Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ મનપાના કમિશ્નરશ્રી-ડે.મ્યુ.કમિશ્નરશ્રી બને સાવધ : માર્ચ એન્ડીંગમાં કાગળ પર થયેલા કામોના ચુકવણાનો કારસો ?

25 March



મનપાના ઉચ્ચ અધિકારીઆ ગાફેલ ન રહે : જીયુડીસીના શહેરમાં ગટરના થયેલા કામોના સરવૈયા મેળવો, ગટર-પાણીના કામોમાં લીંપાપોત્તી જ રહી છે, વર્ષ ર૦૦૮-૦૯મા જીયુડીસીને જે કામો અપાયા છે તે કામો હજુ સુધી ચાલુ જ નથી થયા, ર૦૧૮માં ર૦૮ કરોડ આવ્યા, ર૦રર સુધી એક પણ કામ સફળતાપૂર્વક પાણી કે ગટરનું પુરૂ ન કર્યુ, અને ર૦રરથી ર૦ર૪નુ બજેટ આવ્યુ તેમાં જીયુડીસીના સમ ખાવાપુરતા કામો ચાલુ છે, આ બધાય નાણાકીય ફાળવણીના આંકડાઓ જોશા તો આખાય ગાંધીધામના ૧૦થી વધુ રીંગરોડ બની જાય અને તેમાં ગટર-પાણીબધુ જ આવી જાય, તેટલી અ.ધ..ધ.. રકમ છે, તેનો ગેરવહીવટ જ કરાયો છે, હાલમાં માર્ચ એન્ડીંગમાં પણ આવા જ કાગળ પરના કામો પર બીલો ઉધારી લેવાની ગોઠવણીઓકરી લેવાઈ હોવાની છે ચર્ચા, નપાના જુના જોગીઓ દ્વારા માત્ર આર એન્ડ બી કાર્યપાલક ઈજનેરને મનાવવાના ચાલી રહ્યા છે અધમપછાડા..!



ગટર-પાણી-રોડરસ્તાના નગરપાલિકા હસ્તકના કામોમાં તગડી ભાગબટાઈ કરવાની ગોઠવણો થઈ ચુકી હોવાની છે ચર્ચા : નપા સમયમાં જે કામો થયા જ નથી, તેના બીલો ઉઘારવાની ચાલે છે છાની વેતરણ : કયા તત્વાએ કરી લીધી છે આ બધી ગોઠવણો? ઉચ્ચ અધિકારીઓ વિના વિલંબે તપાસ કરાવે તે ઈચ્છનીય



નગરપાલિકામાં અગાઉ સેવા બજાવી ચુકેલા અને મનપામાં સેવારત રહેલા અધિકારી-કર્મચારીઓ કોઈ કળા તો નથી કરી રહ્યા ને? નગરપાલિકા કાળમાં જે કામો થયા જ નથી તેના બીલો જુની તારીખોથી ઉધારીને માર્ચ એન્ડીંગમાં ચુકવાઈ ન જાય તેની રાખજો પુરેપુરી તકેદારી

કાગળ પર થયેલા કામોના બીલો માર્ચ એન્ડીંગમાં ઉધારી ચુકવણા કરવાની વાતો તથ્યવિહોણી છે : શ્રી રામાનુજ (ડે.કમિશ્નર મનપા ગાંધીધામ)


