ભુજ સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિર રાજયકક્ષા કલા મહાકુંભમાં ઝળકી
ભુજ : ગુજરાત સરકાર દ્વારા આયોજીત રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની કચેરી, ગાંધીનગર સંચાલિત રાજ્યકક્ષા કલા મહાકુંભ ગાંધીનગર ટાઉન ખાતે યોજાયેલ હતી. જેમાં સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરની વિદ્યાર્થીનીઓ સમગ્ર કચ્છ જિલ્લાવતી બેન્ડ સ્પર્ધામાં અને લગ્નગીત ‘બ’ વિભાગમાં રાજ્ય કક્ષાએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી બેન્ડમાં પ્રથમ અને લગ્નગીતમાં દ્વિતીય ક્રમ મેળવેલ છે. જે શાળા પરીવાર માટે ખૂબ ગૌરવની વાત છે.
દિકરીઓના પ્રશંસનીય પ્રદર્શન બદલ ભુજ સ્વામિનારાયણ મંદિરના પુ. મહંત સ્વામી, સમસ્ત સંત મંડળ, સાંખ્યયોગી મહંત સામબાઈ ફઈ સહ સમસ્ત સાંખ્યયોગી બહેનોએ અંતરના રૂડા આર્શિવાદ સહ શુભેચ્છાઓ પાઠવેલ છે સાથે મંદિરનું ટ્રસ્ટી મંડળ, સંસ્થા પ્રમુખ રામજીભાઈ વેકરિયા મંત્રી પ્રવીણભાઈ પીન્ડોરિયા, સંચાલક મંડળ, સંસ્થાના આચાર્યા દક્ષાબેન પીન્ડોરિયા, માર્ગદર્શક સંગીત શિક્ષિકા દેવૃત્તિબેન ગઢવી, સહસ્ટાફ પરિવારને તેમજ દેશ વિદેશના હરિભક્તો દ્વારા અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે.
------

Comments