Trending News
સ્થાનિક સમાચાર

ગાગોદર પોલીસ મથક નુ વાર્ષિક ઈન્સ્પેકશન યોજાયું

26 March


રાપર :આજે વાગડ વિસ્તારના હાઇવે પટ્ટી પર આવેલા રાપર તાલુકાના ગાગોદર પોલીસ સ્ટેશન ખાતે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા વાર્ષિક ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ પરેડ પોલીસ દરબાર પોલીસ કર્મચારીઓ ના પ્રશ્નો ક્રાઈમ રેકોર્ડ પોલીસ મથક હેઠળના વિસ્તારમાં આવેલા ગામો તથા હાઈવે પર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કર્મચારીઓ ને વિવિધ સુચનાઓ આપી હતી તો રાત્રીના શંકાસ્પદ શખ્સો તથા વાહન ચેકીંગ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કડક નાઇટ પેટ્રોલીંગ સહિત ની વિવિધ સુચનાઓ આપી હતી આજે યોજાયેલા વાર્ષિક ઈન્સ્પેકશન મા પોલીસ વડા સાગર બાગમાર  ગાગોદર પીઆઈ વી.એ.સેગલ એસપી ના પીએ ખીમજીભાઇ ફફલ તથા અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

................

Comments

COMMENT / REPLY FROM