ગાંધીધામ : પૂૃર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામને સરકાર દ્વારા તાજેતરમાં જ નગરપાલિકામાંથી મનપાનો દરજજા આપવામાં આવ્યો છે. મનપાના દરજજા અનુસારની કાર્યવાહીનો ધમધમાટ પણ તેજ બનેલો છે. મનપાના અધિકારીગણ દ્વારા સંકુલને સ્વચ્છ-સુંદર-માળખાગત સુવિધા સભર બનાવવા માટે વ્યાયામ પણ આદરી જ દીધો છે ત્યારે બીજીતરફ જાણકારો આ જ મનપા અધિકારીઓને એલર્ટ કરી લાલબત્તી ધરતા કહી રહ્યા છે કે, માર્ચ એન્ડીંગ આવીને ઉભો છે, મનપાના ઉચ્ચ અધિકારીઓ ગાફેલ ન રહે, સાવધ બને.
આ અંગે સંકુલના પ્રબુદ્ધવર્ગમાં પ્રવર્તી રહેલી વિગતો અનુસાર નગરપાલીકા જયા સુધીહતી ત્યાં સુધી ભ્રષ્ટાચારનો ભોરીંગ બની જવા પામી હતી. નગરપાલિકામાં ભ્રષ્ટાચાર એટલી હદે વકરી ચૂકયો છે હતો કે સત્તાપક્ષના જ હોદેદારો આ નગરપાલિકામાં આચરાઈ રહેલી ગેરરીતીઓ સામે ખુલ્લીને બહાર આવવા પામી ગયા હતા. શહેર-સંકુલમાં રોડ રસ્તા, ગટર-પાણી જેવા સાધારણ કામો પણ આજે થવા પામ્યા નથી. સરકાર તબક્કેથી કરોડોની ગ્રાન્ટ વરસા વરસ ફાળવવામા આવી, વરસાદી રસ્તાઓના સમારકામની ગ્રાન્ટ પણ અલાયદી કરોડોની ફાળવાઈ, પરંતુ રોડ-ગટર-પાણી-પેવરબ્લોક બધુ જ કાગળ પર બની ગયુ, અને તેના તગડા બીલે આવ ભાઈ હરખા આપણે બેઉ સરખાના તાલે જ ઉધરાવતા રહ્યા અને તેમાં ભાગબટાઈમાં જે બાકાત રહ્યા તેઓ મેદાનમાં જાણે કે સામે પડી ગયા હોય તેવી ચર્ચાઓ તે વખતે નગરપાલિકાના સમયકાળમાં થવા પામી ગઈ હતી. હવે જયારે નગરપાલિકામાથી મનપાનો દરજજો આપવામા અવ્યો છે ત્યારે પણ જાણકારો કહી રહ્યા છે કે, આ મનપામાં નગરપાલિકા કાળથી સેવારત રહેલા અમુક બની બેઠેલા અધિકારી-કર્મચારી દ્વારા જુની તારીખોમાં સહી કરી અને નગરપાલીકા વખતે જે કોઈ કામો થયા જ નથી તેને કાગળ પર દર્શાવી અને તેના કરોડોના ખોટા બીલો માર્ચ એનડીંગમાં પાસ કરી લેવાની બધે બધી જ ગોઠણવીનો કારસો રચી લેવાયો છે. 
મનપા અધિકારી જો ગોફેલ રહયા તો તેમની જાણ બહાર આ પ્રકારના ચુકવણાઓ-બીલો માર્ચ એન્ડીગમાં મોટી રકમોના ઉધારી પણ લેવામા આવશે. સૌથી મોટો પ્રશ્ન તો આ અધિકારીઓએ એ જ જોવાનો રહ્યો છે કે, ગટરના કામો શહેર-સંકુલમાં જીયુડીસીને પણ કરોડોની અધધ ગ્રાન્ટથી આપવામાં આવ્યા અને નગરપાલીકા પણ ગટર-પાણીના આવા કામો કર્યાના એજન્ડાઓ દૃશાવ્યા છે. જયા સુધી વાત જીયુડીસીની આવે છે કો મનપાના ઉચ્ચ અધિકારીઓએ પુછાણા લેવા જોઈએ કે, જીયુડીસીને અત્યાર સુધીમાં કેટકેટલા કામો ગટરના અપાયા છે? તેમાથી કેટલા પુર્ણ થયા છે? જાણકારો કહે છે કે,વર્ષ ર૦૦૮-૦૯મા જીયુડીસીને જે કામો અપાયા છે તે કામો હજુ સુધી ચાલુ જ નથી થયા, ર૦૧૮માં ર૦૮ કરોડ આવ્યા, ર૦રર સુધી એક પણ કામ સફળતાપૂર્વક પાણી કે ગટરનું પુરૂ ન કર્યુ, અને ર૦રરથી ર૦ર૪નુ બજેટ આવ્યુ તેમાં જીયુડીસીના સમ ખાવાપુરતા કામો ચાલુ છે, આ બધાય નાણાકીય ફાળવણીના આંકડાઓ જોશા તો આખાય ગાંધીધામના ૧૦થી વધુ રીંગરોડ બની જાય અને તેમાં ગટર-પાણીબધુ જ આવી જાય, તેટલી અ.ધ..ધ.. રકમ છે, તેનો ગેરવહીવટ જ કરાયો છે, હાલમાં માર્ચ એન્ડીંગમાં પણ આવા જ કાગળ પરના કામો પર બીલો ઉધારી લેવાની ગોઠવણીઓકરી લેવાઈ હોવાની ચર્ચા મોટાપાયે થવા પામી રહી છે. જાણકારો કહી રહ્યા છે કે આ રીતે બીલો ઉધારી લેવા માટે એક ચોકકસ ટોળકી-સિન્ડીકેટ તૈયાર જ બની ચૂકી છે માત્ર અને માત્ર આર એન્ડ બીના કાર્યપાલક ઈજનેરને મનાવવા માટેના અધમપછાડાઓ ચાલી રહ્યા છે. જો આ મામેલે મનપાના જવાબાદર ઉચ્ચ અધિકારીઓ તાબાના લાપરવાહોના જરા સહેજ પણ કાન આમળશે તો આ આખેઆખી ગોઠવણી આપોઆપ જ તુટી જાય તેમ છે. અને જો ગાફેલિયત દર્શાવાઈ તો પ્રજાના ટેક્ષના પૈસા અને સરકારની તિજોરીની રકમ અમુક ચોકકસ આળતીયા મળતીયાઓના ખીસ્સામાં જતી રહેશે તેમ માની લેવાને કોઈ શંકાને સ્થાન નથી. આ બાબતે મનપાના મ્યુ.કમિશ્નરશ્રી સંજય રામાનુજ ને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, નગરપાલિકા સમયમાં બીલો ચુકવવાના બાકી છે એ વાત સાચી છે પણ જે કામો થયા છે કાયદેસરના તેના બાકી છે અને નિયમ અનુસાર જ તે ચુકવણા કરાવમા આવશે, એકાદ કામ કોઈ રીવાઇજનુ રજુ થયુ હોય તો એ નગરપાલિકા સમયનું હોઈ શકે છે, બાકી કાગળ પર કામો થયા અને બીલો ચુકવાણાની વાતો તથ્યવિહોણી છે તેમ શ્રી 
સંજય રામાનુજ દ્વારા જણાવાઈ હતી.

Comments

COMMENT / REPLY FROM