નિરોણાના નેજા હેઠળ ૭ ગામો નર્મદા મૈયા આધારીત
ઉનાળાના દિવસો કાઢવા કઠીન : દસ હજારની માનવ વસતી અને ૧પ હજાર પશુઓ માટે પીવાના પાણીનો પ્રશ્ન બનશે વિકટ : ડેમોના પાણી આશિર્વાદરૂપ : ગ્રામ પંચાયત ટીમ પાણી પહેલા પાળ બાંધવા કટિબદ્ધ : એન.ટી. આહિરની ટીમ કાર્યરત
નખત્રાણા : ઉનાળાનો પ્રારંભ થઈ ગયો છે, તે સાથે જ નખત્રાણાના દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારમાં પીવાના પાણીની મોકાણ સર્જાઈ છે. પાણી પુરવઠા વિભાગ, સિંચાઈ વિભાગ કુંભકર્ણની ઘોર નિંદ્રામાં જ મહાલી રહ્યો છે, ત્યારે અમુક સક્રિય ગ્રામ પંચાયતોએ પીવાના પાણી માટે પાણી પહેલા જ પાળ બાંધવાનું અભિયાન હાથ ધર્યું છે. તે પૈકી નખત્રાણા તાલુકાના પાવરપટ્ટીની સૌથી મોટી ગ્રામ પંચાયત નિરોણા ગામે અને તેના નેજા હેઠળ આવતા ૭ જેટલા ગામોને મા નર્મદાના પાણી મળે છે. પણ તે અનિયમિત બને ત્યારે ગામના યુવાન સરપંચ એન.ટી. આહિરે ‘કચ્છ ઉદય’ સાથે વાતચતી કરતાં કહ્યું કે, નિરોણા જુથ ગ્રામ પંચાયત હેઠળ કુલ ૭ ગામો આવેલા છે, જે પૈકીના નિરોણા, ઓરીરા, મેડીસર ગામોની ગ્રામ પંચાયત સ્વતંત્ર પાણી યોજના પર આત્મનિર્ભર છે. જયારે આ ગ્રામ પંચાયતના કુલ ૭ ગામો આવેલા છે. જેની માનવ વસતી દસ હજાર આસપાસ છે. જયારે પશુઓની વસતી ૧પ હજાર આસપાસ છે. આ તમામ ગામો માટે ઉનાળામાં પાણીની તંગી સર્જાય છે, ત્યારે નિરોણા ડેમનું પાણી પીવા, પશુધન અને માનવ માટે પાંચ મહિના ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે મા નર્મદા મૈયાના પાણી ગ્રામ પંચાયતના હરિપુરા, અમૃતફાર્મ, અમરગઢ, લક્ષ્મીફાર્મ વિસ્તારમાં એક અઠવાડિયામાં બે દિવગસ સપ્લાય કરવામાં આવે છે.
નિરોણાના સ્વતંત્ર પાણી યોજનાના અત્યારે ત્રણ બોર કાર્યરત છે, તથા મેડિસર ગામે આત્મનિર્ભર છે, ત્યાં સંયુક્ત પાણીના બોર છે. હાલે જ હરિપુરા તથા નિરોણાના પાણીના બે બોર થઈ ગયેલા છે, જેના વીજ કનેકશન આપવાના બાકી છે.
પાવરપટ્ટીના મુખ્ય ગામોની ખેતી અને પશુપાલન આધારીત છે અને ઉનાળામાં પીવાના પાણીની પરિસ્થિતિ ખુબ જ ગંભીર રહે છે, પરંતુ છેલ્લા પાંચ વર્ષથી વરસાદ ખુબ સારો થતાં જળના કામો ડેમો, તળાવ ભરાયેલા રહે છે, જેનાથી ઉનાળામાં આ ડેમો, તળાવોના પાણી આશિર્વાદરૂપ છે. નર્મદા કેનાલમાંથી આવતી પાણીની લાઈન નિર્માણ ડેમમાં મુકવાથી પાણીનું કામ ચલુ થઈ જાય સત્વરે તેવા પ્રયાસો આદરવામાં આવ્યા છે. અને સમગ્ર ગ્રામ પંચાયતની ટીમ દ્વારા જાત મહેનત જીંદાબાદના સુત્રને લઈ અભિયાન આદરવામાં આવે છે. છતાં પણ અમુક ગામોમાં ઉનાળાની સીઝનમાં પાણીની સમસ્યાનો પોકાર
ઉઠે છે.

Comments