકાણની પ્રતિબદ્ધતા જાહેર કરી
ભુજ, ૨૫ માર્ચ, ૨૦૨૫ - શ્રી સિમેન્ટ લિમિટેડ ગુજરાતના કચ્છ જિલ્લામાં લખપત તાલુકાના છેર મોટી ગામ ખાતે તેનો પ્રથમ ઇન્ટિગ્રેટેડ સિમેન્ટ પ્લાન્ટ ઊભો કરવા જઈ રહી છે જેની ક્લિંકર ઉત્પાદન ક્ષમતા ૨.૬૫ મિલિયન ટીપીએ અને સિમેન્ટની ક્ષમતા ૪.૫૭ મિલિયન ટીપીએ રહેશે. આ ક્ષમતામાં ૨૫ મેગાવોટ કેપ્ટિવ પાવર પ્લાન્ટ અને ૨૩ મેગાવોટ વેસ્ટ હીટ રિકવરી સિસ્ટમ (ડબ્લ્યુએચઆરએસ) સમાવિષ્ટ હશે જેથી વીજ ઉત્પાદન માટે કાર્યક્ષમ રીતે એક્ઝોસ્ટ ગેસનો ઉપયોગ કરી શકાય અને ગ્રીડ પાવર પરની નિર્ભરતા ઘટાડી શકાય. કંપની આ પ્રોજેક્ટમાં લગભગ રૂ. ૨,૨૨૩ કરોડનું રોકાણ કરી રહી છે. પર્યાવરણીય મંજૂરી પ્રક્રિયાના અંગે જાહેર સુનવણીના ભાગરૂપે પ્રોજેક્ટ કામગીરીના તબક્કા દરમિયાન આશરે ૮૦૦ લોકોને સીધી રોજગારી અને બાંધકામ તબક્કા દરમિયાન લગભગ ૨,૦૦૦ કોન્ટ્રાક્ટ કામદારો માટે પરોક્ષ રોજગારીનું સર્જન કરશે તેવી અપેક્ષા છે. તેનાથી સ્થાનિક સમુદાયોને નોંધપાત્ર ફાયદો થશે કારણ કે સ્થાનિકોને તેમની કુશળતા, લાયકાત, અનુભવ અને યોગ્યતાના આધારે પ્રાથમિકતા આપવામાં આવશે, જેથી કંપનીના કર્મચારીઓમાં તેમની ક્ષમતાઓ સાથે મેળ ખાતી હોય તેવી ભૂમિકાઓમાં તેમનું એકીકરણ સુનિશ્ચિત થઈ શકે.
કચ્છના નખત્રાણાના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (શ્રીમતી સુસ્મિતા એસ. એપ્પલાપલ્લી) અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના કચ્છ વેસ્ટના રિજનલ ઓફિસર (શ્રી એન. પી. ચૌધરી)ની પેનલની અધ્યક્ષતામાં જાહેર સુનાવણી યોજાઈ હતી. આ સુનાવણીમાં સ્થાનિક હિસ્સેદારો, સરકારી અધિકારીઓ, કંપનીના પ્રતિનિધિઓ અને પર્યાવરણીય સલાહકારોએ હાજરી આપી હતી.વધુમાં, ટ્રાન્સપોર્ટર્સ, સર્વિસ પ્રોવાઇડર્સ અને સ્થાનિક સાહસો માટે વ્યવસાયિક તકો ખુલશે, જે પ્રદેશની આર્થિક ઇકોસિસ્ટમને ટેકો આપશે. આ પ્લાન્ટ કર અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા રાજ્ય અને કેન્દ્રની આવકમાં પણ નોંધપાત્ર યોગદાન આપશે.સુનાવણીમાં શ્રી સિમેન્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “ગુજરાત લાંબા સમયથી ઔદ્યોગિક વિકાસનું કેન્દ્ર રહ્યું છે અને રાજ્યમાં શ્રી સિમેન્ટનો પ્રવેશ આર્થિક વિકાસ અને રોજગાર સર્જન પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. ઉપરાંત, પર્યાવરણીય રીતે જવાબદાર કામગીરી માટે કંપની હવા, પાણી અને જમીન પર કોઈપણ પ્રતિકૂળ અસરને ઘટાડવા માટે અત્યાધુનિક પ્રદૂષણ નિયંત્રણ પગલાં અમલમાં મૂકશે.”તેમણે વધુમાં સમજાવ્યું હતું કે “પ્લાન્ટ ડ્રાય-પ્રોસેસ ટેકનોલોજીનો ઉપયોગ કરશે, જેથી પ્લાન્ટની કામગીરીમાંથી ગંદા પાણીનું ઉત્પાદન ન થાય. સિન્થેટિક જીપ્સમ અને મિલ સ્પ્રેની ઉત્પાદન પ્રક્રિયામાં આરઓ રિજેક્ટ વોટરને રિસાયકલ કરવામાં આવશે અને ઘરેલુ ગંદા પાણીને ગ્રીનબેલ્ટ ડેવલપમેન્ટ અને ડસ્ટ સપ્રેશન માટે ટ્રીટ કરીને ફરીથી ઉપયોગમાં લેવામાં આવશે. પાણીની ગુણવત્તાનું નિયમિત નિરીક્ષણ કરવામાં આવશે અને સ્થાનિક સમુદાય માટે પાણીને બચાવવા અંગે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. બાયોડિગ્રેડેબલ કચરાને ઓર્ગેનિક ખાતરમાં રૂપાંતરિત કરવામાં આવશે, જ્યારે નોન-બાયોડિગ્રેડેબલ કચરાને રિસાયકલ કરવામાં આવશે. બાંધકામના કચરાને રસ્તાના કામ અને સાઇટ લેવલિંગ માટે ફરીથી ઉપયોગમાં લેવામાં આવશે.”કંપની લખપત તાલુકા અને કચ્છ જિલ્લામાં શિક્ષણ, હેલ્થકેર, મહિલા સશક્તિકરણ, કૌશલ્ય વિકાસ અને માળખાગત વિકાસમાં રોકાણ કરશે.કામના સ્થળે સલામત અને સ્વસ્થ માહોલ માટે કંપની નિયમિત આરોગ્ય તપાસ હાથ ધરશે અને કામના સ્થળે કડક સલામતીના પગલાં અમલમાં મૂકશે.આ નવા પ્લાન્ટ સાથે, શ્રી સિમેન્ટ રાજસ્થાન, છત્તીસગઢ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને યુએઈમાં તેના હાલના ક્લિંકર મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ ઉપરાંત, તેની ઔદ્યોગિક હાજરીને વધુ મજબૂત બનાવે છે. કંપની સમગ્ર ભારતમાં સ્પ્લિટ ગ્રાઇન્ડીંગ યુનિટ્સનું સંચાલન પણ કરે છે અને તેની કુલ સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા ૫૬.૪ એમટીપીએ છે, જે સૌર, પવન અને ડબ્લ્યુએચઆરએસ પાવર ઉત્પાદનમાં રિન્યૂએબલ એનર્જી રોકાણો દ્વારા સમર્થિત છે.
...............

Comments