-તો ગાંધીધામ-કંડલા કોમ્પલેક્ષમાંથી અન્ય રાજયના બારાતુ ગુંડાછાપ માથાભારે શખ્સો ઝડપાય : કઈક મોટા ગુનાઓના પણ ઉકેલાય ભેદ
પૂર્વ કચ્છ પોલીસતંત્ર આદરે ઓપરેશન
બહારના ગુનેગારોને માટે કચ્છ સલામત બની રહ્યું છે અને આવા ગુનેગાર પકડાયા પણ છે...!
રાજયમાં આવારા-લુખ્ખા તત્વોની યાદી બનાવી કાર્યવાહી કરવાની સુચના બાદ શરૂ કરાયેલી કાર્યવાહી, કોમ્બીંગના ચાલતા ધમધમાટ વચ્ચે સુચક ઈશારો : ગાંધીધામ સંકુલમાં ભારતનગર નાઈનએ, નાઈબ-બી, કાર્ગો ઝુપડપટ્ટી- સિકસ ઈન્ડસ્ટ્રીયઝ વિસ્તાર, રેલવે ડીએલબી કોલોની, સપનાનગર, મેઘપર બોરીચીમાં બનેલી કેટલીક નવી સોસાયટીઓ,
શિણાય વિસ્તારમાં પણ બનેલી અમુક નવી વસાહતોમાં પોલીસ કોમ્બીંગ કરી ત્રાટકી પડે તો અનેકવીધ મોટા ગુંડાઓ અહીથી ઝડપાશે : જાણકારોનો ઈશારો
એટીએમ લુંટ, બિશ્નોઈ ગેંગના સાગરીતો, કરોડોના ડ્રગ્સ કૌભાંડાના સપ્લાયર્સ ગાંધીધામ-કંડલા સંકુલના ચકચારી વિસ્તારોમાથી ઝડપાઈ ચુકયા છે, હવે તો એટીએમ લુંટના આરોપીઓ જેલમાંથી બેઠા બેઠા પણ મોટા મોટા દારૂના કરાવી રહ્યા છે કટીંગ : કુખ્યાત-મોટા બુટલેગરો પર પણ એક સાથે તવાઈ બોલાવી જરૂરી, હદપાર-તડીપારની થવી જોઈએ કડક કાર્યવાહી, ચાર-પાંચ જિલ્લાની હદો દુર ફેંકી દેવાશે તો તેનું નેટવર્ક આપોઆપ જ ભાંગી જશે
ગાંધીધામ : ગુજરાત રાજયમાં વર્તમાન સમયે સરકાર અને ગૃહવિભાગ દ્વારા રાજયમાં વકરી ગયેલા ગુંડાઓને સીધાદૌર કરવાની ધાક બેસાડતી કાર્યવાહીનો આરંભ કરી દીધો હતો. કચ્છમાં પણ પૂર્વના વાગડ પટ્ટાથી લઈ અને પશ્ચીમમાં પણ ઠેર-ઠેર પોલીસતંત્ર રીતસરની ઉતરી જ પડી હોય તેમ ગુંડાછાપ આવારા લુખ્ખા તત્વો, ગુનાહિત ઈતિહાસ ધરાવનારાઓની સામે રીતસરનો કાયદાનો ધોક્કો જ પછાડવામા આવી રહ્યો હોવાની સ્થિતી જોવામા આવી રહી હતી. દરમ્યાન જ આ પ્રકારની ચાલી રહેલી કામગીરી વચ્ચે જ જાણકારો કહી રહયા છે કે, પૂર્વ્ કચ્છમાં કોમ્બીંગ સહિતની કાર્યવાહી થઈ રહી છે અને ઠેર-ઠેર માથાભારે બની ગયેલા તત્વોની સામે કાયદાકીય રીતે કાર્યવાહી ચાલી જ રહી છે તો પૂર્વ કચ્છની જો વાત કરાવમાં આવે અને તેમાય પણ ગાંધીધામ-કંડલા સંકુલમાં ખાસ કરીને પોલીસ વિભાગે અમુક ચોકકસ વિસ્તારોમાં કોમ્બીંગ કરવુ સમયની માંગ બની રહી છે જો આમ કરવામાં આવશે