ભચાઉમાં ડીજીપી ના ૧૦૦ કલાકના આદેશની ઐસીતૈસી : લુખ્ખા તત્ત્વો બેફામ
દારૂ, જુગાર, આવારા તત્ત્વો સામે કાર્યવાહી કરવાની આખા જિલ્લામાં ઝુંબેશ ઉપડી છે ત્યારે ભચાઉમાં અમુક ભ્રષ્ટ ખાખીધારીઓ અસામાજીક તત્વોના ઘુંટણીએ બેસી ગઈ હોવાનો સીનારીયો : ભચાઉના પીઆઈ તો કડક-તટસ્થ અને ધાક બેસાડતી કાર્યવાહી કરનાર અધિકારીની છબી ધરાવી રહ્યા છે ત્યારે તેઓને અજાણતા રાખીને ગુનેગારોને કયા ભ્રષ્ટ ખાખીના વહીવટદારો છાવરી રહ્યા છે? જાણકારોમાં અશ્ચર્ય સાથે ઉઠતો સવાલ
નંબર પ્લેટ વગર, કાળા કાચના વાહનોની બેફામ અવરજવર, બસ સ્ટેશને જવામાં લુખ્ખાઓનો ત્રાસ તેમજ ખુદ પોલીસ કર્મચારીઓ કાળા કાચવાળી ગાડીમાં ફરે છે છતાં બિલાડીના ગળામાં ઘંટ બાંધે કોણ ?
ભચાઉ : રાજયના પોલીસ વડા વિકાસ સહાય ડીજીપીશ્રીએ અસામાજીક તત્વો સામે કાર્યવાહી કરવાના આપેલા ૧૦૦ કલાકના અલ્ટીમેટમની ઠેરઠેર ધાક બેસાડતી કાર્યવાહી કરવામા આવી રહી છે. કચ્છમાં પણ મહદઅંશે કાર્યવાહી નોધનીય જ થવા પામી રહી છે તેવામાં બીજીતરફ જાણકારો કહી રહ્યા છે કે, કચ્છના ભચાઉ પટ્ટામાં કયાંક ને કયાંક હજુય આ કામગીરીમાં ઢીલાશ દાખવાતી હોય તેવો વર્તારો જોવાઈ રહ્યો છે. કારણ કે અહીં વ્યાપક ફરિયાદો છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જાણકારો કહી રહ્યા છે કે, ભચાઉના પીઆઈ તો કડક-તટસ્થ અને કાયદા નિષ્ઠ અધિકારીની છબી ધરાવી રહ્યા છે. તેઓ કાયદાને પ્રસ્થાપિત કરવામાં ધોક્કો પછાડતા જરા સહેજ પણ બાંધછોડ કરે તેમ નથી તો તેમની અજાણતાથી કયા અમુક બની બેઠેલા ખાખીધારીઓ લુખ્ખા અને આવારા તત્વોને છાવરી રહ્યા છે. આ મામલે સંકુલમાં ચર્ચાતી વીગતોની વાત કરીએ તો શહેરમાં ઘણા સમયથી રોમિયોગીરી કરતા લુખ્ખા તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. શહેરના શાળા-કોલેજથી એસટી બસ સ્ટેશન સુધીના રોડ
પરથી લોકોને ચાલવું પણ મુશ્કેલ છે, લુખ્ખા તત્વો નંબર પ્લેટ વગરના અને કાળા કાચવાળા વાહનોનો બેફામ ઉપયોગ કરે છે, છતાં પણ પોલીસ તંત્રના અમુક બની બેઠલા આવા વાહનો પ્રત્યે હર હંમેશની જેમ આંખ આડા કાન કરતું રહ્યું છે કારણકે પોલીસનીે મોટા ભાગની ગાડીઓમાં નંબર પ્લેટ નથી. બહારગામથી આવતી દીકરીઓ એસટી બસ સ્ટેશનથી અહીંની શાળા કોલેજ પહોંચે છે ત્યાંના રસ્તા પર લુખ્ખા તત્વોનો જમાવડો જોવા મળે છે. રોમિયોગીરી કરતા લુખ્ખા તત્વો નંબર પ્લેટ વગરના બાઇકો બેફામ ચલાવતા રહે છે તો કેટલાક નબીરાઓ કાળા કાચવાળા અને નંબર પ્લેટ વગરના વાહનો લઈને બેફામ ચલાવે છે. રોમિયોગીરી કરતા લુખ્ખાઓના વાહનો કબજે કરી અને તેમના પરિવારને બોલાવી, દંડ ભરી બાદ જ પરિવારની વચ્ચે તેમના વાહનો પરત કરવા જોઈએ. શહેરના આવા પ્રશ્નો લોક દરબારમાં ચર્ચાતા રહ્યા છે
પરંતુ તેનો કાયમી ઉકેલ હજુ સુધી આવી શક્યો નથી.

Comments