Trending News
સ્થાનિક સમાચાર

બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે ઈએનટીના ર૦ દર્દીઓના ઓપરેશન કરાયા

25 March



ભુજ : જાન્યુઆરીમાં કાન-નાક-ગળા રોગ કેમ્પ બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે યોજાયો હતો, જેમાં અમુક દર્દીઓના ઓપરેશન બાકી રહી ગયા હતા, તે દર્દીઓને ઓપરેશન માટે બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે તા.૨૦ થી ૨૩ માર્ચ દરમ્યાન ફોન કરીને બોલાવેલ હતા.
આ શિબિરમાં મુંબઈના નિષ્ણાત સર્જન ડો. અભીજીત, ડી. આકાશ ગુપ્તા, ડો. નિરજ શેટ્ટી, ડો. જસક્રીત પંચોલી દ્વારા ર૦ દર્દીઓના ઓપરેશન વિનામૂલ્યે ટ્રસ્ટના નવનીત ઓપરેશન થીયેટર ખાતે કરવામાં આવ્યા હતા. એનેસ્થેટીક તરીકે ડો. રીષીકેશ, ડૉ. નરશાપુર અને ડો. અનિકેતે સેવાઓ આપી હતી. જયાબેન સુંદરજી મુલજી શાહ, ગામ : સણોસરા-કચ્છ, પવઇ-મુંબઈના સહકારથી યોજવામાં આવેલ આ કાન - નાક - ગળા શિબિરમાં કાનના પડદામાં કાણું, કાનના પાછળ હાડકામાં ચેપ, સાઈનસ, નાકમાં મસા વગેરે જેવા ઓપરેશનમાં ૧૦ કાનનાં, ૪ નાકનાં અને પ અન્ય ઓપરેશન મુંબઈની કાન - નાક - ગાળાના ડોકટરોની ટીમે સફળતાપૂર્વક કર્યા હતા.
સંસ્થાના ચેરમેન વિજય છેડાએ જણાવ્યું કે, સેવા આપવા આવેલ ડોકટર્સ, નર્સિંગ સ્ટાફ, વોલેન્ટિયરો અને ટ્રસ્ટના કર્મચારીઓએ અથાગ પરિશ્રમ કરી કેમ્પની કામગીરીમાં મહત્વની ભુમિકા ભજવેલ જે પ્રશંસનિય છે. દાતા પરિવારોએ પણ ટ્રસ્ટને હંમેશા સાથ સહકાર આપી દરેક શિબિરને સફળતાપૂર્વક પાર પાડવા માટે મદદરૂપ થયેલ છે. ટ્રસ્ટના ટ્રસ્ટી શાંતિભાઈ વીરા અને ડો. મયુર મોતાએ દર્દીઓને ડોકટરની સુચનાનું પાલન કરવા જણાવ્યુ હતુ. વધુમા જરૂરતમંદ દર્દીઓને અપીલ કરેલ કે ટ્રસ્ટ ખાતેે દર મહિને વિવિધ શિબિરો યોજવામાં આવે છે અને ઓપરેશન પણ સ્થાનિકે કરવામાં આવે છે  તેમજ દર અઠવાડિયે વિવિધ રોગના વિઝિટીંગ ડોકટરો જેવા કે ચામડીરોગ, બાળરોગ, હાડકારોગ, જનરલ સર્જરી, કાન-નાક-ગળા, હૃદયરોગ, ડાયાબીટીસ, થાઈરોઈડ, માનસિક રોગ, પ્લાસ્ટીક સર્જરી, સોનોગ્રાફી, દાંત માટે ઓર્થોડોન્ટીસ્ટ, ઓરલ સર્જન, ઈમ્પ્લાન્ટોલોજીસ્ટ, આઈ રેટીના, કોસ્મેટીક સર્જરી વગેરે રાહત દરે સેવાઓ આપે છે. સર્વે દરદીઓને આ સેવાઓનો લાભ લેવા જણાવ્યું હતું. આ કેમ્પમાં વોલિન્ટીયર તરીકે પુરવભાઈ વોરા, જયેશભાઈ વોરા તથા લેવા પટેલ નર્સિંગ સ્ટાફ અને બિદડા સર્વોદય ટ્રસ્ટનાં ડોકટર્સ અને સ્ટાફના કર્મચારીઓએ સેવા આપી હતી. 
-------

Comments

COMMENT / REPLY FROM