તો ન માત્ર સ્થાનિકના બની બેઠલા લુખ્તા તત્વો બલ્કે અન્ય રાજયોમાંથી આવી ચડેલા બારાતુ વોન્ટેડ ગુંડાછાપ કઈક મોટામાથા સમાન ગુનેગારો પણ ઝડપાઈ શકે તેમ છે. જાણકારો કહી રહ્યા છે કે ખાસ કરીને ગાંધીધામમાં ભારતનગર નાઈન એ, નાઈન બી વિસ્તાર, કાર્ગો ઝુપડપટ્ટી, રેલવે ડીએલપી કોલોની, સપનાનગર, સિકસથ ઈન્ડીસ્ટ્રીયઝ એરીયામા તથા મેઘપર બોરીચીમાં જે અમુક નવી સોસાયટીઓ બનાવાઈ છે તેમાં તથા શિણાયમાં પણ આવી જ નવી વિકસેલી વસાહતોમાં પણ કોમ્બીંગ કરવામાં આવશે તો આ વિસ્તારોમાં મોટા મોટા બારાતુ ગુંડાઓ આશ્રય મેળવી ચુકયા હોવાનુ ખુલવા પામી શકે તેમ મનાઈ રહ્યું છે. ગાંધીધામના આવા વિસ્તારોમાથી મોટા મોટા ગુનાઓને અંજામ આપનારાાો ઝડપાઈ જ ચૂકયા છે. એ પછી કાર્ગો ઝુપડપટ્ટીમાથી દિલ્હીના હીસટ્રીકટર ગુનેગાર પકડાવવાની વાત હોય કે પછી એટીએમ લુંટના કુખ્યાત આરોપીઓના અહીઆશ્રય અડ્ડા બનેલા હોવાની જ વાત કેમ ન હોય..! કહેવાય છે કે, એટીએમ લુંટના આવા માથાભારે આરોપીઓ તો જેલમાથી બેઠા બેઠા જ ગાંધીધામ સંકુલમાં કરોડોના દારૂના કટીંગ કરી રહયા છે. બુટલેગરો કે જે કુખ્યાત છે, જેના પરથી પાંચથી વધુ કેસો થયેલા છે, તેવાઓની સામે પણ વેળાસર જ કડકાઈથી કાર્યવાહી કરવી જોઈએ. આવા બુટલેગરોને તડીપાર-પાસા હેઠળ જ ધકેલી દેવા જોઈએ. આ બુટલેગરોને ત્રણથી ચાર જિલ્લાની હદ ટપાવીને દુર ફેકવામાં આવશે તો આપોઆપ જ તેમના બેનામી ધંધાની કમર-નેટવર્ક તુટી જ જવા પામશે.
..............
બી-રોલની કામગીરીને ફરજીયાત બનાવો :
તોય ઘણી સાફસફાઈ આપોઆપ થઈ જશે
ગાંધીધામ : પૂર્વ કચ્છના અમુક વિસ્તારો જાણે કે બારાતુ ગુંડાછાપ તત્વોને માટે આશ્રયનાઅડ્ડા જ બની ગયા હોય તેમ સમયાંતરે આ વિસ્તારમાથી બહારના વોન્ટેડ આરોપીઓ અન્ય પોલીસ ઝડપી જતી હોય છે. હાલમાં પણ જયારે ગુંનેગારોની સામે કડક કાર્યવાહી હાથ ધરવામા આવી જ રહી છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, હકીકતમાં પોલીસતંત્રએ બી-રોલ ભરવાની કામગીરી અગાઉની માફક ફરજીયાત કરવી જોઈએ. બી રોલ ભરવાની કામગીરીની વીડીયો ગ્રાફી કરવામાં આવે તેની પણ તકેદારી રાખવી જોઈએ. જો આમ કરવામા આવશે તો આપોઆપ ગુનાહિત માનસિકતા ધરાવનારાઓ કચ્છ છોડીને અન્યત્ર ભાગી છુટશે.

Comments